Ahmedabad:ઓપરેશન સિંદૂરથી દુનિયાએ ભારતના પરાક્રમને જોયું: રાષ્ટ્રપતિ

Aug 15, 2025 - 04:00
Ahmedabad:ઓપરેશન સિંદૂરથી દુનિયાએ ભારતના પરાક્રમને જોયું: રાષ્ટ્રપતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્ર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, 15 ઓગસ્ટ માત્ર આઝાદીનું પર્વ નથી, પરંતુ દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક છે. તેમણે કહ્યું હતું કે, *આપણા બંધારણ અને લોકશાહીથી વધારે મહત્ત્વનું બીજું કશું જ નથી અને આ આપણી સૌથી મોટી તાકાત છે.*આઝાદી પછી દરેક પુખ્ત વયના લોકોને મત આપવાનો અધિકાર મળ્યો અને લોકશાહીના માર્ગ પર પડકારો હોવા છતાં ભારતે સફ્ળતા મેળવી. સ્વતંત્રતા સેનાનીઓને નમન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમના બલિદાનને કારણે જ આપણે 78 વર્ષ પહેલા આઝાદી મેળવી હતી.રાષ્ટ્રપતિ મૂર્ર્મુએ આ પ્રસંગે તાજેતરના ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ઓપરેશન આતંકવાદ સામે માનવતાની લડાઈના ઉદાહરણ તરીકે ઇતિહાસમાં નોંધાશે. પહેલગામના હુમલા સામે ભારતનો આ નિર્ણાયક અને દ્રઢ પ્રતિસાદ હતો, જેણે સાબિત કર્યું કે આપણા સશસ્ત્ર દળો રાષ્ટ્રની રક્ષા માટે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

પહલગામમાં નિર્દોષોની હત્યા અમાનવીય છે : રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્ર્મુએ કહ્યું, *આ વર્ષે આપણે આતંકવાદના પડકારનો સામનો કરવો પડયો. કાશ્મીરમાં રજાના દિવસે નિર્દોષ નાગરિકોની હત્યા સંપૂર્ણપણે ઘાતક અને અમાનવીય હતી. ભારતે તેનો નિર્ણાયક અને દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો. ઓપરેશન સિંદૂરે બતાવ્યું કે આપણા સશસ્ત્ર દળો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વ્યૂહાત્મક સ્પષ્ટતા અને તકનીકી ક્ષમતા સાથે, તેઓએ સરહદ પારના આતંકવાદી મથકોનો નાશ કર્યો. મને વિશ્વાસ છે કે ઓપરેશન સિંદૂર ઇતિહાસમાં એક ઉદાહરણ તરીકે ઉતરશે, જે આતંકવાદ સામેની માનવતાની લડાઈમાં ઉદાહરણરૂપ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0