Ahmedabad:તહેવારોમાં અમદાવાદથી દોઢ લાખ લોકોએ ટ્રેનનો પ્રવાસ કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળી અને છઠ પૂજાના જેવા મોટા તહેવારોને લઇને રેલવે સ્ટેશનો પર વધતા મુસાફરોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકે ગત તા. 24 ઓક્ટોબરને શુક્રવારે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટેશનના વિવિધ વિસ્તારો, હોલ્ડિંગ એરિયા, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ, ટિકિટ કાઉન્ટર અને સરર્ક્યુલેટિંગ એરિયાની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી. રેલવે સ્ટેશને ચાલી રહેલા રિડેવલોપમેન્ટના કામોની પણ તેમણે સમીક્ષા કરી હતી.
આ નિમિત્તે આપેલી માહિતી મુજબ, ભારતીય રેલવેના 12 લાખથી વધુ કર્મચારીઓ દિવસ-રાત મુસાફરોની સેવામાં છે. પશ્ચિમ રેલવેમાં 90 હજાર કર્મચારીઓ સક્રિય રીતે કાર્યરત છે. દિવાળી દરમિયાન અમદાવાદ એરિયામાંથી 1.5 લાખ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડાયા છે. કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધી બનતા રોડ ઓવરબ્રિજનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ સરસપુર દિશામાં તૈયાર હોલ્ડિંગ એરિયા અને પ્લેટફોર્મ નંબર 8 ની પાસે NHSCL બિલ્ડિંગની નીચે બનાવવામાં આવેલા નવા હોલ્ડિંગ એરિયાની પણ તેમણે મુલાકાત લીધી હતી. તેઓએ મુસાફરો સાથે પણ સીધો સંવાદ કર્યો હતા. તેઓએ જણાવ્યું હતું કે તહેવારની સિઝન દરમિયાન 12,000થી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જેમાં માત્ર પશ્ચિમ રેલવે દ્વારા 2,000 થી વધુ ટ્રેનોનું સંચાલન થઇ રહ્યું છે. મુસાફરોની સુવિધા માટે અમદાવાદ, સાબરમતી, ઉધના, બાન્દ્રા ટર્મિનસ સહિત મુખ્ય સ્ટેશનો પર વિશેષ હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે. અહીં પાણી, ટોઇલેટ, સીસીટીવી સુવિધા, ટિકિટિંગ કાઉન્ટર અને અન્ય આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે.હવે છઠ પૂજાને ધ્યાને રાખીને વધારાની સ્પેશિયલ અને જનરલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

