Ahmedabadમાં કાચની મસ્જિદ ડીમોલેશનને લઈને મોટા સમાચાર, AMCએ કર્યો દાવો

અમદાવાદમાં કાચની મસ્જિદ ડીમોલેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા. કાચની મસ્જિદ ટ્રસ્ટ પર AMCએ દાવો કર્યો. 2009માં શાળા તોડી એ સમયે મસ્જિદ ટ્રસ્ટને અપાયું હોવાનો બાહેંધરી પત્ર રજૂ કર્યો. આ પત્રના આધારે મનપાએ સિટી સિવિલ કોર્ટમાં દાવો કરી નવું બાંધકામ કરાઈ આપવાનો દાવો કરતાં ડીમોલિશનની મંજૂરી માંગી. નવું બાંધકામ થયા બાદ મનપા ફરી એ સંકુલમાં શૈક્ષિણક કાર્ય શરૂ કરશે.મનપા અને વકફ બોર્ડ સામ સામેદ્વારકા બાદ હવે અમદાવાદમાં ડીમોલેશનને લઈને કામગીરી હાથ ધરાશે. શહેરમાં આવેલ કાચની મસ્જિદ પર વકફ બોર્ડ દાવો કરી રહ્યો છે. તેની સામે મનપા દ્વારા 2009માં ત્યાં શાળા હોવાના દસ્તાવેજ રજૂ કર્યા. જેના બાદ શહેરમાં હવે વક્ફ વર્ષિસ મનપાનો વિવાદ સામે આવ્યો છે. મનપા દ્વારા હવે વક્ફ દ્વારા જે જગ્યાઓ પર પોતાનો દાવો કર્યો છે તે તમામ જગ્યાઓને લઈને મનપા દ્વારા 4 સભ્યોની ટિમ બનાવી એ તમામ જગ્યાઓ મનપા પાસે પરત આવે તેના માટે કાનૂની લડાઈ તેજ કરી છે. જેમાં એવી એવી જગ્યાઓનો સમાવેશ થાય છે જેની હાલમાં બજાર કિંમત કરોડો રૂપિયામાં છે. શહેરની કુલ 29 જગ્યાઓ વકફ પાસે છે. એ તમામ જગ્યા પરત મેળવવા તંત્ર કામે લાગ્યું છે. દ્વારકા બાદ અમદાવાદમાં મેગા ડિમોલિશનમહત્વનું છે કે દ્વારકામાં મેગા ડિમોલિશન હેઠળ 6 દિવસમાં 1,14,132 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. મેગા ડિમોલિશન હેઠળ ધાર્મિક સહિત કુલ 398 દબાણ દૂર કરવામાં આવ્યા. દ્વારકામાં બેટ દ્વારકા,ઓખા અને પીરોટન ટાપુ પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા. ડિમોલિશન કામગીરીમાં ગેરકાયદે દબાણો દૂર કરી અંદાજિત 60 કરોડની જમીન ખુલ્લી કરી સરકાર હસ્તક લેવામાં આવી. ત્યારે હવે દ્વારકા બાદ અમદાવાદમાં પણ ગેરકાયદે દબાણો લઈને કામગીરી હાથ ધરાઈ. AMC દ્વારા વક્ફની જગ્યાઓ પર પોતાનો દાવો કરાતા તે સ્થાન ખાલી કરવાને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે. કાચની મસ્જિદને લઈને મનપાએ સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે. આ ઉપરાંત શહેરમાં વકફના કબજા હેઠળની ગેરકાયદે જમીન પરત લેવા તંત્ર દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

Ahmedabadમાં કાચની મસ્જિદ ડીમોલેશનને લઈને મોટા સમાચાર, AMCએ કર્યો  દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં કાચની મસ્જિદ ડીમોલેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા. કાચની મસ્જિદ ટ્રસ્ટ પર AMCએ દાવો કર્યો. 2009માં શાળા તોડી એ સમયે મસ્જિદ ટ્રસ્ટને અપાયું હોવાનો બાહેંધરી પત્ર રજૂ કર્યો. આ પત્રના આધારે મનપાએ સિટી સિવિલ કોર્ટમાં દાવો કરી નવું બાંધકામ કરાઈ આપવાનો દાવો કરતાં ડીમોલિશનની મંજૂરી માંગી. નવું બાંધકામ થયા બાદ મનપા ફરી એ સંકુલમાં શૈક્ષિણક કાર્ય શરૂ કરશે.

મનપા અને વકફ બોર્ડ સામ સામે

દ્વારકા બાદ હવે અમદાવાદમાં ડીમોલેશનને લઈને કામગીરી હાથ ધરાશે. શહેરમાં આવેલ કાચની મસ્જિદ પર વકફ બોર્ડ દાવો કરી રહ્યો છે. તેની સામે મનપા દ્વારા 2009માં ત્યાં શાળા હોવાના દસ્તાવેજ રજૂ કર્યા. જેના બાદ શહેરમાં હવે વક્ફ વર્ષિસ મનપાનો વિવાદ સામે આવ્યો છે. મનપા દ્વારા હવે વક્ફ દ્વારા જે જગ્યાઓ પર પોતાનો દાવો કર્યો છે તે તમામ જગ્યાઓને લઈને મનપા દ્વારા 4 સભ્યોની ટિમ બનાવી એ તમામ જગ્યાઓ મનપા પાસે પરત આવે તેના માટે કાનૂની લડાઈ તેજ કરી છે. જેમાં એવી એવી જગ્યાઓનો સમાવેશ થાય છે જેની હાલમાં બજાર કિંમત કરોડો રૂપિયામાં છે. શહેરની કુલ 29 જગ્યાઓ વકફ પાસે છે. એ તમામ જગ્યા પરત મેળવવા તંત્ર કામે લાગ્યું છે.

દ્વારકા બાદ અમદાવાદમાં મેગા ડિમોલિશન

મહત્વનું છે કે દ્વારકામાં મેગા ડિમોલિશન હેઠળ 6 દિવસમાં 1,14,132 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. મેગા ડિમોલિશન હેઠળ ધાર્મિક સહિત કુલ 398 દબાણ દૂર કરવામાં આવ્યા. દ્વારકામાં બેટ દ્વારકા,ઓખા અને પીરોટન ટાપુ પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા. ડિમોલિશન કામગીરીમાં ગેરકાયદે દબાણો દૂર કરી અંદાજિત 60 કરોડની જમીન ખુલ્લી કરી સરકાર હસ્તક લેવામાં આવી. ત્યારે હવે દ્વારકા બાદ અમદાવાદમાં પણ ગેરકાયદે દબાણો લઈને કામગીરી હાથ ધરાઈ. AMC દ્વારા વક્ફની જગ્યાઓ પર પોતાનો દાવો કરાતા તે સ્થાન ખાલી કરવાને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે. કાચની મસ્જિદને લઈને મનપાએ સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે. આ ઉપરાંત શહેરમાં વકફના કબજા હેઠળની ગેરકાયદે જમીન પરત લેવા તંત્ર દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.