ACB : પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, પરિવારના 24 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા

Aug 13, 2026 - 13:00
ACB : પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, પરિવારના 24 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદના પૂર્વ અધિક કલેક્ટર અને સસ્પેન્ડેડ GAS અધિકારી કેતકી વ્યાસની કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત ના કેસમાં વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની સંયુક્ત કાર્યવાહી અંતર્ગત શહેરના શેલા વિસ્તારમાં આવેલા તેમના બહેનના ઘરેથી કેતકી વ્યાસની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેમને આગળની તપાસ માટે એસીબીને સોંપ્યા છે.

તત્કાલીન નિવાસી કલેક્ટર સામે મળેલી અરજીના આધારે તપાસ 

એસીબીના નાયબ નિયામક હરેષ મેવાડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેતકી વ્યાસ સામેની ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન અરજી નામેંજૂર કર્યા બાદ આ એક્શન લેવાયા છે. વર્ષ 2023માં આણંદના તત્કાલીન નિવાસી કલેક્ટર સામે મળેલી અરજીના આધારે તપાસ શરૂ કરાઈ હતી. 

કાયદેસરની આવક કરતાં 68.84 ટકા વધુ એટલે કે રૂ. 3.56 કરોડની બેનામી સંપત્તિ 

એસીબીની તપાસ દરમિયાન તેમની કાયદેસરની આવક કરતાં 68.84 ટકા વધુ એટલે કે રૂ. 3.56 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી. વર્ષ 2001ની બેચમાં જોડાયેલા અને 2005માં કલેક્ટર બનેલા કેતકી વ્યાસને 2012 થી 2023 દરમિયાન પગાર પેટે રૂ. 78 લાખ મળ્યા હતા, જેની સામે તેમની પાસે રૂ. 5.17 કરોડથી વધુની સંપત્તિ અને રોકાણો સામે આવ્યા છે.નાણાં છુપાવવા માટે પરિવારના 24 બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કર્યા 

તપાસમાં સામે આવ્યું છે કે તેમણે આ નાણાં છુપાવવા માટે પરિવારના 24 બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કર્યા હતા. પિતાની કર્મકાંડની આવક વધુ બતાવીને ગેરકાયદે સંપત્તિ છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. હાલમાં બોડકદેવ સ્થિત 'શિવાલિક લેગસી' ખાતે આવેલા તેમના નિવાસસ્થાને એસીબીની તપાસ ચાલુ છે. એસીબી હવે કોર્ટમાંથી કેતકી વ્યાસના રિમાન્ડ મેળવી તેમના પતિ ભાસ્કર વ્યાસ જેઓ DySP છે અને અન્ય સગાંઓના નામે કરેલા રોકાણો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરશે.  


આ પણ વાંચો :  Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો





What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0