Ahmedabadના માંડલમાં બે દિવસની તારાજી બાદ પાણી ઓસરવાનું શરૂ, 500 લોકોનું સ્થળાંતર અને નેટવર્ક ઠપ થતાં જનજીવન પ્રભાવિત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ગ્રામ્યના માંડલ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસેલા મુશળધાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. ગુરુવારે માંડલ ગામમાં ચારેકોર જળબંબાકારના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, શુક્રવારે વરસાદે વિરામ લેતાં જ રોડ-રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી ધીમે-ધીમે ઓસરવાનું શરૂ થયું છે. પાણી ઉતરતા તંત્ર અને સ્થાનિક રહીશોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ બે દિવસના સતત વરસાદે સમગ્ર વિસ્તારના જનજીવનને ભારે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.
એસ.ટી. બસ અને ખાનગી પરિવહન ઠપ
ભારે જળબંબાકારના કારણે માંડલમાં એસ.ટી. બસ સેવાના તમામ રૂટ રદ કરી દેવામાં આવ્યા હતા તેમજ ખાનગી પરિવહન સેવાઓ પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. પાણી ભરાવાને કારણે વિરમગામ અને દસાડાને જોડતા મુખ્ય માર્ગો બંધ થઈ જતાં અમદાવાદ સહિત અન્ય શહેરો તરફ જવા માગતા અસંખ્ય લોકો અને મુસાફરો વચ્ચે રસ્તે અટવાઈ પડ્યા હતા. આ ઉપરાંત, શુક્રવાર સવારથી જ સમગ્ર માંડલ ગામમાં ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી પણ સંપૂર્ણપણે ખોરવાઈ જતાં લોકોનો સંપર્ક કપાઈ ગયો હતો.
નીચાણવાળા વિસ્તારોમાંથી 500 લોકોનું સલામત સ્થળાંતર
માંડલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સ્થિતિની ગંભીરતા જોઈને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુશ્કેલીમાં મુકાયેલા અને જળબંબાકારમાં ફસાયેલા આશરે 500 જેટલા લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે આશ્રય અને પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં પાણી ઓસરી રહ્યા હોવાથી તંત્ર દ્વારા સફાઈ અને માર્ગો પૂર્વવત કરવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

