Ahmedabadના વાડજમાં 11 કિન્નરોએ મચાવ્યો આતંક, ઘરમાં હથોડો લઈ કરી તોડફોડ

અમદાવાદમાં વધુ એકવાર કિન્નરોની બબાલ સામે આવી છે જેમાં વાડજમાં 11 કિન્નરોએ ભેગા મળીને આતંક મચાવ્યો છે,અને ઘરમાં તોડ ફોડ કરી છે,યજમાન વૃત્તિ અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને આ તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.કિન્નરોએ ઘરમાં ઘુસીને આ તોડફોડ કરી છે જેમાં પોલીસે 10 થી વધુ કિન્નરો વિરુદ્ધ રાયોટીંગની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. વાડજ પોલીસે નોંધ્યો ગુનો વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના કલાક 2.30 વાગ્યાના સુમારે કિન્નરો (૧) કામીની દે કસિસ દે પાવૈયા ઉવ.૩૩, (૨) જીયા દે કામીની દે પાવૈયા ઉવ.૪૪, (૩) હિના દે કામીની દે પાવૈયા ઉવ.૩૩, (૪) સાવન દે એકતા દે પાવૈયા ઉવ.૧૮, (૫) ગજાલા દે કસિસ દે પાવૈયા ઉવ.૩૯, (૬) સોનમ દે કામીની દે પાવૈયા ઉવ.૩૧, (૭) રીમઝીમ દે કામીની દે પાવૈયા ઉવ.૪૩, (૮) અંજના દે હિના દે પાવૈયા ઉવ.૨૧, (૯) કરીના દે સેજલ દે પાવૈયા ઉવ.૨૮, (૧૦) ઇસીતા દે હિના દે પાવૈયા ઉવ.૩૩ તથા (૧૧) સેજલ દે કામીની દે પાવૈયા ઉવ.૩૧ તમામ રહે- ગોલ્ડન વિલા બીબી તળાવ ચાર રસ્તા વટવા નારોલ રોડ વટવા અમદાવાદ શહેર નાઓ ભેગા મળી ઘર નંબર ૨૦-૨૧ પાવૈયાનો મઢ, ચાંપાનેર સોસાયટી, લક્ષ્મીનારાયણ મંદિર પાસે, જુના વાડજ ખાતેના ઘરમાં ઘુસી જઇ તોડફોડ કરી નુકશાન કરેલ હોય જે અનુસંધાને વાડજ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૨૩૨૫૦૦૮૩/૨૫ બી.એન.એસ.૨૦૨૩ની કલમ-૩૩૩,૨૯૬(બી), ૩૫૧(૩),૩૨૪(૫),૧૮૯(૨),૧૮૯(૪),૧૯૦,૬૧ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાના કામે ઉપરોકત આરોપીઓને અટક કરવામાં આવેલ છે. યજમાન પ્રવૃતિને લઈ થઈ બબાલ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો યજમાન પ્રવૃતિને લઈ અને અંગત અદાવતમાં આ ધમાલ કરી હોવાની વાત સામે આવી છે,આમ પણ ગુજરાતમાં કિન્નરો અવાર-નવાર માથાકૂટ કરતા હોય છે,કયારેક કિન્નરો વચ્ચે પણ અંગત અદાવતમાં માથાકૂટ થતી હોય છે,ત્યારે સામાન્ય વ્યકિતને હેરાન કરીને રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે અને તમે કિન્નરોની માંગણી પ્રમાણે રૂપિયા ના આપો તો તે લોકો હેરાન પણ કરતા હોય છે આવા રોજના ઘણા કિસ્સા ગુજરાતમાં બનતા હોય છે,ત્યારે આવા કિન્નરોને કાયદાનો પાઠ ભણાવવો પણ જરૂરી છે.

Ahmedabadના વાડજમાં 11 કિન્નરોએ મચાવ્યો આતંક, ઘરમાં હથોડો લઈ કરી તોડફોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વધુ એકવાર કિન્નરોની બબાલ સામે આવી છે જેમાં વાડજમાં 11 કિન્નરોએ ભેગા મળીને આતંક મચાવ્યો છે,અને ઘરમાં તોડ ફોડ કરી છે,યજમાન વૃત્તિ અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને આ તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.કિન્નરોએ ઘરમાં ઘુસીને આ તોડફોડ કરી છે જેમાં પોલીસે 10 થી વધુ કિન્નરો વિરુદ્ધ રાયોટીંગની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.

વાડજ પોલીસે નોંધ્યો ગુનો

વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના કલાક 2.30 વાગ્યાના સુમારે કિન્નરો (૧) કામીની દે કસિસ દે પાવૈયા ઉવ.૩૩, (૨) જીયા દે કામીની દે પાવૈયા ઉવ.૪૪, (૩) હિના દે કામીની દે પાવૈયા ઉવ.૩૩, (૪) સાવન દે એકતા દે પાવૈયા ઉવ.૧૮, (૫) ગજાલા દે કસિસ દે પાવૈયા ઉવ.૩૯, (૬) સોનમ દે કામીની દે પાવૈયા ઉવ.૩૧, (૭) રીમઝીમ દે કામીની દે પાવૈયા ઉવ.૪૩, (૮) અંજના દે હિના દે પાવૈયા ઉવ.૨૧, (૯) કરીના દે સેજલ દે પાવૈયા ઉવ.૨૮, (૧૦) ઇસીતા દે હિના દે પાવૈયા ઉવ.૩૩ તથા (૧૧) સેજલ દે કામીની દે પાવૈયા ઉવ.૩૧ તમામ રહે- ગોલ્ડન વિલા બીબી તળાવ ચાર રસ્તા વટવા નારોલ રોડ વટવા અમદાવાદ શહેર નાઓ ભેગા મળી ઘર નંબર ૨૦-૨૧ પાવૈયાનો મઢ, ચાંપાનેર સોસાયટી, લક્ષ્મીનારાયણ મંદિર પાસે, જુના વાડજ ખાતેના ઘરમાં ઘુસી જઇ તોડફોડ કરી નુકશાન કરેલ હોય જે અનુસંધાને વાડજ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૨૩૨૫૦૦૮૩/૨૫ બી.એન.એસ.૨૦૨૩ની કલમ-૩૩૩,૨૯૬(બી), ૩૫૧(૩),૩૨૪(૫),૧૮૯(૨),૧૮૯(૪),૧૯૦,૬૧ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાના કામે ઉપરોકત આરોપીઓને અટક કરવામાં આવેલ છે.

યજમાન પ્રવૃતિને લઈ થઈ બબાલ

સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો યજમાન પ્રવૃતિને લઈ અને અંગત અદાવતમાં આ ધમાલ કરી હોવાની વાત સામે આવી છે,આમ પણ ગુજરાતમાં કિન્નરો અવાર-નવાર માથાકૂટ કરતા હોય છે,કયારેક કિન્નરો વચ્ચે પણ અંગત અદાવતમાં માથાકૂટ થતી હોય છે,ત્યારે સામાન્ય વ્યકિતને હેરાન કરીને રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે અને તમે કિન્નરોની માંગણી પ્રમાણે રૂપિયા ના આપો તો તે લોકો હેરાન પણ કરતા હોય છે આવા રોજના ઘણા કિસ્સા ગુજરાતમાં બનતા હોય છે,ત્યારે આવા કિન્નરોને કાયદાનો પાઠ ભણાવવો પણ જરૂરી છે.