Ahmedabadમાં દિવાળીની મોડીરાત્રે કોમર્સ છ રસ્તા પાસે નશામાં ધૂત કારચાલકે કાર ડિવાઈડર પર ચઢાવી સર્જ્યો અકસ્માત!

Nov 9, 2026 - 22:30
Ahmedabadમાં દિવાળીની મોડીરાત્રે કોમર્સ છ રસ્તા પાસે નશામાં ધૂત કારચાલકે કાર ડિવાઈડર પર ચઢાવી સર્જ્યો અકસ્માત!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાંથી ટ્રાફિકના નિયમોની ધજાગ ઉડાવતી અને નશાની હાલતમાં વાહન ચલાવવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિવાળીના પવિત્ર તહેવારની મોડીરાત્રે શહેરના વ્યસ્ત ગણાતા કોમર્સ છ રસ્તા પાસે નશામાં ધૂત કારચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવીને તેને સીધી જ રોડ પરના ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. આ અકસ્માતના કારણે ઘટનાસ્થળે લોકોનાં ભારે ટોળાં એકઠાં થઈ ગયા હતા અને ટ્રાફિકજામ જેવું દ્રશ્ય સર્જાયું હતું.

કારચાલકની અને મિત્ર નશાની હાલતમાં ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, નવા વાડજ વિસ્તારમાં રહેતો 46 વર્ષીય અભિનવ બલુની દારૂના નશામાં પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો. તેની સાથે કારમાં મેમનગરનો રહેવાસી 61 વર્ષીય મિત્ર શાકુંતલ શર્મા પણ બેઠેલો હતો અને તે પણ સંપૂર્ણપણે દારૂના નશામાં સવાર હતો. કોમર્સ છ રસ્તા પાસે પહોંચતા જ કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માત સર્જાયા બાદ કારચાલક એટલો બધો નશામાં ધૂત હતો કે તેને કારમાંથી નીચે ઉતરવાની પણ ભાન નહોતી.

પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને નશાખોરોની સ્થળ પર જ તપાસ કરી હતી. ટ્રાફિક પોલીસે કારચાલક અભિનવ બલુની સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે, જ્યારે કારમાં સાથે બેઠેલા શાકુંતલ શર્મા સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0