Ahmedabadના સાણંદ પોલીસ સ્ટેશનના આંગણામાં યુવકને ઝાડ સાથે બાંધી માર મારતો ફોટો વાયરલ

Jul 17, 2026 - 23:30
Ahmedabadના સાણંદ પોલીસ સ્ટેશનના આંગણામાં યુવકને ઝાડ સાથે બાંધી માર મારતો ફોટો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ગ્રામ્ય પોલીસ તંત્રને કટોકટીમાં મૂકે તેવી એક અત્યંત ચોંકાવનારી અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતી ઘટના સામે આવી છે. સાણંદ પોલીસ સ્ટેશનની બિલકુલ બહાર, તેના આંગણામાં જ એક યુવકને ઝાડ સાથે દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યો હોવાનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સામે આવ્યા બાદ પોલીસ કર્મચારીઓની માનવતાવિહીન કામગીરીને લઈને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

વાયરલ ફોટામાં બે શખ્સો ઉભેલા દેખાયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ રહેલા આ ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ભોગ બનનાર યુવકને સાણંદ પોલીસ સ્ટેશનના પટાંગણમાં આવેલા એક ઝાડ સાથે બાંધી દેવાયો છે. એટલું જ નહીં, બે શખ્સો તેને દોરડા વડે પકડીને ઊભા રાખેલા દ્રશ્યમાન થાય છે અને આસપાસ અન્ય કેટલાક લોકો પણ મૂકપ્રેક્ષક બનીને ઊભા જોવા મળી રહ્યા છે. પોલીસ મથકની અંદર જ આ પ્રકારનું અત્યાચારભર્યું કૃત્ય આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં ઘટનાનો ફોટો થયો વાયરલ

આ અમાનવીય ઘટનાનો ફોટો વાયરલ થતાં જ સ્થાનિક નાગરિકો અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પોલીસની આવી દાદાગીરી અને કાયદાના લીરેલીરા ઉડાડતી પદ્ધતિ સામે તીવ્ર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. રક્ષક જ ભક્ષક બન્યા હોય તેમ પોલીસ સ્ટેશનના પરિસરમાં કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી, તેને લઈને ચર્ચાઓ જાગી છે. આ ચકચારી મામલે હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે અને કસૂરવારો સામે કડક પગલાં લેવાય તેવી લોકમાંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0