Agriculture News : દિવેલાના ઊભા પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકાર પણ રોગ-જીવાતથી પાકને થતા નુકશાનને અટકાવવા હરહંમેશ ખેડૂતોની પડખે રહી છે. જે અંતર્ગત રાજ્યમાં દિવેલાના ઊભા પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે સરદાર કૃષિ યુનિવર્સિટીના તેલિબીયા સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતોને મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
બેસિયાના ફુગનાશક પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ઉપદ્રવ સમયે છંટકાવ કરવો
જેમાં દિવેલાના ઊભા પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોની હાજરી જાણવા માટે વાવણી બાદ એક મહિને પીળા ચીકણા પિંજર ૧૦ પ્રતિ હેક્ટરે લગાવવા જેથી સમયસર નિયંત્રણના પગલાં ભરી શકાય. આ ઉપરાંત ચુસિયા પ્રકારની જીવાતોના ઉપદ્રવ સમયે લીંબોળીનું તેલ ૫૦ મી.લી. અથવા એઝાડિરેક્ટીનયુક્ત ૧૫૦૦ પીપીએમ દવા ૫૦ મી.લી. સાથે ૧૦૦ મી.લી. તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે ઉમેરી છંટકાવ કરવો. ચુસિયા પ્રકારની જીવાતોના જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લિકાની અથવા બ્યુવેરીયા બેસિયાના ફુગનાશક પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ઉપદ્રવ સમયે છંટકાવ કરવો.
સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવ્યું
તેલિબીયા સંશોધન કેન્દ્ર દ્વારા પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવ્યું છે. સરદાર કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવ્યું છે
આ અંગે વધુ જાણકારી વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા, તેલિબીયા સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવ્યું છે.
What's Your Reaction?






