Ahmedabadના સિંધુભવન રોડ પર ઓડી કાર ચાલકે બાઈક ચાલકને હવામાં ફંગોળ્યો

અમદાવાદના સિંધુભવન રોડ પર લક્ઝુરિયસ કારચાલકે ગંભીર રીતે અકસ્માત સર્જયો છે,સિંધુભવન રોડ પર કારચાલકે બાઈકને ટક્કર મારી હતી જેમાં હવામાં બાઈક સવાર ફંગોળાયા હતા જેમાં બે વ્યકિતઓને ગંભીર રીતે ઈજા પહોંચી છે અને તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને ઈજાગ્રસ્તનો સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાઈક સવારને માથાના ભાગે ઈજા સિંધુભવન રોડ પર આમપણ નબીરાઓ બેફામ બની ગયા છે,વારંવાર અકસ્માતની ઘટના સર્જાતી હોય છે ત્યારે આવી જ એક ઘટના ફરી સર્જાઈ હતી જેમાં ઓડી કારના ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારી બે લોકોને હવામાં ઉછાળ્યા હતા,આ મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથધરી છે અને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે,કારને પણ નુકસાન પહોંચ્યું છે અને બાઈક ચાલકનું બાઈક સંપૂર્ણ રીતે નષ્ટ થયું છે,અકસ્માત સર્જીને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે.એન ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથધરી છે. મેંગો રેસ્ટોરન્ટ પાસે બન્યો બનાવ અમદાવાદ સિંધુ ભવન રોડ પર ગત રાત્રે 10:00 વાગ્યાના આસપાસ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જે સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સિંધુભવન રોડ પર આવેલ મેંગો રેસ્ટોરન્ટ પાસે RJ 12 BS 2427 બાઈક લઈને બે શખ્સો જઇ રહ્યા હતા. તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવી રહેલી GJ 01 WP 7233 નંબરની ઓડી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે, બંને યુવાનો 10 ફૂટ દુર ફંગોળાયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીની મદદ લીધી આ સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવીની પણ મદદ લીધી છે અને કારના ચાલકની શોધખોળ તેની નંબર પ્લેટના આધારે કરી છે,કાર ચાલક ઝડપાય પછી ખબર પડે કે તે નશામાં હતો કે નહી,ત્યારે વધુમાં આરોપી ઝડપાય પછી અનેક ખુલાસાઓ થઈ શકે છે,પોલીસે ઈજાગ્રસ્તોના પણ નિવેદન લીધા છે.ત્યારે બે માંથી એક વ્યકિત ઘટના સ્થળે બેભાન થઈ ગયો હતો,કાર ચાલકે પાછળથી બાઈક સવારને ટક્કર મારી છે,તો પોલીસે પણ અન્ય લોકોના નિવેદન લીધા છે.  

Ahmedabadના સિંધુભવન રોડ પર ઓડી કાર ચાલકે બાઈક ચાલકને હવામાં ફંગોળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સિંધુભવન રોડ પર લક્ઝુરિયસ કારચાલકે ગંભીર રીતે અકસ્માત સર્જયો છે,સિંધુભવન રોડ પર કારચાલકે બાઈકને ટક્કર મારી હતી જેમાં હવામાં બાઈક સવાર ફંગોળાયા હતા જેમાં બે વ્યકિતઓને ગંભીર રીતે ઈજા પહોંચી છે અને તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને ઈજાગ્રસ્તનો સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બાઈક સવારને માથાના ભાગે ઈજા

સિંધુભવન રોડ પર આમપણ નબીરાઓ બેફામ બની ગયા છે,વારંવાર અકસ્માતની ઘટના સર્જાતી હોય છે ત્યારે આવી જ એક ઘટના ફરી સર્જાઈ હતી જેમાં ઓડી કારના ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારી બે લોકોને હવામાં ઉછાળ્યા હતા,આ મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથધરી છે અને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે,કારને પણ નુકસાન પહોંચ્યું છે અને બાઈક ચાલકનું બાઈક સંપૂર્ણ રીતે નષ્ટ થયું છે,અકસ્માત સર્જીને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે.એન ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથધરી છે.

મેંગો રેસ્ટોરન્ટ પાસે બન્યો બનાવ

અમદાવાદ સિંધુ ભવન રોડ પર ગત રાત્રે 10:00 વાગ્યાના આસપાસ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જે સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સિંધુભવન રોડ પર આવેલ મેંગો રેસ્ટોરન્ટ પાસે RJ 12 BS 2427 બાઈક લઈને બે શખ્સો જઇ રહ્યા હતા. તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવી રહેલી GJ 01 WP 7233 નંબરની ઓડી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે, બંને યુવાનો 10 ફૂટ દુર ફંગોળાયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા.

પોલીસે સીસીટીવીની મદદ લીધી

આ સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવીની પણ મદદ લીધી છે અને કારના ચાલકની શોધખોળ તેની નંબર પ્લેટના આધારે કરી છે,કાર ચાલક ઝડપાય પછી ખબર પડે કે તે નશામાં હતો કે નહી,ત્યારે વધુમાં આરોપી ઝડપાય પછી અનેક ખુલાસાઓ થઈ શકે છે,પોલીસે ઈજાગ્રસ્તોના પણ નિવેદન લીધા છે.ત્યારે બે માંથી એક વ્યકિત ઘટના સ્થળે બેભાન થઈ ગયો હતો,કાર ચાલકે પાછળથી બાઈક સવારને ટક્કર મારી છે,તો પોલીસે પણ અન્ય લોકોના નિવેદન લીધા છે.