Abhay Chudasama: ગુજરાત પોલીસના સુપર કોપ અને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભય ચુડાસમા ફાઈનલી સેવા નિવૃત

Oct 30, 2025 - 19:00
Abhay Chudasama: ગુજરાત પોલીસના સુપર કોપ અને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભય ચુડાસમા ફાઈનલી સેવા નિવૃત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના સુપર કોપ ગણાતા આઇપીએસ અભય ચુડાસમાને નિવૃત્તી માટેની અરજીને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે

એમ કે દાસે આ બાબતે નોટિફીકેશન જારી કર્યું

ગુરુવારે સાંજે ગૃહ વિભાગના અધિક મુખ્ય. સચિવ એમ કે દાસે આ બાબતે નોટિફીકેશન જારી કર્યું છે જેમાં જણાવાયું છે કે 1999 બેચના આઇપીએસ અભય ચુડાસમા, પ્રિન્સીપાલ, ગુજરાત પોલીસ એકેડેમી કરાઇ, ગાંધીનગરને ઇન્ડિયન પોલીસ સર્વિસમાંથી નિવૃત્તી માટેની મંજૂરી આપવામાં આવે છે. તેઓ 31 ઓક્ટોબરે ફરજ પછી નિવૃત્ત થશે



 શરુઆતમાં અંકલેશ્વર ખાતે ડી.વાય.એસ.પી. તરીકે પ્રથમ પોસ્ટિંગ

 મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની આઈપીએસ અભય ચુડાસમાને શરુઆતમાં અંકલેશ્વર ખાતે ડી.વાય.એસ.પી. તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. તેઓ લાંબો સમય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત ગુજરાત પોલીસની વિવિધ એજન્સીમાં ફરજ બજાવી ચુક્યા છે અને છેલ્લે હાલ એપ્રિલ 2024માં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હું રાજકારણમાં ક્યારેય જોડાઈશ નહીં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ.

ઉલ્લેખનિય છે કે આઠ જ મહિના પહેલા નિવૃત્ત થવા બાબતે તેમણે સરકારને વિનંતી કરી હતી. તે પહેલાં કોડીનારમાં આયોજિત એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ કહ્યું હતું કે, હું રાજકારણમાં ક્યારેય જોડાઈશ નહીં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ. જેથી હવે નિવૃત્તિ બાદ સમાજસેવામાં કાર્યોમાં જોડાશે તેવી ચર્ચા છે. અભય ચુડાસમાની ઓળખ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે છે.

અભય ચુડાસમાની ઓળખ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે છે. ભુતકાળમાં બહુ ગાજેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે તેમની 28 એપ્રિલ 2010માં ધરપકડ કરવામાં આવી હતી. પછી 28 એપ્રિલ, 2014ના રોજ મુંબઈની કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જામીનના 6 મહિના બાદ તેઓ અમદાવાદ પરત ફર્યા હતા. તેઓ ત્રણ વર્ષ સુધી નડિયાદની બિલોદરા જેલમાં અને એક વર્ષ મુંબઈની સેન્ટ્રલ જેલમાં રહ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી તેમનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે તેમની ગાંધીનગરમાં ડી જી વિજિલન્સ સ્કવોડના એસપી તરીકે નિમણૂક કરી હતી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0