Ahmdabadના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, વાતાવરણ ઠંડક પ્રસરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વિરમગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વિરમગામના ભોજવા ,હાંસલપુર, જુનાપાઘર,કાજીપુરા, સોકલી ,નીલકી, ડુમાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ બાદ વાતાવરણ ઠંડક પ્રસરી હતી. ગુજરાતમાં હવામાનની આગાહીના પગલે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે.
વિરમગામમાં ભારે પવન સાથે વરસાદ
ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં સુરતમાં વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, આજે સૌરાષ્ટ્ર,દ.ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. આ ઉપરાંત રાજયમાં 24થી 29 જૂન સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. પવનની ગતી 30-40 કિ.મી. પ્રતિકલાકની રહેશે. ત્યારે આજે રાજ્યમાં સાંજે 06 વાગ્યા સુધીમાં 135 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.
06 વાગ્યા સુધીમાં 135 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં સાંજે 06 વાગ્યા સુધીમાં 135 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ 9.53 ઈંચ વરસાદ સુરત શહેરમાં ખાબક્યો છે.સૌથી વધુ સુરત શહેરમાં 9.53 ઈંચ વરસાદ કામરેજમાં 7.36, પલસાણામાં 6.30,બારડોલીમાં 4.80, ડોલવણમાં 4.29, ઓલપાડમાં 4.21, બોરસદમાં 3.62,ચોર્યાસીમાં 3.54,માંગરોળમાં 3.15, માંડવીમાં 3.03, ખંભાતમાં 2.87, નવસારીમાં 2.72, પાવી જેતપુરમાં 2.4 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે દાહોદ,વડોદરા, છોટાઉદેપુર,પંચમહાલ,સુરત,વલસાડ, નવસારી,નર્મદા, અમરેલી,ભાવનગર, જૂનાગઢ,ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ,ખેડા, મહીસાગર,અરવલ્લી,બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણા,પાટણ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને આગામી 2 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર-કચ્છ તરફ વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.
What's Your Reaction?






