70th Filmfare Awards 2025 : રાજકુમાર રાવ અને અભિનેત્રી તમન્ના ભાટિયા દ્વારા ટેકનિકલ- રાઇટિંગ કેટેગરીના વિજેતાઓ જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ફિલ્મફેરે તા. 3 ઑક્ટોબર, 2025ના રોજ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં 70માં ફિલ્મફેર એવોર્ડ્સ 2025 વિથ ગુજરાત ટુરિઝમના ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના નેતૃત્વમાં આ એવોર્ડ્સનું આ વિશેષ સંસ્કરણ હિન્દી ફિલ્મ જગતમાં અદભૂત પ્રતિભા- ઉત્તમ કાર્યોના સન્માનનો ઉત્સવ છે.
અભિનેતા રાજકુમાર રાવ,અભિનેત્રી તમન્ના ભાટિયા હાજર
આ કોન્ફરન્સમાં ગુજરાત પ્રવાસન નિગમના સચિવશ રાજેન્દ્ર કુમાર, અભિનેતા રાજકુમાર રાવ,અભિનેત્રી તમન્ના ભાટિયા,હોલ-ટાઇમ ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરુણ ગર્ગ, ડિરેક્ટર, વર્લ્ડવાઈડ મીડિયા અને સીઇઓ શ્રી રોહિત ગોપાકુમાર, ZENL, BCCL TV & ડિજિટલ નેટવર્ક તથા શ્રી જીતેશ પિલ્લઈ – એડિટર-ઈન-ચીફ, ફિલ્મફેરમાં ઉપસ્થિત રહ્યા હતાં.
ફિલ્મફેર દરેક અભિનેતા માટે એક સપનું
પ્રસિદ્ધ અભિનેતા રાજકુમાર રાવે જણાવ્યું, “70મા ફિલ્મફેર એવોર્ડ્સનો ભાગ બનવું ખરેખર ખાસ લાગે છે, આ વારસો છેલ્લા સાત દાયકાથી સિનેમાના શ્રેષ્ઠ કલાકારોને સન્માનિત કરતો આવ્યો છે. ફિલ્મફેર દરેક અભિનેતા માટે એક સપનું રહ્યું છે, અને આ પ્રતીકાત્મક બ્લેક લેડી પામવાની જાદૂઈ અનુભૂતિ ક્યારેય ગુમાતી નથી. આજ અહીં હોવું, આ ઉત્કૃષ્ટતા ના પ્રતીકનું ઉત્સવ મનાવવું, ગૌરવની બાબત છે અને યાદ અપાવે છે કે આપણે બધાએ ફિલ્મોને કેમ પ્રેમ કરીએ છીએ.”
ગૌરવ અને વાર્તાકથનની ખુશીનું પ્રતીક
આ સાથે અભિનેત્રી તમન્ના ભાટિયાએ કહ્યું હતું કે “ફિલ્મફેર એવોર્ડ્સનો 70મું સંસ્કરણ માત્ર એક ઉત્સવ નથી; તે ભારતીય સિનેમાના પેઢીથી પેઢી સુધીના પ્રવાસને પ્રતિબિંબિત કરતો એક પ્રતિષ્ઠિત ક્ષણ છે. મારા માટે, ફિલ્મફેર હંમેશાં માન્યતા, ગૌરવ અને વાર્તાકથનની ખુશીનું પ્રતીક રહ્યું છે. બ્લેક લેડીના 70મા વર્ષનો ઉત્સવ મનાવવા માટે અહીં હોવું એક ગૌરવની બાબત છે.” બેડ ન્યૂઝ ના ગીત તૌબા તૌબા માટે બોસ્કો-સીઝરે બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ જીત્યો,
ગુજરાત ટુરિઝમ સાથેના 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025ના ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. ‘બેડ ન્યૂઝ’ના ગીત તૌબા તૌબા માટે બોસ્કો-સીઝરે બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ જીત્યો, જ્યારે મુંજ્યા માટે રિ-ડિફાઇનને બેસ્ટ VFX એવોર્ડ મળ્યો. લાપતા લેડીઝ માટે રમ સંપથને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર એવોર્ડથી નવાજવામાં આવ્યા
લાપતા લેડીઝ માટે રમ સંપથને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર એવોર્ડથી નવાજવામાં આવ્યા. કિલ માટે રફે મહમૂદે બેસ્ટ સિનેમેટોગ્રાફી અને મયુર શર્માએ બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન એવોર્ડ જીત્યા. લાપતા લેડીઝ માટે દર્શન જાલાનને બેસ્ટ કોસ્ચ્યુમ એવોર્ડ મળ્યો, જ્યારે કિલ માટે સુભાષ સાહૂએ બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન અને શિવકુમાર વી. પાનિકરે બેસ્ટ એડિટિંગ એવોર્ડ મેળવ્યા. લાપતા લેડીઝ માટે સ્નેહા દેસાઈએ બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ડાયલોગ – બંને એવોર્ડ્સ જીત્યા
