15મી ઓગસ્ટને લઈને વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયુ : રિવોલ્વર ઝડપાઈ
Vadodara Railway Station : 15 મી ઓગસ્ટને લઈને વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે પોલીસ, એસઓજી, બીડીએસ અને યુઆરટીની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે એક વ્યક્તિ પાસેથી 12 બોરની બંધુક મળી આવતા તર્ક વિતર્ક સર્જાયા હતા. પરંતુ તે વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ હોય તેની પાસે બંદૂકનું લાયસન્સ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી પોલીસ દ્વારા આ વ્યક્તિ ક્યાંના છે અને ક્યાં નોકરી કરે છે તેને પૂછપરછ કરાઈ રહે છે. વડોદરા શહેરમાં 15મી ઓગસ્ટની ધામધુમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સ્વાતંત્ર પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા લોકોની સુરક્ષા માટે સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલ્વે સ્ટેશન પર રેલવે પોલીસ, એસઓજી, બીડીએસ અને પીઆરટીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન રેલ્વે સ્ટેશન પર એક શખ્સ બેગ લઈને ઊભો હોય તેના પર શંકા જતા પોલીસ દ્વારા તેમની પાસેના બેગનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે બેગમાંથી બાર બોરની બંદૂક મળી આવતા પોલીસ પણ એક તબ્બકે ચોકી ગઈ હતી. જેથી તે વ્યક્તિની પૂછપરછ કરતા તે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું હતું. તેની પાસે બંદુકનું લાઇસન્સ પણ હોવાનું માલુમ પડતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જેથી પોલીસ દ્વારા સિક્યુરિટી ગાર્ડ ક્યાંના છે અને ક્યાં નોકરી કરે છે એ તમામ બાબતોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Railway Station : 15 મી ઓગસ્ટને લઈને વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે પોલીસ, એસઓજી, બીડીએસ અને યુઆરટીની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે એક વ્યક્તિ પાસેથી 12 બોરની બંધુક મળી આવતા તર્ક વિતર્ક સર્જાયા હતા. પરંતુ તે વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ હોય તેની પાસે બંદૂકનું લાયસન્સ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી પોલીસ દ્વારા આ વ્યક્તિ ક્યાંના છે અને ક્યાં નોકરી કરે છે તેને પૂછપરછ કરાઈ રહે છે.
વડોદરા શહેરમાં 15મી ઓગસ્ટની ધામધુમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સ્વાતંત્ર પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા લોકોની સુરક્ષા માટે સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલ્વે સ્ટેશન પર રેલવે પોલીસ, એસઓજી, બીડીએસ અને પીઆરટીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન રેલ્વે સ્ટેશન પર એક શખ્સ બેગ લઈને ઊભો હોય તેના પર શંકા જતા પોલીસ દ્વારા તેમની પાસેના બેગનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે બેગમાંથી બાર બોરની બંદૂક મળી આવતા પોલીસ પણ એક તબ્બકે ચોકી ગઈ હતી. જેથી તે વ્યક્તિની પૂછપરછ કરતા તે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું હતું. તેની પાસે બંદુકનું લાઇસન્સ પણ હોવાનું માલુમ પડતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જેથી પોલીસ દ્વારા સિક્યુરિટી ગાર્ડ ક્યાંના છે અને ક્યાં નોકરી કરે છે એ તમામ બાબતોની પૂછપરછ કરવામાં આવી રહી છે.