Ahmedabad:ગત વર્ષે અમદાવાદમાં દિવાળી ટાણે આગના કુલ 189 બનાવ બન્યા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં ગત વર્ષે દિવાળી દરમિયાન ચાર દિવસમાં ફટાકડાના કારણે આગ લાગવાના કુલ 189 જેટલા બનાવો બન્યા હતા. જેમાં મોટાપાયે જાનમાલની નુકશાની થવા પામી હતી. ફટાકડાના કારણે જીઆઇડીસીઓના બંધ ગોડાઉનોમાં, વિવિધ શો-રૂમમાં, રહેણાંક ઘરોમાં,કચરાના ઢગલાઓમાં આગ લાગી હતી.
નોંધપાત્ર છે કે ઇમરજન્સી સેવા 108 દ્વારા ચાલુ વર્ષે દિવાળીના દિવસે 5,199 ઇમરજન્સી આવવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જે નોર્મલ દિવસ કરતા 12.11% વધુ છે. ગઇકાલે રવિવારે રાજ્યમાં વાહન અકસ્માતના કેસ 800 નોંધાયા હતા. જે સામાન્ય દિવસે આવતા કોલ કરતા 250 કોલ વધુ છે.દિવાળીના તહેવારોને લઇને ઇમરજન્સી સેવા 108, ફાયરબ્રિગેડ, પોલીસ તમામને એલર્ટ રહેવાના આદેશ આપી દેવાયા છે. બીજી બાજુ વિવિધ હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી કેસો માટે સારવાર ચાલુ રખાઇ છે. સ્ટાફને ખડેપગે રખાયો છે.
2024ની દિવાળીમાં લાગેલા મોટી આગના બનાવ
1. ઇસ્કોન પ્લેટિનમ સોસાયટી, બોપલ. 21 માળની બિલ્ડિંગમાં 8 માં માળેથી આગ લાગીને ફેલાઇ હતી. એક મહિલાનું મોત થયું હતું. 19 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. 230 થી વધુ લોકોને રેસ્ક્યું કરાયા હતા. આગ ફટાકડાના કારણે લાગી હતી.
2. મિર્ઝાપુર કબાડી માર્કેટમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગી હતી.
3. શાહપુરમાં હલિમની ખડકી વિસ્તારમાં આગ લાગી હતી. જેમાં પાંચ દુકાનો બળી ગઇ હતી.
4. સાંતેજ જીઆઇડીસી, ગાંધીનગર નજીકની ફેક્ટરીમાં આગ લાગી હતી.
What's Your Reaction?






