Ahmedabad:કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટનું ટેકઓફ વખતે ટાયર નીચે પડયું

Sep 13, 2025 - 06:00
Ahmedabad:કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટનું ટેકઓફ વખતે ટાયર નીચે પડયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કંડલા એરપોર્ટ ઉપર આજે બપોરે 71 પ્રવાસીઓ સાથેની સ્પાઇસ જેટની ફ્લાઇટે મુંબઈ માટે ટેકઓફ કર્યાના થોડા સમય બાદ જ ફ્લાઈટનું ટાયર હવામાં નીચે પટકાયું હતું. ઘટનાની જાણ થતાં મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરાઈ હતી અને ફ્લાઈટનું સલામત લેન્ડિંગ થાય તે માટે ફાયર બ્રિગેડ, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. સદ્નસીબે, પાઈલટની સમયસૂચકતા અને કુશળતાના પગલે પ્લેનનું સલામત લેન્ડિંગ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. કંડલા એરપોર્ટથી શુક્રવારના બપોરના 2:39 વાગ્યે પ્લેને ઉડાન ભરતાની ગણતરીની પળોમાં ફ્લાઈટનું આગળનું એક વ્હીલ ડીશ સાથે હવામાં નીચે પટકાયું હતું. Q400 વિમાને કંડલાથી મુંબઈ જવા માટે ઉડાન ભર્યા બાદ દુર્ઘટના સર્જાતાં એરપોર્ટ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. આ અંગે મુંબઈ એરપોર્ટને જાણ કરાતાં એક તબક્કે તમામ મૂવમેન્ટ રોકી દેવામાં આવી હતી. ફ્લાઇટના પાઈલટ દ્વારા મુંબઈ એરપોર્ટમાં જાણ કરાતાં ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, સુરક્ષા દળો સહિતનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મુંબઈ એરપોર્ટ ઉપર સ્પાઇસ જેટની ફ્લાઇટ પહોંચતા પાઈલટે સમયસૂચકતા વાપરી પ્લેનનું સલામત લેન્ડિંગ કરાવ્યું હતું. કંડલા એરપોર્ટ ઓથોરિટીના સંજીવ મેંઘાનો ટેલિફેનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ મોટી દુર્ઘટના નથી, માત્ર સામાન્ય ટેકનિકલ પ્રોબ્લેમ છે. ઉડાન સમયે વ્હીલ પડી ગયું હોવાની વાતનો તેમણે અસ્વીકાર કર્યો હતો.

ટેકઓફ્ બાદ ટાવર કન્ટ્રોલરે પ્લેનમાંથી કોઈ વસ્તુ પડી હોવાની જાણ કરી

સૂત્રોએ જણાવ્યું હતું કે, કંડલા એરપોર્ટથી વિમાનના ટેકઓફ બાદ ટાવર કન્ટ્રોલરે પ્લેનમાંથી કાળા રંગની કોઈ વસ્તુ પડી હોવાની જાણ કરી હતી. ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા રનવે પર તપાસ કરાતાં એક આઉટર ટાયર મળી આવ્યું હતું. પરિણામે તરત જ એર ટ્રાફ્કિ કંટ્રોલ મારફ્તે આ માહિતી વિમાનના પાઇલટ સુધી પહોંચાડવામાં આવી હતી અને સાવચેતીરૂપે ફૂલ ઇમરજન્સી જાહેર કરી દેવાઈ હતી. આપાત્તકાલની જાણ થતાં પ્લેનમાં સવાર 71 પ્રવાસઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા, પરંતુ મુંબઈ એરપોર્ટ પર પાઇલટે શાંતિપૂર્વક પરિસ્થિતિ સંભાળી અને વિમાનને સલામત રીતે ઉતારતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘણા મુસાફરોએ ઉતર્યા બાદ એરલાઇન સામે રોષ વ્યક્ત કર્યો હતો અને સુરક્ષા વ્યવસ્થામાં ખામી અંગે ગંભીર સવાલો કર્યા હતા.

નાગરિક ઉડ્ડયન વિભાગે ઘટનાની ગંભીર નોંધ લીધી

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન સાથે સર્જાયેલી દુર્ઘટનાથી વિશ્વભરમાં હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ પ્રવાસી વિમાનો અંગે જરૂરી ગાઈડ લાઈન તૈયાર કરવામાં આવી હતી. આ દરમ્યાન આજે કંડલાથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ટાયર પડી જતા મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. ત્યારે આ ઘટનાની નિર્દેશાલય મહાનિર્દેશક નાગરિક ઉડ્ડયન (DGCA) એ ગંભીર નોંધ લીધી છે અને ટાયર કેવી રીતે છૂટી ગયું તેની તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0