Ahmedabadની VS હોસ્પિટલ મૃતપાય હાલતમાં! સત્તાધીશોને રિનોવેશન કરવામાં કોઈ રસ નહીં

અમદાવાદમાં એક સમયે વર્ષે લાખો દર્દીઓની સારવારથી લઈને સર્જરી કરતી હોસ્પિટલ એટલે VS હોસ્પિટલ હાલ બીમાર હાલતમાં ઉભી છે અને AMCના પેટનું પાણી હલી રહ્યું નથી. છેલ્લા 4 વર્ષમાં 700 કરોડથી વધારેનું બજેટ ફાળવવામાં આવ્યું, પરંતુ મૃતપાય હાલતમાં હોસ્પિટલ છે, ત્યારે આખરે કેમ આવું આ દુર્દશા પાછળ ક્યા કારણો જવાબદાર છે. તે જાણીએ આ વિશેષ અહેવાલમાં.AMCને VS હોસ્પિટલમાં નથી રહ્યો રસ 13 ડિસેમ્બર 1931માં શરૂ થયેલી VS હોસ્પિટલની આજે દુર્દશા થઈ ચૂકી છે. તેની પાછળ એક માત્ર કારણ જવાબદાર છે AMCની મેળો મુરાદ જીહાં અમે આ કહી રહ્યા છીએ કારણ કે AMCએ હોસ્પિટલના રીનોવેશન માટે કોઈ યોગ્ય પગલાં નથી અને એટલે જ આ હાલત થઈ છે VS હોસ્પિટલની. એક સમય હતો કે આ હોસ્પિટલમાં સામાન્ય સારવારથી લઈને સર્જરી સુધી દર્દીઓને નજીવા દરે સેવા મળતી હતી, પરંતુ હવે AMCને આ હોસ્પિટલમાં રસ નથી રહ્યો. કારણ કે AMC SVP હોસ્પિટલને પ્રમોટ કરવામાં લાગ્યું છે, પરંતુ SVP હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે નહિવત્ પ્રમાણમાં જાય છે. કારણ કે ત્યાં તમામ સારવાર VS હોસ્પિટલના પ્રમાણમાં મોંઘી સારવાર મળી રહી છે, જે સામાન્ય માણસને પોસાય તેમ નથી. છેલ્લા 4 વર્ષમાં 782 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું AMC તંત્ર સતત કહી રહ્યું છે બજેટ ફાળવવામાં આવી રહ્યું છે અને જરૂરી મરામત કરાવવામાં આવી રહી છે, પરંતુ હકીકત શું છે તે દ્રશ્યો બતાવી રહ્યા છે. છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો 782 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ચાલુ વર્ષમાં જ 55 કરોડ રૂપિયા ટ્રોમા સેન્ટરના નવીનીકરણ માટે ફાળવવામાં આવ્યા છે, પરંતુ નવીનીકરણ નથી કરાઈ રહ્યું, છેલ્લા 4 વર્ષમાં 4 લાખ 61 હજારથી વધારે લોકોએ આઉટડોર સારવાર, જ્યારે 9165 લોકોએ ઈન્ડોર સારવાર લીધી છે. AMCએ વર્ષ 2019માં SVP હોસ્પિટલ શરૂ કરી એટલે કે એ અગાઉના વર્ષમાં VS હોસ્પિટલની સેવાઓ ઘટાડી અને હોસ્પિટલ બોર્ડને મળતા બજેટ પર કાપ મૂકવાની શરૂઆત કરી હતી. SVP હોસ્પિટલને પ્રમોટ કરવા VS હોસ્પિટલમાં થતી સારવારમાં ઘટાડો કરાયો વર્ષ 2018માં સુપર સ્પેશિયાલીટી બંધ કરી દેવામાં આવ્યું તો 1200 બેડની હોસ્પિટલ હતી, જે ઘટાડી માત્ર 500 બેડની હોસ્પિટલ કરી દેવાઈ છે. જ્યારે હોસ્પિટલ બોર્ડને તો માત્ર 120 બેડની જ સત્તા અપાઈ છે. આ કરવા પાછળ કારણ માત્ર એટલું કે કરોડોના ખર્ચે SVP હોસ્પિટલ બનાવાઈ જેને પ્રમોટ કરી શકાય અને જો VS હોસ્પિટલમાં મળતી સારવારમાં ઘટાડો થાય તો જ દર્દીઓ SVP હોસ્પિટલમાં જાય. લાખો દર્દીઓ સારવાર મેળવે છે આમ તો શહેરમાં શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલ કે જ્યાં સૌથી વધારે દર્દીઓ પૂર્વ અમદાવાદના લાભ લઈ શકે તો પશ્ચિમ અમદાવાદીઓ માટે VS હોસ્પિટલ આશીર્વાદ રૂપ હતી, તેના પર કાપ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ સત્તાપક્ષ કહી રહ્યું છે કે કોર્ટ મેટર થઈ હતી અનેક પાસા ચકાસવા પડે ડીમોલિશન માટે પહેલા અન્ય વ્યવસ્થા ઉભી કરવી પડે, જેથી આ કામમાં મોડું થઈ રહ્યું છે. આમ, એક સમયે મેડિકલ સ્ટુડન્ટને જે હોસ્પિટલમાં પ્રેકટિકલ તાલીમ મળતી હતી અને લાખો દર્દીઓ સસ્તી સારવાર મેળવતા હતા, તેને ફરી ઉભી કરવામાં AMCને કોઈ રસના હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.

