8 ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી થશે પૂર્ણ, 3.73 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન
રાજ્યના 3 લાખ 73 હજાર ખેડૂતોએ મગફળી વેચાણ માટેની રજીસ્ટેશન કરાવ્યું હતું. જેમાં 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થશે. ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવી છે.ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા. ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે. પરિણામે આ ખરીફ સીઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું, જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ હતું. ગુજરાતના ખેડૂતોને તેમના મબલખ ઉત્પાદિત પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો.રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂર્ણ થઇ છે. જ્યારે, બાકીના ખરીદ કેન્દ્રો ખાતે નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂરવેગે ચાલી રહી છે. બાકીના તમામ ખેડૂતો પાસેથી આગામી તા. 8 ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે, તેવી મંત્રીએ ખાતરી આપી હતી.મગફળીની ખરીદી મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થશે. 3.73 લાખ ખેડૂતોએ મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને 7410 કરોડ રૂપિયાનું ચુકવણું કરી દેવાયુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના 3 લાખ 73 હજાર ખેડૂતોએ મગફળી વેચાણ માટેની રજીસ્ટેશન કરાવ્યું હતું. જેમાં 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થશે. ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવી છે.
ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા. ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે. પરિણામે આ ખરીફ સીઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું, જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ હતું. ગુજરાતના ખેડૂતોને તેમના મબલખ ઉત્પાદિત પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂર્ણ થઇ છે. જ્યારે, બાકીના ખરીદ કેન્દ્રો ખાતે નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂરવેગે ચાલી રહી છે. બાકીના તમામ ખેડૂતો પાસેથી આગામી તા. 8 ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે, તેવી મંત્રીએ ખાતરી આપી હતી.
મગફળીની ખરીદી મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થશે. 3.73 લાખ ખેડૂતોએ મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને 7410 કરોડ રૂપિયાનું ચુકવણું કરી દેવાયુ છે.