79 Independence Day 2025 : CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, રાષ્ટ્રભકિતના રંગે રંગાયુ ગુજરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
79માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આજે પોરંબદરમાં કરાઈ છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રસંગે "બાપુના પગલે ત્રિરંગા ભારત" થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં 150 કલાકાર દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરશે.
આ વર્ષે બિરસા મુંડાની જન્મજંયતી ઉજવી રહ્યા છીએ : CM ભૂપેન્દ્ર પટેલ
પોરબંદર ખાતે ધ્વજવંદન કર્યા બાદ સીએમ ભૂપેન્દ્રે સ્પીચ આપી હતી અને કહ્યું કે, આ વર્ષે આદિવાસીઓના વિકાસ માટે રૂ.21 હજાર કરોડથી વધુની રકમ બજેટમાં ફાળવી છે. હવે આપણા યુવાનો જોબ સિકરમાંથી જોબ ગીવર બની રહ્યા છે, નમો લક્ષ્મીમાં અત્યારસુધી 10 લાખ દીકરીઓને લાભ મળ્યો છે, દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોના વિકાસ માટે સાડા ત્રણસો કરોડની ફાળવણી કરી છે.
79માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે કરાઈ
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે સૌને 79માં સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ પૂજ્ય ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને રાષ્ટ્રભક્તોનું સ્મરણ કરવાનો દિવસ છે. પૂજ્ય ગાંધીજીએ આઝાદીની ચળવળ દરમિયાન દેશની ભવ્ય રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વિરાસતને બચાવવા જે પ્રયત્નો કર્યા હતા, તેનું અનુકરણ આજની પેઢી કરે તો ભારત ચહુમુખી વિકાસ કરી શકશે અને આપણે સૌએ આ વિકાસયાત્રામાં સહભાગી બનવું જોઇએ.
What's Your Reaction?






