Ahmedabadના ચાંદખેડામાં તળાવમાં ગટરના પાણી સાથે ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું

અમદાવાદમાં તંત્રના પાપે ચાંદખેડામાં રહીશો પરેશાન તળાવમાં ગટરના પાણી અને ગંદકીનું સામ્રાજ્ય ચાંદખેડામાં ગંદકીના કારણે દુર્ગંધ મારતા ભારે રોષ અમદાવાદના ચાંદખેડામાં આવેલા તળાવમાં ગટરના પાણી સાથે ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ મામલે ધારાસભ્ય અને કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી,આજે સ્થાનિકોએ ભેગા મળીને ચાંદખેડાના તળાવ ખાતે વિરોધ કર્યો હતો,તળવાના પાણીમાં ગટરના પાણી ભરાઈ જતા દુર્ગંધ મારી રહી છે. ચાંદખેડામાં ઘરે ઘરે રોગચાળો ચાંદખેડાના સ્થાનિકોનું કહેવું છે કે,તળવામા ગંદકી હોવાના કારણે મચ્છરોનું સામ્રાજય જોવા મળ્યું છે,સાથે સાથે આસપાસની સોસાયટીઓ તેમજ ફલેટોમાં ડેન્ગયૂના અને મલેરિયાના કેસો પણ નોંધાયા છે.તળવાના બદલે સારૂ લેક બને તેવી લોકોની માગ છે,જો સારૂ લેક બને તો લોકો વોકિંગ તેમજ ફરવા માટે પણ આવી શકે,પરંતુ તંત્ર દ્રારા કોઈ કામગીરી સરખી રીતે નહી થતી હોવાનો દાવો સ્થાનિકો દ્રારા કરવામાં આવી રહ્યો છે.ચાંદખેડા વિસ્તારનું આ તળાવ સારૂ ડેવલપ કરવા સ્થાનિકોની માંગ હંમેશા રહી છે. તળવામાં ગટરના પાણી ભરાયા ચાંદખેડાના આ તળવામાં ચોખ્ખા પાણીના બદલે ગટરના પાણી ભળી ગયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે,સ્થાનિકોનું કહેવું છે કે,રોડ પરથી નિકળીએ એટલે દુર્ગંધ મારતી હોય છે અને રોડ પર પણ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે,ત્યારે તંત્ર તેમની આળસ ખંખેરીને કામગીરી કરે તે જરૂરી બન્યું છે,અગામી સમયમાં જો આ તળવાને લઈ કામગીરી નહી કરવામાં આવે તો સ્થાનિકોએ ધરણા કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે,તો તંત્ર સ્થાનિકોને પડતી તકલીફ દૂર કરે તે જરૂરી બન્યું છે. ચાંદખેડામાં રોડની પણ છે તકલીફ ઉમા ભાવની અંડરપાસથી IOC અંડરપાસને જોડતા રસ્તાને ખોદી નાંખવામાં આવ્યો છે. નર્મદાની પાઇપલાઇન માટે રોડનું ખોદખામ તો કરી નાંખ્યું પરંતુ તંત્ર જાણે રોડનું સમારકામ કરવાનું ભૂલી ગયું હોય તેમ 4 મહિનાથી રોડની હાલત એવી જ છે. બીજી તરફ આઈઓસી પાસે અંડર પાસ બની રહ્યો હોવાથી રોડ બંધ પણ કરવામાં આવતા નાકોડા સોસાયટી, ગ્રીન પાર્ક, માહિપાલનગર, જ્ઞાનેશ્વરપાર્ક, પ્રમુખ સોસાયટી સહિતની 20 જેટલી સોસાયટીના રહીશોએ ફરીને જવાની નોબત આવી છે.  

Ahmedabadના ચાંદખેડામાં તળાવમાં ગટરના પાણી સાથે ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં તંત્રના પાપે ચાંદખેડામાં રહીશો પરેશાન
  • તળાવમાં ગટરના પાણી અને ગંદકીનું સામ્રાજ્ય
  • ચાંદખેડામાં ગંદકીના કારણે દુર્ગંધ મારતા ભારે રોષ

અમદાવાદના ચાંદખેડામાં આવેલા તળાવમાં ગટરના પાણી સાથે ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,આ મામલે ધારાસભ્ય અને કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી,આજે સ્થાનિકોએ ભેગા મળીને ચાંદખેડાના તળાવ ખાતે વિરોધ કર્યો હતો,તળવાના પાણીમાં ગટરના પાણી ભરાઈ જતા દુર્ગંધ મારી રહી છે.

ચાંદખેડામાં ઘરે ઘરે રોગચાળો

ચાંદખેડાના સ્થાનિકોનું કહેવું છે કે,તળવામા ગંદકી હોવાના કારણે મચ્છરોનું સામ્રાજય જોવા મળ્યું છે,સાથે સાથે આસપાસની સોસાયટીઓ તેમજ ફલેટોમાં ડેન્ગયૂના અને મલેરિયાના કેસો પણ નોંધાયા છે.તળવાના બદલે સારૂ લેક બને તેવી લોકોની માગ છે,જો સારૂ લેક બને તો લોકો વોકિંગ તેમજ ફરવા માટે પણ આવી શકે,પરંતુ તંત્ર દ્રારા કોઈ કામગીરી સરખી રીતે નહી થતી હોવાનો દાવો સ્થાનિકો દ્રારા કરવામાં આવી રહ્યો છે.ચાંદખેડા વિસ્તારનું આ તળાવ સારૂ ડેવલપ કરવા સ્થાનિકોની માંગ હંમેશા રહી છે.


તળવામાં ગટરના પાણી ભરાયા

ચાંદખેડાના આ તળવામાં ચોખ્ખા પાણીના બદલે ગટરના પાણી ભળી ગયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે,સ્થાનિકોનું કહેવું છે કે,રોડ પરથી નિકળીએ એટલે દુર્ગંધ મારતી હોય છે અને રોડ પર પણ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે,ત્યારે તંત્ર તેમની આળસ ખંખેરીને કામગીરી કરે તે જરૂરી બન્યું છે,અગામી સમયમાં જો આ તળવાને લઈ કામગીરી નહી કરવામાં આવે તો સ્થાનિકોએ ધરણા કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે,તો તંત્ર સ્થાનિકોને પડતી તકલીફ દૂર કરે તે જરૂરી બન્યું છે.

ચાંદખેડામાં રોડની પણ છે તકલીફ

ઉમા ભાવની અંડરપાસથી IOC અંડરપાસને જોડતા રસ્તાને ખોદી નાંખવામાં આવ્યો છે. નર્મદાની પાઇપલાઇન માટે રોડનું ખોદખામ તો કરી નાંખ્યું પરંતુ તંત્ર જાણે રોડનું સમારકામ કરવાનું ભૂલી ગયું હોય તેમ 4 મહિનાથી રોડની હાલત એવી જ છે. બીજી તરફ આઈઓસી પાસે અંડર પાસ બની રહ્યો હોવાથી રોડ બંધ પણ કરવામાં આવતા નાકોડા સોસાયટી, ગ્રીન પાર્ક, માહિપાલનગર, જ્ઞાનેશ્વરપાર્ક, પ્રમુખ સોસાયટી સહિતની 20 જેટલી સોસાયટીના રહીશોએ ફરીને જવાની નોબત આવી છે.