Ahmedabadના શાહીબાગ ખાતે આવેલ નમસ્તે સર્કલ પાસે પડયો મસમોટો ભૂવો
અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે.શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ભૂવો પડતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે,વહેલી સવારે ભૂવો પડતા રસ્તો બંધ કરાયો છે અને રોડને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.રસ્તો બંધ કરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે,અને ફરીને જવાનો વારો આવ્યો છે.એક તરફ પાણીની લાઇનનું સમારકામ બીજી તરફ ભૂવો પડયો છે.AMCએ જગ્યા કોર્ડન કરીને સંતોષ માન્યો છે. રોડ પર ભૂવાની નથી કરાઈ કામગીરી અમદાવાદના શાહીબાગ ખાતે ભૂવો પડયો છે,સાથે સાથે રોડને કોર્ડન તો કરાયો પણ ભૂવો પૂરવાની કામગીરી હજી કરવામા આવી નથી જેના કારણે વાહનચાલકોને તકલીફ પડી રહી છે,મહત્વનું છે કે,જે રીતે ભૂવો પડયો છે,તેમાં રોડનું ડામર ભૂવાની સાથે નીચે પડી ગયું છે,એક તરફ પાણીની લાઈનનું સમારકામ અને બીજી તરફ ભૂવાના કારણે શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. શહેરમાં 40થી વધુ ભૂવા પડયા અમદાવાદ શહેરમાં વરસાદના કારણે 40થી વધુ ભૂવા પડયા હોવાની વાત સામે આવી છે,શહેરમાં સૌથી વધુ ભૂવા અને ખરાબ રોડ પૂર્વ વિસ્તારમાં છે,અમદાવાદના ઘાટલોડિયામાં ભૂવો પડવાના કારણે સ્થાનિકોને બે કિમી ફરીને જવાનો વારો આવ્યો છે,શહેરમા ભૂવા પડતા સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો છે,તેમનું કહેવુ છે કે,અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભૂવો પડવાની તેમજ રોડ ખરાબ થવાની સમસ્યા સર્જાતી હોય છે. અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 319 ભૂવા પડ્યા: AMC વિપક્ષ નેતા AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે વધુમાં કહ્યું કે અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 319 ભૂવા પડ્યા છે અને આ ભૂવા રિપેર કરવામાં 4 વર્ષમાં 48 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ત્યારે વર્ષોથી એએમસી દ્વારા એક જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, RKC નામની કંપનીને રૂપિયા 600 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. શહેરમાં રોડ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું શહેરમાં વ્હાઈટ ટોપિંગ રોડ, પ્લાસ્ટિક રોડ, આઈકોનિક રોડ જેવા અનેક અલગ અલગ નામ આપવામાં આવે છે પણ રોડની સ્થિતિ એકની એક જ જોવા મળે છે. શહેરમાં રોડ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. ત્યારે હવે અમે રોડને લઈને વિજિલન્સ તપાસની માગ કરીશું તેવુ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે.શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ભૂવો પડતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે,વહેલી સવારે ભૂવો પડતા રસ્તો બંધ કરાયો છે અને રોડને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.રસ્તો બંધ કરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે,અને ફરીને જવાનો વારો આવ્યો છે.એક તરફ પાણીની લાઇનનું સમારકામ બીજી તરફ ભૂવો પડયો છે.AMCએ જગ્યા કોર્ડન કરીને સંતોષ માન્યો છે.
રોડ પર ભૂવાની નથી કરાઈ કામગીરી
અમદાવાદના શાહીબાગ ખાતે ભૂવો પડયો છે,સાથે સાથે રોડને કોર્ડન તો કરાયો પણ ભૂવો પૂરવાની કામગીરી હજી કરવામા આવી નથી જેના કારણે વાહનચાલકોને તકલીફ પડી રહી છે,મહત્વનું છે કે,જે રીતે ભૂવો પડયો છે,તેમાં રોડનું ડામર ભૂવાની સાથે નીચે પડી ગયું છે,એક તરફ પાણીની લાઈનનું સમારકામ અને બીજી તરફ ભૂવાના કારણે શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.
શહેરમાં 40થી વધુ ભૂવા પડયા
અમદાવાદ શહેરમાં વરસાદના કારણે 40થી વધુ ભૂવા પડયા હોવાની વાત સામે આવી છે,શહેરમાં સૌથી વધુ ભૂવા અને ખરાબ રોડ પૂર્વ વિસ્તારમાં છે,અમદાવાદના ઘાટલોડિયામાં ભૂવો પડવાના કારણે સ્થાનિકોને બે કિમી ફરીને જવાનો વારો આવ્યો છે,શહેરમા ભૂવા પડતા સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો છે,તેમનું કહેવુ છે કે,અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભૂવો પડવાની તેમજ રોડ ખરાબ થવાની સમસ્યા સર્જાતી હોય છે.
અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 319 ભૂવા પડ્યા: AMC વિપક્ષ નેતા
AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે વધુમાં કહ્યું કે અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 319 ભૂવા પડ્યા છે અને આ ભૂવા રિપેર કરવામાં 4 વર્ષમાં 48 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ત્યારે વર્ષોથી એએમસી દ્વારા એક જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, RKC નામની કંપનીને રૂપિયા 600 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
શહેરમાં રોડ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું
શહેરમાં વ્હાઈટ ટોપિંગ રોડ, પ્લાસ્ટિક રોડ, આઈકોનિક રોડ જેવા અનેક અલગ અલગ નામ આપવામાં આવે છે પણ રોડની સ્થિતિ એકની એક જ જોવા મળે છે. શહેરમાં રોડ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. ત્યારે હવે અમે રોડને લઈને વિજિલન્સ તપાસની માગ કરીશું તેવુ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું