Agriculture : પ્રાકૃતિક કૃષિથી રક્ષિત ખેતર, રક્ષિત ખેતરથી સુરક્ષિત ખેડૂત, વાંચો Story

સંયુક્ત બાગાયત નિયામક આર એચ લાડાણી, નાયબ બાગાયત નિયામક જયરાજ વાળાએ રક્ષિત ખેતી અંગે ધરતીપુત્ર અશોકભાઈ સાથે સંવાદ સાધ્યો હતો. આ તકે અશોકભાઈ દ્વારા આપવામાં આવેલી રક્ષિત ખેતીની માહિતીથી અન્ય ખેડૂતો પણ શાકભાજીની ખેતી તરફ વળવા પ્રેરિત થઈ રહ્યા છે. તેઓ પણ નેટ હાઉસનો પ્લાન બનાવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે. નેટમાં ખેતી રક્ષિત ખેતી કેવી રીતે કરવી જોઈએ અને તેમા રખાતી કાળજી વિશે અશોકભાઈ શું કહે છે.તો તેઓ ચાર નેટ હાઉસમાં ખેતી કરી રહ્યા છે. તેમાં 5 ઓગષ્ટે તેમણે ખીરા કાકડીનું વાવેતર કર્યુ હતું. આ 70 દિવસના પાકમાંથી 32 ટન ઉત્પાદન મેળવીને તેનાં વેચાણ થકી અશોકભાઈ બમણી આવક પણ મેળવી રહ્યા છે. નેટ હાઉસથી પાકનુ રક્ષણ કોઈ પણ ઋતુમાં આરામથી થઈ શકે છે. જેમકે ખીરા કાકડીના વાવેતર બાદ વરસાદી 2 ઝાપટા આવી ગયા છતા પાક હજુ તેમજ ઊભો છે. લોનનો ખર્ચો પણ નીકળી ગયો વધુમાં અશોકભાઈ દ્વારા પાકના ઉત્પાદન બાદ મળતા સરેરાશ ભાવ, તેનુ વેચાણ કેવી રીતે કરવું, ક્યાં કરવુ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સીઝનમાં 800 લેખે 16 ટનનું વેચાણ કરી 12,800ની આવક મેળવી હતી. તેમજ પહેલા ઉત્પાદનની આવકથી જ અશોકભાઈનો નેટ હાઉસ ઉભું કરવા માટે બેંન્કમાંથી લીધેલી લોનનો ખર્ચ પણ નીકળી ગયો હતો. નેટ ખેતી તદન નવી આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, નેટ હાઉસનો પ્રયોગ તેમના માટે તદ્દન નવો હતો. પરંતુ સરકારશ્રી દ્વારા ડગલે ને પગલે કરવામાં આવતી સહાયથી જ આજે બમણી આવક અને ઉત્પાદન મેળવી શકાય છે. ભદ્રાવડી ગામના અન્ય ખેડૂતો અશોકભાઈ પાસેથી માર્ગદર્શન મેળવીને નેટ હાઉસ દ્વારા ખેતી કરવા પ્રેરિત થઈ રહ્યા છે. ત્યારે અશોકભાઈ પણ પોતાના ખેતરમાં કરતા અવનવા ફેરફારો અને તેનાથી થતા ફાયદાઓ વિશે તેમજ સરકારશ્રીની યોજનાઓ અંગે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે અન્ય ખેડૂતોએ કરેલા નેટ હાઉસમાં પણ જૂનથી અત્યાર સુધીમાં સરેરાશ 48થી 50 ટન ઉત્પાદન મેળવ્યુ છે. પાકનું થાય છે વેચાણ આગળ પાકના વેચાણ માટે માર્કેટીંગ વિશે માહિતી આપતા અશોકભાઈ જણાવે છે કે, અમદાવાદ અને રાજકોટ બંન્ને જગ્યાએ તેઓ પાકનુ વેચાણ સરળતાથી કરી શકે છે. તેમજ તેઓ પોતાના પાકનુ ઉત્પાદન માત્ર અમદાવાદ અને રાજકોટ સુધી જ સીમિત ન રાખી ભદ્રાવડીના 20 નેટ હાઉસ ધરાવતા તમામ ખેડૂતોનું FPO બનાવી બેંગલોર, બોમ્બે અને દિલ્હીની માર્કેટ સુધી વેંચાણ કરવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. અલગ-અલગ પાકનું કરો વાવેતર અશોકભાઈ સતત એકના એક પાકના વાવેતર કરતા અલગ અલગ પાકનુ વાવેતર કરી અનેક પાસાઓને આવરી લે છે. જેમ કે જમીનની ફળદ્રુપતા, પાકની ઉત્પાદન ક્ષમતામાં સમતોલન અને જીવાત નિયંત્રણ સહિત સાથે જમીન અને સ્વાસ્થ્ય બંન્નેનાં રક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. વરસાદી વાતાવરણ વચ્ચે સામાન્ય ખેતીમાં નુકસાની થવાની સંભાવના રહે છે, પરંતુ જો નેટ હાઉસ દ્વારા ખેતી કરવામાં આવે તો એક એકરમાંથી ઓછામાં આછા 5 લાખથી 15 લાખ સુધીની આવક મેળવી શકાય છે. તેથી નેટ હાઉસ ખૂબજ ફાયદાકારક પદ્ધતિ છે. " આમ, બોટાદ જિલ્લામાં રક્ષિત ખેતી તરફ વળી રહેલા ખેડૂતો બાગાયત વિભાગ હર હંમેશ ખેડૂતોની મદદ માટે તત્પર છે. તેમજ ગુજરાત સરકારશ્રી અને ભારત સરકારશ્રી દ્વારા પણ ખેડૂતો સક્ષમ બને તે માટે વિવિધ યોજનાઓ આપવામાં આવી રહી છે. 

