Aamod: ઓચ્છણ ગામે રેશનિંગનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આમોદ તાલુકાના ઓચ્છણ ગામની ભાગોળે સાંપા પાટીયા તરફ્ જતા ટ્રેક્ટરને પોલીસે ઊભુ રાખી તેના ડ્રાઇવર ઇશ્વરભાઇ શનાભાઇ રાઠોડની પૂછપરછ કરી તપાસ કરતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોખા થેલી નંગ-28 તથા ઘઉં થેલી નંગ-19 આમ કુલ થેલી નંગ-47 જે અનાજનો સામાન હતો. ટ્રેક્ટર,ટ્રોલી તથા અનાજના માલિક ભુપેન્દ્રભાઇ ભગુભાઇ પટેલ રહે.કેશવ પાર્ક, કરજણનુ જણાવેલ. જેથી માલિકને બોલાવી પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતાં તેમજ અનાજનું કોઇ બીલ કે આધાર પુરાવો નહોતો. જેથી પોલીસે તાલુકા પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે અનાજનો રૂ.70,560 નો જથ્થો સીઝ કર્યો હતો.
દુકાન સંચાલકના જવાબો લેવાયા
રાત્રીના સમયે ઓચ્છણ ગામે સસ્તા અનાજની દુકાન સંચાલકને ત્યાં પંચનામુ, હાજર અનાજનો જથ્થો તેમજ દુકાન સંચાલકના જવાબો સહિતની કામગીરી હાથ ધરી દુકાનમાં રાખેલા સ્ટોક પત્રક ઉપર પણ કોઈ માહિતી દર્શાવી નહોતી જેની પણ ગંભીર નોંધ લઈ નાયબ પુરવઠા મામલતદાર કિંજલ બેન પરમારે જીલ્લા પુરવઠા અધિકારી ને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
What's Your Reaction?






