Agriculture News: જાણો પ્રાકૃતિક ખેતીથી ચણાની ખેતી કેવી રીતે કરી શકાય?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રાકૃતિક ખેતીમાં ચણાનાં ઉછેરની પ્રક્રિયામાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, પરંતુ તે જમીનની કુદરતી ફળદ્રુપતા અને જૈવિક સંસાધનો પર આધાર રાખે છે. ચણાની ખેતી માટે સૌ પ્રથમ તો ખેતરને સારી રીતે ખેડીને નરમ બનાવવામાં આવે છે, જેથી મૂળિયાંને વધવા માટે પૂરતી જગ્યા અને હવા મળી શકે. વાવણી પહેલાં ખેતરમાં ગાયનાં છાણનું ખાતર કે જીવામૃત ઉમેરવામાં આવે છે, જે જમીનમાં સુક્ષ્મસજીવોને સક્રિય કરે છે અને છોડને કુદરતી પોષણ પૂરું પાડે છે.
જમીનમાં હવા પણ જળવાઈ રહે છે અને પાકને સ્વસ્થ રાખે છે
સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં ચણાની વાવણી કરવામાં આવે છે, જ્યારે હવામાન ઠંડુ અને ભેજવાળું હોય છે, જેથી અંકુરણ વધુ સારું થઈ શકે. બીજને રોપતા પહેલાં બીજામૃતમાં બીજને ડુબાડવા જરૂરી છે, જેથી બીજને રોગો અને જીવાતોથી બચાવી શકાય.વાવણી બાદ ખેતરમાં ભેજ જળવાઈ રહે તે માટે પ્રારંભિક સિંચાઈ આપવામાં આવે છે, પરંતુ ત્યાં સ્થિર પાણી ન હોવું જોઈએ, કારણ કે ચણાનો પાક પાણી ભરાવાને કારણે ઊગી શકતો નથી.નીંદણ નિયંત્રણ માટે રાસાયણિક છંટકાવને બદલે હાથથી નીંદણ કરવામાં આવે છે, જેનાથી જમીનમાં હવા પણ જળવાઈ રહે છે અને પાકને સ્વસ્થ રાખે છે.
દશપર્ણીનો અર્ક કે છાશનો છંટકાવ કરવામાં આવે છે
રોગ કે જીવાતના કિસ્સામાં લીમડાનું દ્રાવણ, દશપર્ણીનો અર્ક કે છાશનો છંટકાવ કરવામાં આવે છે, જે જીવાતને કુદરતી રીતે નિયંત્રિત કરે છે. પાક પાકી જાય એટલે કે જ્યારે પાન પીળા પડવા લાગે અને અનાજ કઠણ થઈ જાય ત્યારે કાપણી કરવામાં આવે છે.પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતાં ચણાનાં સ્વાદ અને પોષકતત્વોમાં વધારો થાય છે એટલું જ નહીં, પરંતુ જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે અને આગામી પાક માટે ખેતરની જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. આનાથી ખેડૂતનો ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન લાંબા સમય સુધી ટકાઉ રીતે મળી રહે છે.
What's Your Reaction?






