14 November News: PM મોદીનો ગુજરાત પ્રવાસ, લાભ પાંચમથી બજારોમાં રોનક

Nov 14, 2026 - 00:00
14 November News: PM મોદીનો ગુજરાત પ્રવાસ, લાભ પાંચમથી બજારોમાં રોનક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે સવારે સંસ્કારધામ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે. લોકભવન ખાતે યોજાનારી આ બેઠકમાં આગામી આયોજનો અંગે ચર્ચા કરવામાં આવશે. શુક્રવારે રાત્રે ડિનર ડિપ્લોમસી બાદ શનિવારે આ બેઠક યોજાશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

લાભ પાંચમથી ધંધા-રોજગાર ફરી શરૂ થશે

બેસતા વર્ષથી બંધ રહેલા ધંધા-રોજગાર આવતીકાલે લાભ પાંચમના શુભ દિવસે ફરી શરૂ થશે. દિવાળીના તહેવારોને કારણે સુમસામ બનેલા બજારોમાં ફરી રોનક જોવા મળશે. વેપારીઓ નવા વર્ષના કામકાજનો પ્રારંભ કરશે.

માર્કેટિંગ યાર્ડમાં મગફળીના સોદાનો પ્રારંભ

લાભ પાંચમના દિવસે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં નવી જણસીઓની આવક અને હરાજીનો પ્રારંભ થશે. ખાસ કરીને મગફળીના સોદા શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓમાં ખરીદ-વેચાણની ગતિવિધિઓ તેજ બનશે.

રાહુલ ગાંધી હૈદરાબાદમાં ભારત સમિટને સંબોધશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 14 નવેમ્બરે હૈદરાબાદની મુલાકાત લેશે. અહીં યોજાનારી બીજી 'ભારત સમિટ'ના સમાપન સત્રને તેઓ સંબોધિત કરશે. જવાહરલાલ નેહરુની જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહેલી આ સમિટમાં આશરે 70 દેશોના પ્રતિનિધિઓ અને મહેમાનો ભાગ લઈ રહ્યા છે.દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો પ્રારંભ

દિલ્હીના ભારત મંડપમ ખાતે 14 નવેમ્બરથી આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો પ્રારંભ થશે. આ મેળો 27 નવેમ્બર સુધી ચાલશે. આ વર્ષની થીમ 'વિકાસ અને વિરાસત' રાખવામાં આવી છે. ભારત અને વિદેશના 3,500થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. મેળાના પ્રથમ 5 દિવસ એટલે કે 14થી 18 નવેમ્બર સુધી માત્ર વેપારીઓ માટે બિઝનેસ ડે રહેશે. સામાન્ય લોકો માટે 19થી 27 નવેમ્બર સુધી મેળો ખુલ્લો રહેશે.મેરઠમાં પૂર્વ સૈનિક સન્માન રેલીમાં યોગી આદિત્યનાથ હાજર રહેશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 14 નવેમ્બરે મેરઠના કુલવંત સિંહ સ્ટેડિયમ ખાતે યોજાનારી 'પૂર્વ સૈનિક સન્માન રેલી'માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોનું પ્રદર્શન

ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારના વિરોધમાં 14 નવેમ્બરે ખેડૂતો પ્રદર્શન કરશે. અલીગઢમાં ભારતીય કિસાન યુનિયને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પૂતળું બાળવાની જાહેરાત કરી છે. આ વિરોધ પ્રદર્શનને પગલે ખેડૂત સંગઠનોની ગતિવિધિઓ પર નજર રહેશે. 


આ પણ વાંચો :    Gujarat: PM Modiના પ્રવાસ વચ્ચે ગુજરાત ભાજપમાં રાજકીય હલચલ, એરપોર્ટ પર સ્વાગત માટે આ પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યો હાજર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0