Agriculture : પ્રાકૃતિક કૃષિથી રક્ષિત ખેતર, રક્ષિત ખેતરથી સુરક્ષિત ખેડૂત, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંયુક્ત બાગાયત નિયામક આર એચ લાડાણી, નાયબ બાગાયત નિયામક જયરાજ વાળાએ રક્ષિત ખેતી અંગે ધરતીપુત્ર અશોકભાઈ સાથે સંવાદ સાધ્યો હતો. આ તકે અશોકભાઈ દ્વારા આપવામાં આવેલી રક્ષિત ખેતીની માહિતીથી અન્ય ખેડૂતો પણ શાકભાજીની ખેતી તરફ વળવા પ્રેરિત થઈ રહ્યા છે. તેઓ પણ નેટ હાઉસનો પ્લાન બનાવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે.

નેટમાં ખેતી

રક્ષિત ખેતી કેવી રીતે કરવી જોઈએ અને તેમા રખાતી કાળજી વિશે અશોકભાઈ શું કહે છે.તો તેઓ ચાર નેટ હાઉસમાં ખેતી કરી રહ્યા છે. તેમાં 5 ઓગષ્ટે તેમણે ખીરા કાકડીનું વાવેતર કર્યુ હતું. આ 70 દિવસના પાકમાંથી 32 ટન ઉત્પાદન મેળવીને તેનાં વેચાણ થકી અશોકભાઈ બમણી આવક પણ મેળવી રહ્યા છે. નેટ હાઉસથી પાકનુ રક્ષણ કોઈ પણ ઋતુમાં આરામથી થઈ શકે છે. જેમકે ખીરા કાકડીના વાવેતર બાદ વરસાદી 2 ઝાપટા આવી ગયા છતા પાક હજુ તેમજ ઊભો છે.

