Ahmedabadના સરખેજમાં આવેલ ભારતી આશ્રમના ગાદીપતિને લઈ શરૂ થયો મોટો વિવાદ !

ભારતી બાપુના શિષ્ય હરિહરાનંદ બાપુ પહોંચ્યા સરખેજ આશ્રમ આ આશ્રમ બાપુએ મને સોંપ્યું હોવાનો હરિહરાનંદનો દાવો પહેલા પણ આ મામલે વિવાદ થયો હતો અમદાવાદના સરખેજમાં આવેલ ભારતી આશ્રમના ગાદીપતિને લઈ વિવાદ શરૂ થયો છે,ફરી હરિહરાનંદ બાપુએ સરખેજ આવીને દાવો કર્યો છે કે,આ આશ્રમ બાપુએ મને સોંપ્યો હતો તો આ આશ્રમનો ગાદીપતિ હું રહીશ,ત્યારે આ આશ્રમમાં હાલ ઋષીભારતી બાપુ બેસે છે,ત્યારે ભારતી આશ્રમની ગાદીને લઈ વિવાદમાં આગળ શું થાય છે તે જોવાનું રહ્યું. જૂનાગઢથી હરિહરાનંદ બાપુ આવ્યા સરખેજ સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે,જગતગુરૂ 1008 જગતગુરુ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે જૂનાગઢથી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો હતો.પોલીસને લઈ અને કોર્ટના ઓર્ડર સાથે તેઓ પોતાના સમર્થકોની હાજરીમાં મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા,બીજી તરફ અત્યારસુધી આશ્રમનો વહીવટ કરતા ઋષિભારતી બાપુ ગઈકાલથી બહાર નિકળી ગયા છે. પહેલા પણ વિવાદ વકર્યો જગતગુરુ મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજના ભારતી આશ્રમ પર સંચાલનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ભારતી બાપુએ સ્થાપેલા ચાર આશ્રમો પૈકી ત્રણ આશ્રમનો વહીવટ હરિહરાનંદ બાપુ કરે છે, પરંતુ સરખેજ આશ્રમનો વહીવટ ઋષિ ભારતી દ્વારા કરવામાં આવતો હતો. હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસિયત નામું રજૂ કરવાના પણ આક્ષેપો કર્યા હતા. 5 સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હોવાથી સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો. 1 એપ્રિલ 1951ના રોજ મહામંડલેશ્વર કલ્યાણ બાપુનો થયો હતો જન્મ મહામંડલેશ્વર કલ્યાણ આનંદ આરતી બાપુનો જન્મ એક એપ્રિલ 1951ના રોજ થયો હતો. તેઓ વર્ષોથી સરખેજ ભારતી બાપુના આશ્રમ સાથે જોડાયેલા હતા.સંત મહામંડલેશ્વર કલ્યાણાનંદ બાપુ ગરીબ બાળકોના શિક્ષણ, વૃદ્ધાશ્રમ અને ગૌ સેવા સહિતના કાર્યો સાથે જોડાયેલા હતા.9 માર્ચ 2024ના રોજ તેઓ બ્રહ્મલીન થયા હતા. 

Ahmedabadના સરખેજમાં આવેલ ભારતી આશ્રમના ગાદીપતિને લઈ શરૂ થયો મોટો વિવાદ !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારતી બાપુના શિષ્ય હરિહરાનંદ બાપુ પહોંચ્યા સરખેજ આશ્રમ
  • આ આશ્રમ બાપુએ મને સોંપ્યું હોવાનો હરિહરાનંદનો દાવો
  • પહેલા પણ આ મામલે વિવાદ થયો હતો

અમદાવાદના સરખેજમાં આવેલ ભારતી આશ્રમના ગાદીપતિને લઈ વિવાદ શરૂ થયો છે,ફરી હરિહરાનંદ બાપુએ સરખેજ આવીને દાવો કર્યો છે કે,આ આશ્રમ બાપુએ મને સોંપ્યો હતો તો આ આશ્રમનો ગાદીપતિ હું રહીશ,ત્યારે આ આશ્રમમાં હાલ ઋષીભારતી બાપુ બેસે છે,ત્યારે ભારતી આશ્રમની ગાદીને લઈ વિવાદમાં આગળ શું થાય છે તે જોવાનું રહ્યું.

જૂનાગઢથી હરિહરાનંદ બાપુ આવ્યા સરખેજ

સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે,જગતગુરૂ 1008 જગતગુરુ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે જૂનાગઢથી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો હતો.પોલીસને લઈ અને કોર્ટના ઓર્ડર સાથે તેઓ પોતાના સમર્થકોની હાજરીમાં મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા,બીજી તરફ અત્યારસુધી આશ્રમનો વહીવટ કરતા ઋષિભારતી બાપુ ગઈકાલથી બહાર નિકળી ગયા છે.

પહેલા પણ વિવાદ વકર્યો

જગતગુરુ મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજના ભારતી આશ્રમ પર સંચાલનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ભારતી બાપુએ સ્થાપેલા ચાર આશ્રમો પૈકી ત્રણ આશ્રમનો વહીવટ હરિહરાનંદ બાપુ કરે છે, પરંતુ સરખેજ આશ્રમનો વહીવટ ઋષિ ભારતી દ્વારા કરવામાં આવતો હતો. હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસિયત નામું રજૂ કરવાના પણ આક્ષેપો કર્યા હતા. 5 સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હોવાથી સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો.

1 એપ્રિલ 1951ના રોજ મહામંડલેશ્વર કલ્યાણ બાપુનો થયો હતો જન્મ

મહામંડલેશ્વર કલ્યાણ આનંદ આરતી બાપુનો જન્મ એક એપ્રિલ 1951ના રોજ થયો હતો. તેઓ વર્ષોથી સરખેજ ભારતી બાપુના આશ્રમ સાથે જોડાયેલા હતા.સંત મહામંડલેશ્વર કલ્યાણાનંદ બાપુ ગરીબ બાળકોના શિક્ષણ, વૃદ્ધાશ્રમ અને ગૌ સેવા સહિતના કાર્યો સાથે જોડાયેલા હતા.9 માર્ચ 2024ના રોજ તેઓ બ્રહ્મલીન થયા હતા.