40 વર્ષથી રજૂઆત છતાં ગટરની સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના જુના જંક્શનની વકીલ સોસા.ના રહિશોની હૈયાવરાળ
ગટરના પાણી બેક મારતા રહીશો ત્રસ્ત ઃ સાત દિવસમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો પીઆઇએલ કરવાની ચિમકી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના જુના જંકશન સામે આવેલી વકીલ સોસાયટીમાં ૪૦ વર્ષથી ગંદા પાણીનો નિકાલ ન થતાં વિસ્તારમાં રહેતા સ્થાનીક રહિશો સહિત આગેવાનોએ આ અંગે મનપા કમીશ્નરને લેકિત રજૂઆત કરી હતી અને આગામી સાત દિવસમાં કોઈ ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
જુના જંકશન સામે વકીલ સોસાયટીમાં અંદાજે ૧૫૦થી વધુ પરિવાર રહે છે પરંતુ આ વિસ્તારમાં છેલ્લા ૪૦ વર્ષથી ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતાં લોકો હાલાકી ભોગવી રહ્યાં છે.
What's Your Reaction?