લોનનો ખર્ચો પણ નીકળી ગયો

વધુમાં અશોકભાઈ દ્વારા પાકના ઉત્પાદન બાદ મળતા સરેરાશ ભાવ, તેનુ વેચાણ કેવી રીતે કરવું, ક્યાં કરવુ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સીઝનમાં 800 લેખે 16 ટનનું વેચાણ કરી 12,800ની આવક મેળવી હતી. તેમજ પહેલા ઉત્પાદનની આવકથી જ અશોકભાઈનો નેટ હાઉસ ઉભું કરવા માટે બેંન્કમાંથી લીધેલી લોનનો ખર્ચ પણ નીકળી ગયો હતો.

નેટ ખેતી તદન નવી

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, નેટ હાઉસનો પ્રયોગ તેમના માટે તદ્દન નવો હતો. પરંતુ સરકારશ્રી દ્વારા ડગલે ને પગલે કરવામાં આવતી સહાયથી જ આજે બમણી આવક અને ઉત્પાદન મેળવી શકાય છે. ભદ્રાવડી ગામના અન્ય ખેડૂતો અશોકભાઈ પાસેથી માર્ગદર્શન મેળવીને નેટ હાઉસ દ્વારા ખેતી કરવા પ્રેરિત થઈ રહ્યા છે. ત્યારે અશોકભાઈ પણ પોતાના ખેતરમાં કરતા અવનવા ફેરફારો અને તેનાથી થતા ફાયદાઓ વિશે તેમજ સરકારશ્રીની યોજનાઓ અંગે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે અન્ય ખેડૂતોએ કરેલા નેટ હાઉસમાં પણ જૂનથી અત્યાર સુધીમાં સરેરાશ 48થી 50 ટન ઉત્પાદન મેળવ્યુ છે.

પાકનું થાય છે વેચાણ

આગળ પાકના વેચાણ માટે માર્કેટીંગ વિશે માહિતી આપતા અશોકભાઈ જણાવે છે કે, અમદાવાદ અને રાજકોટ બંન્ને જગ્યાએ તેઓ પાકનુ વેચાણ સરળતાથી કરી શકે છે. તેમજ તેઓ પોતાના પાકનુ ઉત્પાદન માત્ર અમદાવાદ અને રાજકોટ સુધી જ સીમિત ન રાખી ભદ્રાવડીના 20 નેટ હાઉસ ધરાવતા તમામ ખેડૂતોનું FPO બનાવી બેંગલોર, બોમ્બે અને દિલ્હીની માર્કેટ સુધી વેંચાણ કરવા સતત પ્રયત્નો કરી રહ્યા છે.

અલગ-અલગ પાકનું કરો વાવેતર

અશોકભાઈ સતત એકના એક પાકના વાવેતર કરતા અલગ અલગ પાકનુ વાવેતર કરી અનેક પાસાઓને આવરી લે છે. જેમ કે જમીનની ફળદ્રુપતા, પાકની ઉત્પાદન ક્ષમતામાં સમતોલન અને જીવાત નિયંત્રણ સહિત સાથે જમીન અને સ્વાસ્થ્ય બંન્નેનાં રક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. વરસાદી વાતાવરણ વચ્ચે સામાન્ય ખેતીમાં નુકસાની થવાની સંભાવના રહે છે, પરંતુ જો નેટ હાઉસ દ્વારા ખેતી કરવામાં આવે તો એક એકરમાંથી ઓછામાં આછા 5 લાખથી 15 લાખ સુધીની આવક મેળવી શકાય છે. તેથી નેટ હાઉસ ખૂબજ ફાયદાકારક પદ્ધતિ છે. " આમ, બોટાદ જિલ્લામાં રક્ષિત ખેતી તરફ વળી રહેલા ખેડૂતો બાગાયત વિભાગ હર હંમેશ ખેડૂતોની મદદ માટે તત્પર છે. તેમજ ગુજરાત સરકારશ્રી અને ભારત સરકારશ્રી દ્વારા પણ ખેડૂતો સક્ષમ બને તે માટે વિવિધ યોજનાઓ આપવામાં આવી રહી છે.