Ahmedabadમાં સગીર પર છરીથી હુમલો, ગરબા રમ્યા બાદ યુવકો વચ્ચે થઈ તકરાર
અમદાવાદમાં એક યુવક પર છરીથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. શહેરમાં મોડી રાત્રે 16 વર્ષીય યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.નવરાત્રિના ગરબા રમ્યા બાદ યુવકો વચ્ચે થઈ હતી તકરાર નવરાત્રિના ગરબા રમીને આવ્યા બાદ યુવકો વચ્ચે તકરાર થઈ હતી. થલતેજમાં ચાના સ્ટોલ પર થયેલી બોલાચાલી થતાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હાથ અડી જવાની સામાન્ય ઘટના મામલે બંને વચ્ચે તકરાર થઈ હતી. તમને જણાવી દઈએ કે થલતેજ વિસ્તારમાં બાગબાન પાર્ટી પ્લોટની નજીક આ ઘટના બની હતી. પોલીસે હુમલો કરનારા આરોપીની કરી ધરપકડ ત્યારે આ મામલે ઈજાગ્રસ્ત સગીરના પિતાએ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર 18 વર્ષીય જયેશ વર્માજીની ધરપકડ કરી લીધી છે. ત્યારે અભિમન્યુ ઉર્ફે કાચો અને વિશાલ નામનો યુવક ફરાર થઈ જતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદના ગોમતીપુરમાં ગરબામાં બબાલ અમદાવાદના ગોમતીપુરમાં પણ ગરબામાં બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. ચાલુ ગરબામાં વિધર્મીએ અવરોધ ઉભો કર્યો હતો. ગોમતીપુરમાં જોગણીમાતાના મંદિર પાસે ચાલુ ગરબામાં બબાલ થઈ હતી. ગરબામાં ફૂટતા ફટાકડા મંદિર તરફ નાખ્યા હતા, વિધર્મીઓએ ફટાકડા મંદિરમાં નાખતા આગ લાગી હતી અને આ સમગ્ર મામલો ગોમતીપુર પોલીસમથકે પહોંચ્યો હતો અને પોલીસે તપાસ આદરી હતી. HCG હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીની સારવાર માટે ફંડ એકત્ર ગરબા યોજાયા શહેરની જાણીતી HCG હોસ્પિટલ દ્વારા અમદાવાદના રાજપથ ક્લબ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. HCG હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીની સારવાર માટે ફંડ એકત્ર કરવા ગરબા યોજ્યા હતા. સાથે જ હોસ્પિટલના ડોક્ટરો, સ્ટાફ તથા ખેલૈયાઓ દ્વારા ગ્રાઉન્ડમાં હાથમાં દીવો લઈને કેન્સરનું રીબીન ચિહ્ન બનાવ્યું હતું. આ ગરબા થકી એકત્રિત થનાર તમામ ફંડ કેન્સરના દર્દીઓની સારવારમાં ઉપયોગ લેવમાં આવાના ઉદ્દેશ્ય સાથે રાજપથ ક્લબ ખાતે ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં એક યુવક પર છરીથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. શહેરમાં મોડી રાત્રે 16 વર્ષીય યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
નવરાત્રિના ગરબા રમ્યા બાદ યુવકો વચ્ચે થઈ હતી તકરાર
નવરાત્રિના ગરબા રમીને આવ્યા બાદ યુવકો વચ્ચે તકરાર થઈ હતી. થલતેજમાં ચાના સ્ટોલ પર થયેલી બોલાચાલી થતાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હાથ અડી જવાની સામાન્ય ઘટના મામલે બંને વચ્ચે તકરાર થઈ હતી. તમને જણાવી દઈએ કે થલતેજ વિસ્તારમાં બાગબાન પાર્ટી પ્લોટની નજીક આ ઘટના બની હતી.
પોલીસે હુમલો કરનારા આરોપીની કરી ધરપકડ
ત્યારે આ મામલે ઈજાગ્રસ્ત સગીરના પિતાએ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર 18 વર્ષીય જયેશ વર્માજીની ધરપકડ કરી લીધી છે. ત્યારે અભિમન્યુ ઉર્ફે કાચો અને વિશાલ નામનો યુવક ફરાર થઈ જતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ગોમતીપુરમાં ગરબામાં બબાલ
અમદાવાદના ગોમતીપુરમાં પણ ગરબામાં બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. ચાલુ ગરબામાં વિધર્મીએ અવરોધ ઉભો કર્યો હતો. ગોમતીપુરમાં જોગણીમાતાના મંદિર પાસે ચાલુ ગરબામાં બબાલ થઈ હતી. ગરબામાં ફૂટતા ફટાકડા મંદિર તરફ નાખ્યા હતા, વિધર્મીઓએ ફટાકડા મંદિરમાં નાખતા આગ લાગી હતી અને આ સમગ્ર મામલો ગોમતીપુર પોલીસમથકે પહોંચ્યો હતો અને પોલીસે તપાસ આદરી હતી.
HCG હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીની સારવાર માટે ફંડ એકત્ર ગરબા યોજાયા
શહેરની જાણીતી HCG હોસ્પિટલ દ્વારા અમદાવાદના રાજપથ ક્લબ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. HCG હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીની સારવાર માટે ફંડ એકત્ર કરવા ગરબા યોજ્યા હતા. સાથે જ હોસ્પિટલના ડોક્ટરો, સ્ટાફ તથા ખેલૈયાઓ દ્વારા ગ્રાઉન્ડમાં હાથમાં દીવો લઈને કેન્સરનું રીબીન ચિહ્ન બનાવ્યું હતું. આ ગરબા થકી એકત્રિત થનાર તમામ ફંડ કેન્સરના દર્દીઓની સારવારમાં ઉપયોગ લેવમાં આવાના ઉદ્દેશ્ય સાથે રાજપથ ક્લબ ખાતે ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું.