Agriculture News: આગામી શિયાળામાં વાવેતર માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવામાં આવેલી નવીનતમ જાતોની જાણકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની જાતો વિકસિત કરવામાં આવતી હોય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ ઇજનેરી અને મત્સ્યોદ્યોગમાં શિક્ષણ આપે છે.આ વર્ષે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે ધાણાના પાકમાં સોરઠ સુગંધા અને ચણાના પાકમાં 3 જાત વિકસિત કરવામાં આવી છે.
આ જાત વહેલી પાકતી હોય છે
સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં રવિ ઋતુમાં ધાણા ઉપાડતા ખેડૂતોને ગુજરાત ધાણા-4 (સોરઠ સુગંધા) જાતનું વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે.આ જાતનું સરેરાશ ઉત્પાદન 2083 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર હોય છે.જે બીજી જાતો ગુજરાત ધાણા-2 અને ગુજરાત ધાણા-3 કરતા અનુક્રમે 17.29% અને 08.58% વધારે ઉત્પાદન માલુમ પડેલ છે. આ જાતનો દાણો મધ્યમ, અંડાકાર અને ભૂખરા રંગનો હોય છે. આ જાત વહેલી પાકતી હોય છે અને તેના તેલમાં લીના’લોલનું પ્રમાણ વધારે હોવાથી સારી એવી સુગંધ ધરાવે છે. આ જાતો મોલો જીવાત સામે મધ્યમ પ્રતિકારક અને ભૂકીછારા રોગ સામે બીજી જાતો કરતા વધારે પ્રતિકારક જોવા મળે છે.
ચણાની નવીનતમ જાતો
શિયાળુ ઋતુમાં ચણાનું વાવેતર રાજ્યના ઘણા વિસ્તારોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ખેડૂતોને વધુ ઉપજ, રોગપ્રતિકારક શક્તિ અને ગુણવત્તાસભર ઉત્પાદન મળી રહે તે હેતુસર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ત્રણ નવી ચણાની જાતો વિકસિત કરવામાં આવી છે. જેમાં ગુજરાત ચણા-7, ગુજરાત ચણા-8 અને ગુજરાત કાબુલી ચણા-1 વિકસિત કરવામાં આવી છે.આ ત્રણેય જાતો રાજ્યના વિવિધ પિયત અને બિનપિયત વિસ્તારો માટે અનુકૂળ, સ્ટંટ તથા સુકારાના રોગ સામે પ્રતિકારક છે અને પોપટા કોરી ખાનાર ઈયળથી ઓછું નુકશાન ધરાવતી છે. મશીન હાર્વેસ્ટરથી કાપણી માટે અનુકૂળ
આ પાકનું જીવનકાળ આશરે 80 થી 117 દિવસ હોવાથી સમયસર કાપણી શક્ય બને છે.ગુજરાત ચણા-7 જાતના દાણા મોટા કદના,પીળાશ પડતા આછા કથ્થાઈ રંગના હોય છે અને સમાન આકાર ધરાવે છે.આ જાત પરંપરાગત જાતોની તુલનામાં 15 થી 20 ટકા વધારે ઉપજ એટલે કે 1600 થી 2600 કિ.ગ્રા./હેકટર જેટલું માતબર ઉત્પાદન આપે છે.આ પાક ખાસ કરીને સૂકા તથા અર્ધસૂકા વિસ્તારો માટે અનુકૂળ છે.ગુજરાત ચણા-8 જાતના દાણા મધ્યમ કદના આછા કથ્થાઈ રંગના હોય છે અને મશીન હાર્વેસ્ટરથી કાપણી માટે અનુકૂળ છે. આ જાતમાં છોડની ઉંચાઈ 46 થી 78 સે.મી. રહે છે
આ જાતમાં છોડની ઉંચાઈ 46 થી 78 સે.મી. રહે છે અને ઉપજ પિયત વિસ્તારમાં 2814 કિ.ગ્રા./હેકટર જેટલું ઉત્પાદન આપે છે.જ્યારે બિનપિયત વિસ્તારમાં 2017 કિ.ગ્રા./હેકટર જેટલું ઉત્પાદન મળે છે.ગુજરાત કાબુલી ચણા-1 જાતના દાણા મોટા સફેદ રંગના હોય છે અને આ જાત પિયત તથા બિનપિયત બંને વિસ્તારો માટે યોગ્ય છે.તેમજ પિયત વિસ્તારમાં 2000 થી 2500 અને બિનપિયત વિસ્તારમાં 1200 થી 1400 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે.આ જાતો રાજ્યના બદલાતા આબોહવા અને પાણીની અછતવાળી પરિસ્થિતિઓમાં પણ સ્થિર ઉત્પાદન આપવા માટે સક્ષમ છે.
What's Your Reaction?






