30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવા પો. કમિશ્નરનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદાને લઇ ચિંતિત લોકો માટે આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે. પોલીસ કમિશનરે હેલ્મેટના અમલવારીની મુદત લંબાવવાની શહેરીજનોની માંગ સહિતના કારણોને ધ્યાને રાખી હવે 30 સપ્ટેમ્બરથી શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદાની અમલવારીનો નિર્ણય કર્યો હતો.
અકસ્માત સમયે સુરક્ષા હેતુ નાગરિકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા તરફ વાળવા પોલીસ કમિશનરે આગામી 15 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટના નિયમોનું કડકાઇપૂર્વક પાલન કરાવવા આદેશ કર્યા હતા. અને વધુમાં વધુ લોકો સારી ક્વોલિટીનું હેલ્મેટ પહેરે તે માટે પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ કરી લોકોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. એક તરફ શહેરમાં ખખડધજ રસ્તાઓ વચ્ચે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે. તેવા સમયે પોલીસના ફરજિયાત હેલ્મેટના આદેશથી જન આક્રોશ જોવા મળ્યો હતો. જાગૃત નાગરિકોએ હેલ્મેટના કાયદાનો વિરોધ નોંધાવી શહેરીજનોને હેલ્મેટમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી.
What's Your Reaction?