કિલ માટે સેયોંગ ઓ અને પરવેઝ શેખને બેસ્ટ એક્શન એવોર્ડ મળ્યો. રાઇટિંગ કેટેગરીમાં, આર્ટિકલ 370 માટે આદિત્ય ધર અને મોનલ ઠાકરે બેસ્ટ સ્ટોરી એવોર્ડ જીત્યો, જ્યારે લાપતા લેડીઝ માટે સ્નેહા દેસાઈએ બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ડાયલોગ – બંને એવોર્ડ્સ જીત્યા હતા .આઈ વોન્ટ ટુ ટોક માટે ઋતેશ શાહને બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 11 ઓક્ટોબરે અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ્સનું ભવ્ય આયોજન
આગામી તા.11 ઓક્ટોબરે અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ્સનું ભવ્ય આયોજન થનાર છે, જેમાં બોલિવૂડના કિંગ શાહરુખ ખાન હોસ્ટ તરીકે દેખાશે, સાથે ફિલ્મમેકર કરણ જોહર તથા કરિશ્માઈ મનીષ પોલ પણ મંચ સંચાલન કરશે. આ રાત્રી બોલિવૂડના ચમકતા તારાઓ અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીના ઝગમગતા પરફોર્મન્સથી ઉજ્જવળ બની રહેશે. 70મો ફિલ્મફેર એવોર્ડ્સ ફરી એકવાર ગુજરાતમાં યોજાઈ રહ્યો છે
ગુજરાત પ્રવાસન નિગમના સચિવ રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે “અમને આનંદ થાય છે કે 70મો ફિલ્મફેર એવોર્ડ્સ ફરી એકવાર ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. આપણા રાજ્યની વૈવિધ્યભર્યા ભૂદ્રશ્યો, સમૃદ્ધ સાંસ્કૃતિ અને અદ્યતન સુવિધાઓ ફિલ્મ મેકરો માટે સતત આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ પ્રતિષ્ઠિત સંસ્કરણનું આયોજન ગુજરાતને સિનેમા અને સાંસ્કૃતિક વિનિમય માટે પસંદગીનું ગંતવ્ય બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ પુનઃપ્રતિપાદિત કરે છે. આવા કાર્યક્રમો ફક્ત ફિલ્મોના જાદુનો ઉત્સવ તરીકે જ નથી મનાવતા, પરંતુ રાજ્યના જીવંત અને સર્જનાત્મક પરિસ્થિતિમાં નવા સહકાર અને નવીન પ્રયત્નોને પણ પ્રેરણા આપે છે.” 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025 વિથ ગુજરાત ટુરિઝમ ટેક્નિકલ અને રાઇટિંગ એવોર્ડ્સ વિજેતાઓની યાદી:
ટેક્નિકલ એવોર્ડ્સ:
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર: રમ સંપથ (લાપતા લેડીઝ)
બેસ્ટ સિનેમેટોગ્રાફી: રફે મહમૂદ (કિલ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: મયુર શર્મા (કિલ)
બેસ્ટ કોસ્ચ્યુમ: દર્શન જાલાન (લાપતા લેડીઝ)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન: સુભાષ સાહુ (કિલ)
બેસ્ટ એડિટિંગ: શિવકુમાર વી. પાનિકર (કિલ)
બેસ્ટ એક્શન: સેયો યંગ ઓ & પરવેઝ શેખ (કિલ)
બેસ્ટ VFX: રી-ડિફાઇન (મુંજ્યા)
બેસ્ટ કોરિયોગ્રાફી: બોસ્કો-સીઝર (તૌબા તૌબા – બેડ ન્યૂઝ)
રાઇટિંગ એવોર્ડ્સ:
બેસ્ટ સ્ટોરી: આદિત્ય ધર & મોનલ ઠાકર (આર્ટિકલ ૩૭૦)
બેસ્ટ સ્ક્રીનપ્લે: સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)
બેસ્ટ ડાયલોગ: સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)
બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે: ઋતેશ શાહ (આઈ વોન્ટ ટુ ટોક)
What's Your Reaction?