Ahmedabadની VS હોસ્પિટલ મૃતપાય હાલતમાં! સત્તાધીશોને રિનોવેશન કરવામાં કોઈ રસ નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં એક સમયે વર્ષે લાખો દર્દીઓની સારવારથી લઈને સર્જરી કરતી હોસ્પિટલ એટલે VS હોસ્પિટલ હાલ બીમાર હાલતમાં ઉભી છે અને AMCના પેટનું પાણી હલી રહ્યું નથી. છેલ્લા 4 વર્ષમાં 700 કરોડથી વધારેનું બજેટ ફાળવવામાં આવ્યું, પરંતુ મૃતપાય હાલતમાં હોસ્પિટલ છે, ત્યારે આખરે કેમ આવું આ દુર્દશા પાછળ ક્યા કારણો જવાબદાર છે. તે જાણીએ આ વિશેષ અહેવાલમાં.

AMCને VS હોસ્પિટલમાં નથી રહ્યો રસ

13 ડિસેમ્બર 1931માં શરૂ થયેલી VS હોસ્પિટલની આજે દુર્દશા થઈ ચૂકી છે. તેની પાછળ એક માત્ર કારણ જવાબદાર છે AMCની મેળો મુરાદ જીહાં અમે આ કહી રહ્યા છીએ કારણ કે AMCએ હોસ્પિટલના રીનોવેશન માટે કોઈ યોગ્ય પગલાં નથી અને એટલે જ આ હાલત થઈ છે VS હોસ્પિટલની. એક સમય હતો કે આ હોસ્પિટલમાં સામાન્ય સારવારથી લઈને સર્જરી સુધી દર્દીઓને નજીવા દરે સેવા મળતી હતી, પરંતુ હવે AMCને આ હોસ્પિટલમાં રસ નથી રહ્યો. કારણ કે AMC SVP હોસ્પિટલને પ્રમોટ કરવામાં લાગ્યું છે, પરંતુ SVP હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે નહિવત્ પ્રમાણમાં જાય છે. કારણ કે ત્યાં તમામ સારવાર VS હોસ્પિટલના પ્રમાણમાં મોંઘી સારવાર મળી રહી છે, જે સામાન્ય માણસને પોસાય તેમ નથી.

છેલ્લા 4 વર્ષમાં 782 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું

AMC તંત્ર સતત કહી રહ્યું છે બજેટ ફાળવવામાં આવી રહ્યું છે અને જરૂરી મરામત કરાવવામાં આવી રહી છે, પરંતુ હકીકત શું છે તે દ્રશ્યો બતાવી રહ્યા છે. છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો 782 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ચાલુ વર્ષમાં જ 55 કરોડ રૂપિયા ટ્રોમા સેન્ટરના નવીનીકરણ માટે ફાળવવામાં આવ્યા છે, પરંતુ નવીનીકરણ નથી કરાઈ રહ્યું,

છેલ્લા 4 વર્ષમાં 4 લાખ 61 હજારથી વધારે લોકોએ આઉટડોર સારવાર, જ્યારે 9165 લોકોએ ઈન્ડોર સારવાર લીધી છે. AMCએ વર્ષ 2019માં SVP હોસ્પિટલ શરૂ કરી એટલે કે એ અગાઉના વર્ષમાં VS હોસ્પિટલની સેવાઓ ઘટાડી અને હોસ્પિટલ બોર્ડને મળતા બજેટ પર કાપ મૂકવાની શરૂઆત કરી હતી.

SVP હોસ્પિટલને પ્રમોટ કરવા VS હોસ્પિટલમાં થતી સારવારમાં ઘટાડો કરાયો

વર્ષ 2018માં સુપર સ્પેશિયાલીટી બંધ કરી દેવામાં આવ્યું તો 1200 બેડની હોસ્પિટલ હતી, જે ઘટાડી માત્ર 500 બેડની હોસ્પિટલ કરી દેવાઈ છે. જ્યારે હોસ્પિટલ બોર્ડને તો માત્ર 120 બેડની જ સત્તા અપાઈ છે. આ કરવા પાછળ કારણ માત્ર એટલું કે કરોડોના ખર્ચે SVP હોસ્પિટલ બનાવાઈ જેને પ્રમોટ કરી શકાય અને જો VS હોસ્પિટલમાં મળતી સારવારમાં ઘટાડો થાય તો જ દર્દીઓ SVP હોસ્પિટલમાં જાય.

લાખો દર્દીઓ સારવાર મેળવે છે

આમ તો શહેરમાં શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલ કે જ્યાં સૌથી વધારે દર્દીઓ પૂર્વ અમદાવાદના લાભ લઈ શકે તો પશ્ચિમ અમદાવાદીઓ માટે VS હોસ્પિટલ આશીર્વાદ રૂપ હતી, તેના પર કાપ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ સત્તાપક્ષ કહી રહ્યું છે કે કોર્ટ મેટર થઈ હતી અનેક પાસા ચકાસવા પડે ડીમોલિશન માટે પહેલા અન્ય વ્યવસ્થા ઉભી કરવી પડે, જેથી આ કામમાં મોડું થઈ રહ્યું છે. આમ, એક સમયે મેડિકલ સ્ટુડન્ટને જે હોસ્પિટલમાં પ્રેકટિકલ તાલીમ મળતી હતી અને લાખો દર્દીઓ સસ્તી સારવાર મેળવતા હતા, તેને ફરી ઉભી કરવામાં AMCને કોઈ રસના હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.