2.40 લાખ લોકોએ LRD પરીક્ષા આપી સ્કેન OMR શીટ વેબસાઈટ પર મૂકાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોલીસ ભરતી બોર્ડએ લોકરક્ષકની 12733 જગ્યા માટે રવિવારે લીધેલી લેખિત પરીક્ષામાં 2.40 લાખ ઉમેદવારો બેઠા હતા. રાજ્યના સાત શહેરોમાં 879 પરીક્ષા કેન્દ્રો પર યોજાયેલી પરીક્ષાનું લાઈવ મોનિટરીંગ થયું હતું. દરેક વર્ગખંડમાં સીસીટીવી રેકોર્ડીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા પ્રશ્નપત્રમાં 200 માર્કસના એમસીક્યુ ટાઈપના પશ્નોના જવાબો ઓએમઆર શીટમાં આપવામાં આવેલા હતા. દરેક ઉમેદવારની ઓએમઆર શીટ સ્કેન કરી પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર 24 કલાકમાં ઓનલાઈન મુકવામાં આવશે. ઉમેદવારો આ ઓએમઆર શીટ તા.29-6-2026 સુધી ડાઉનલોડ કરી શકશે. સીસીટીવી પુનઃચકાસણી આગામી દિવસોમાં પોલીસ સીસીટીવી વ્યુઈંગ ટીમો દ્વારા કરવામાં આવશે. પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગના કુલ 26 હજાર અધિકારી અને કર્મચારીઓએ તહેનાત લેખીત પરીક્ષા માટે ફરજ પર મુકવામાં આવ્યા હતા. પોલીસ ભરતી બોર્ડની સીધી દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે લેખિત પરીક્ષા સંપન્ન થઈ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

