'હું પક્ષપલટો નહીં કરું...', રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાયાની ચર્ચા

Apr 25, 2026 - 02:00
'હું પક્ષપલટો નહીં કરું...', રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાયાની ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat Elections: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે 'આપ'ના ઉમેદવારો પાસે પક્ષ દ્વારા જીત્યા બાદ પક્ષપલટો નહીં કરે તેવી એફિડેવિટ લઈ લેવામાં આવી હોવાની ચર્ચાથી રાજકારણ ગરમાયું છે. જોકે, હજુ સુધી 'આપ' દ્વારા એફિડેવિટ અંગે સત્તાવાર ખુલાસો કરાયો નથી પણ 'આપ'ના વર્તુળમાં જ એફિડેવિટ લીધી હોવાની ચર્ચા આજે રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોના પક્ષપલટા બાદ આ એફિડેવિટની જોરશોરમાં ચર્ચા શરુ થઈ ગઈ છે.

સુરત પાલિકાની ગત ચૂંટણીમાં 'આપ' 27 બેઠક સાથે વિપક્ષમાં આવ્યું હતું પરંતુ થોડા જ સમયમાં 'આપ'ના એક બાદ એક 14 કોર્પોરેટરોએ ઝાડુ છોડી કમળ પકડી લીધું હતું. 'આપ'ના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા પક્ષપલટાના કારણે પક્ષની ઇમેજનું ધોવાણ થયું હતું. કટ્ટર ઇમાનદાર પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં વેચાઈ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0