200 કિ.મી.નાં 150થી વધુ CCTV તપાસી ગેંગના 3 સાગરીતને ઝડપી લીધા, 5 હજૂ ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બાબરા તાલુકાનાં ખાખરીયા ગામમાં થયેલી રૂ.18.60 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમરેલી LCB અને બાબરા પોલીસે સંયુકત તપાસ હાથ ધરીને આંતરરાજય ચોર ગેંગના ત્રણ સાગરીતોને પડકી પાડયા છે. હજૂ પાંચ આરોપી ફરાર છે. પોલીસે આશરે 200 કિ.મી.માં લગાવેલા 150થી વધુ સીસીટીવી તપાસી આરોપીઓને ઝડપી લીધા હતા. પુછપરછમા આ તસ્કર ગેંગ ગૂગલ મેપથી 500 કિ.મી. દૂરનાં ગામોને નિશાન બનાવતી હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
બાબરા તાલુકા ના ખાખરીયા ગામે ગત તા.10/5 ના પૌત્રની સગાઇમાં સુરત ગયેલા ખેડુત જાદવભાઇ સવજીભાઇ નારોલાના રહેણાક મકાનના તાળા તોડી કબાટમાં રાખેલા સોનાના દાગીના કુલ કીમત 15.60 લાખ અને ખેત ઉપજ વેચાણની રકમ ત્રણ લાખ મળી કુલ 18.60 લાખની ચોરી થવા અંગે બાબરા પોલીસ મથક માં ફ્રિયાદ નોંધવા પામી હતી. સ્થાનિક પોલીસ ટીમ અને જીલ્લા એલ.સી.બી ટીમ દ્વારા 200 કિ.મી.ના 150થી વધુ સીસી ટીવી ફૂટેજ અને ટેકનીકલ સ્ત્ર્રોત સહિત હ્યુમન સ્ત્ર્રોત આધારે મહારાષ્ટ્ર ના પુના અને દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાંથી કાર્તિક રમેશભાઈ ચામઠા, સુનીલ ઈશ્વરભાઈ નાનાવત (રહે.ઓસાડે ગાવથન જી.પુના મહરાષ્ટ્ર) વ્યાસ કડવા મનાવત ( રહે.ડોંગરગાવ તા.વડ્ગાવ જી.પુના)ને રોકડા રૂપિયા 1,50,000 તથા ચોરી કરવા ઉપયોગમાં લાવેલા કાર પકડી પાડયા છે જયારે 15.60 લાખના સોનાના દાગીના તથા રોકડ 1.5 લાખ ઝડપવા બાકી છે.
પોલીસ પ્રાથમિક પુછપરછ માં પકડાયેલા આરોપી દ્વારા ચોરી ને અંજામ આપવા મદદ કરનારા સાથી તસ્કરો તરીકે સુબ્રમણ્યમ મુક્તાર મનાવત રહે.પુના અવિનાશ કીડું ચામઠા રહે.ઝાલોદ જી.દાહોદ રાજપાલ કલ્પેશભાઈ ચામઠા રહે.ઝાલોદ જી.દાહોદ ભગીરથ ચંદુભાઈ ચામઠા રહે.ઝાલોદ જી.દાહોદ વિશ્વનાથ શર્મા નાનાવત રહે.પુના મહારાષ્ટ્રના નામો જાહેર થતા તેમની શોધખોળ આદરી છે.
પોલીસની તપાસમાં આ તસ્કરોની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના આરોપી દ્વારા પોતાના રહેઠાણથી 500 કિમી દુર ગુગલ મેપ આધારિત આંતરીયાળ ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ સ્પોર્ટ બાઈક ઉપર ચોરીને અંજામ આપી ત્યાંથી 100 કિમી જેટલા દુર અન્ય તસ્કર કાર સાથે ઉભા રહી અને એક મેકના વાહનો અને ચોરી કરેલ મુદ્દામાલ બદલી નાખતા હતા. ફોર વ્હીલના તસ્કરો પોલીસથી બચવા માટે અરસ-પરસ ચેન્જ થઈ જતા હતા. બાઈકના ઈસમો ફોરવ્હીલમાં અને ફોર વ્હીલના ઈસમો બાઈક લઈને અને હેલ્મેટ પહેરીને પોતાના મુળ સ્થાને પહોંચી જતા હોવાનું પોલીસ તપાસમાં ફ્લિત થયાનું જાણવા મળે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

