Ahmedabadમાં જમીન દલાલને ધમકી આપવાના કેસમાં ઓઢવ પોલીસે વિજય સુવાડાની કરી ધરપકડ

ઓઢવમાં જઈને વિજય સુવાડા અને તેના અન્ય મિત્રોએ જમીન દલાલને આપી હતી ધમકી ધમકી આપવા કેસમાં 50થી વધુના ટોળા સામે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ પોલીસે ફરિયાદના આધારે આરોપીની કરી ધરપકડ અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગાયક વિજય સુવાળા સામે પોલીસ ફરિયાદ થઇ હતી.તેમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળા સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં 13 લોકો સામે નામજોગ અને 50ના ટોળા સામે ફરિયાદ થઇ છે. જમીન દલાલને મારી નાખવાની ધમકી સાથે આ ગુનો નોંધાયો હતો,જેમાં પોલીસે આજે વિજય સુવાળાની ધરપકડ કરી છે. ઓઢવમાં રાત્રીના સમયે આવીને કરી હતી બબાલ ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ થયો હતો. ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ. દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. જેમાં વિજય સુવાડા 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથિયારો લઇને આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોલીસેવિજય સુવાડા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દીલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જીગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 40થી વધુ લોકો વિરૂદ્ધ ધમકી તેમજ હુમલાની કોશિષ કરવાની ફરિયાદ કરી હતી. મિત્રો બન્યા દુશ્મન વિજય સુવાડા અને દિનેશ દેસાઈ બન્ને પહેલા મિત્રો હતા અને મિત્રોમાંથી તેમની દુશ્મનાવટ ઉભી થઈ હતી.વર્ષ 2020માં વિજય સુવાડા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુ:ખ થયુ હતું જેના કારણે તેઓએ સંબંધ તોડી નાખ્યો હતો. પહેલી જુલાઇના રોજ દિનેશ તેના ઘરે હાજર હતો ત્યારે વિજય સુવાડાનો ફોન આવ્યો અને ધમકી આપી હોવાના ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા. પરંતુ દિનેશભાઇ ફોન ઉઠવવાનું બંધ કરી દેતા જુદા જુદા નંબર પરથી કોલ કરવાનું શરૂ કર્યું હતું. અને થોડા દિવસ બાદ વાહનો સાથે નિવાસસ્થાને ધમકી આપવા પહોંચતા ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ. દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. અગાઉ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાએ આંતરિક વિખવાદના કારણે નારાજ થઇને AAP સાથે છેડો આપ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક દિવસથી રાજીનામું આપવા અંગે નિવેદન આપી રહ્યા હતા. જોકે બાદમાં તેમણે અંતે રાજીનામું આપી દીધું હતું. ત્યારે ગાંધીનગર કમલમ્ ખાતે વિજય સુવાળાને સીઆર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

Ahmedabadમાં જમીન દલાલને ધમકી આપવાના કેસમાં ઓઢવ પોલીસે વિજય સુવાડાની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓઢવમાં જઈને વિજય સુવાડા અને તેના અન્ય મિત્રોએ જમીન દલાલને આપી હતી ધમકી
  • ધમકી આપવા કેસમાં 50થી વધુના ટોળા સામે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ
  • પોલીસે ફરિયાદના આધારે આરોપીની કરી ધરપકડ

અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગાયક વિજય સુવાળા સામે પોલીસ ફરિયાદ થઇ હતી.તેમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળા સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં 13 લોકો સામે નામજોગ અને 50ના ટોળા સામે ફરિયાદ થઇ છે. જમીન દલાલને મારી નાખવાની ધમકી સાથે આ ગુનો નોંધાયો હતો,જેમાં પોલીસે આજે વિજય સુવાળાની ધરપકડ કરી છે.

ઓઢવમાં રાત્રીના સમયે આવીને કરી હતી બબાલ

ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ થયો હતો. ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ. દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. જેમાં વિજય સુવાડા 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથિયારો લઇને આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોલીસેવિજય સુવાડા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દીલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જીગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 40થી વધુ લોકો વિરૂદ્ધ ધમકી તેમજ હુમલાની કોશિષ કરવાની ફરિયાદ કરી હતી.

મિત્રો બન્યા દુશ્મન

વિજય સુવાડા અને દિનેશ દેસાઈ બન્ને પહેલા મિત્રો હતા અને મિત્રોમાંથી તેમની દુશ્મનાવટ ઉભી થઈ હતી.વર્ષ 2020માં વિજય સુવાડા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુ:ખ થયુ હતું જેના કારણે તેઓએ સંબંધ તોડી નાખ્યો હતો. પહેલી જુલાઇના રોજ દિનેશ તેના ઘરે હાજર હતો ત્યારે વિજય સુવાડાનો ફોન આવ્યો અને ધમકી આપી હોવાના ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા. પરંતુ દિનેશભાઇ ફોન ઉઠવવાનું બંધ કરી દેતા જુદા જુદા નંબર પરથી કોલ કરવાનું શરૂ કર્યું હતું. અને થોડા દિવસ બાદ વાહનો સાથે નિવાસસ્થાને ધમકી આપવા પહોંચતા ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ

ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ. દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. અગાઉ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાએ આંતરિક વિખવાદના કારણે નારાજ થઇને AAP સાથે છેડો આપ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક દિવસથી રાજીનામું આપવા અંગે નિવેદન આપી રહ્યા હતા. જોકે બાદમાં તેમણે અંતે રાજીનામું આપી દીધું હતું. ત્યારે ગાંધીનગર કમલમ્ ખાતે વિજય સુવાળાને સીઆર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.