હેલ્મેટના નિયમોનું ઉલ્લંઘન કરનારા સરકારી કર્મચારીઓ દંડાયા, અમદાવાદ ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી
Government Employees Violating Helmet Rules: ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. ત્યારે મંગળવાર(11મી ફેબ્રુઆરી)થી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છે. હાઇકોર્ટના કડક વલણને પગલે રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં આજથી હેલ્મેટ વગરના કર્મચારીને દંડિત કરાયા છે.સરકારી કર્મચારીઓમાં હેલ્મેટ પાલન અંગે પોલીસ મહાનિર્દેશક (DGP)ના કડક નિર્દેશોને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે સરકારી કચેરીઓની બહાર એક વ્યાપક ઝુંબેશ શરૂ કરી. કલેક્ટર ઓફિસ અને પોલીસ કમિશનર ઓફિસ સહિતના મુખ્ય સ્થળોએ હેલ્મેટ અને સીટબેલ્ટના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ભારે તૈનાતી જોવા મળી હતી.
![હેલ્મેટના નિયમોનું ઉલ્લંઘન કરનારા સરકારી કર્મચારીઓ દંડાયા, અમદાવાદ ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739298705041.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Government Employees Violating Helmet Rules: ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. ત્યારે મંગળવાર(11મી ફેબ્રુઆરી)થી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છે. હાઇકોર્ટના કડક વલણને પગલે રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં આજથી હેલ્મેટ વગરના કર્મચારીને દંડિત કરાયા છે.
સરકારી કર્મચારીઓમાં હેલ્મેટ પાલન અંગે પોલીસ મહાનિર્દેશક (DGP)ના કડક નિર્દેશોને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે સરકારી કચેરીઓની બહાર એક વ્યાપક ઝુંબેશ શરૂ કરી. કલેક્ટર ઓફિસ અને પોલીસ કમિશનર ઓફિસ સહિતના મુખ્ય સ્થળોએ હેલ્મેટ અને સીટબેલ્ટના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ભારે તૈનાતી જોવા મળી હતી.