Ahmedabadના નારોલ હાઇવે પર રિક્ષાચાલકની જીવલેણ બેદરકારી: જાહેર રોડ પર જોખમી સ્ટંટનો વીડિયો આવ્યો સામે

Jul 3, 2026 - 19:00
Ahmedabadના નારોલ હાઇવે પર રિક્ષાચાલકની જીવલેણ બેદરકારી: જાહેર રોડ પર જોખમી સ્ટંટનો વીડિયો આવ્યો સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના માર્ગો પર ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતો અને લોકોના જીવ જોખમમાં મૂકતો વધુ એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ચોંકાવનારી ઘટના અમદાવાદના વ્યસ્ત એવા નારોલ રોડ નજીકની હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં એક રિક્ષાચાલક જાહેર હાઇવે પર અન્ય વાહનોની વચ્ચે અત્યંત બેદરકારી અને ગંભીર રીતે રિક્ષા હંકારીને જોખમી સ્ટંટ કરતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ પ્રકારના જોખમી ડ્રાઇવિંગથી માત્ર રિક્ષાચાલકનો જ નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા.

ન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરાયો

આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ, આ જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર સસ્તા પ્રમોશન અને લાઇક્સ મેળવવાના આશયથી 'Rishi Thakur001' નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી અપલોડ કરવામાં આવ્યો હતો. રીલ બનાવવાના ચક્કરમાં રિક્ષાચાલકે ટ્રાફિકના તમામ કાયદાઓને નેવે મૂકી દીધા હતા. વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સ દ્વારા આવા બેજવાબદાર ચાલકો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

વીડિયો વાયરલ થતાં પોલીસ તપાસની માગ

અમદાવાદ શહેરમાં અવારનવાર યુવાનો અને વાહનચાલકો દ્વારા સ્ટંટના વીડિયો બનાવીને વાયરલ કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. નારોલ રોડ પર બનેલી આ ઘટનાનો વીડિયો હવે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી શેર થઈ રહ્યો છે, જે સીધો પોલીસ તંત્રના જાહેરનામાને પડકાર ફેંકી રહ્યો છે. આ મામલો ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના ધ્યાને આવતા જ વીડિયોના આધારે રિક્ષાના રજીસ્ટ્રેશન નંબર અને ઇન્સ્ટાગ્રામ આઇડીની વિગતો મેળવીને સ્ટંટબાજ ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0