સૌરાષ્ટ્ર ઝોનના 20 ગામડાઓમાં વીજ વિભાગના દરોડા, 18 લાખની વીજચોરી ઝડપાઈ

ગીર-સોમનાથનાં કોડીનારમાં વીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 65 કનેક્શનમાં ગેરરીતિ સામે આવવા પામી હતી. વીજ વિભાગ દ્વારા લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપી હતી. ગીર-સોમનાથનાં કોડીનારમાં વીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર ઝોનની 22 ટીમ ગ્રામ્ય વિસ્તારમાં ત્રાટકી હતી. વીજ વિભાગ દ્વારા કોડીનારનાં દામલી, દેવળી સીંધાજ, કડોદરા ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ વીજ કંપની દ્વારા નવાગામ, અરણેજ, પેઢાવાડા, ફાચરિયા સહિત 20 ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કર્મચારીઓ દ્વારા 450 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 65 માં ગેરરીતિ આવી હતી. વીજ કંપની દ્વારા 18 લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી હતી. PGVCLએ તમામને 59.65 લાખનો દંડ ફટકાર્યો જામનગરમાં છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર શહેર અને જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. લખાબાવળ, સરમત, કલ્યાણપુર સહિતનાં વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 36 ટીમે 337 વીજ કનેક્શનમાં તપાસ કરી હતી. જેમાંથી 74 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી. પીજીવીસીએલ એ તમામને 59.65 લાખનો દંડ ફટકાર્યો હતો. વીજ કંપની દ્વારા વહેલી સવારથી ચેકીંગ હાથ ધર્યું હતું જામનગરમાં વીજ કંપની દ્વારા જલારામ ઝુંપડપટ્ટી, લીમડાલેન, સેતાવાડ, ખોજાવાડ, માંડવી ટાવર, જલાની જાર, માંડવી ટાવર સહિતનાં શહેરનાં એરિયામાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જામજોધપુરનાં ગ્રામ્ય પંથકમાં પણ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. વીજ કંપનીની ટીમ દ્વારા વહેલી સવારથી જ ગામોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. વીજ ચેકીંગ દરમ્યાન નિવૃત આર્મીમેન તેમજ સ્થાનિક પોલીસ પણ વીજ કર્મચારીઓની મદદમાં જોડાઈ હતી.

સૌરાષ્ટ્ર ઝોનના 20 ગામડાઓમાં વીજ વિભાગના દરોડા, 18 લાખની વીજચોરી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર-સોમનાથનાં કોડીનારમાં વીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 65 કનેક્શનમાં ગેરરીતિ સામે આવવા પામી હતી. વીજ વિભાગ દ્વારા લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપી હતી.

ગીર-સોમનાથનાં કોડીનારમાં વીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર ઝોનની 22 ટીમ ગ્રામ્ય વિસ્તારમાં ત્રાટકી હતી. વીજ વિભાગ દ્વારા કોડીનારનાં દામલી, દેવળી સીંધાજ, કડોદરા ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ વીજ કંપની દ્વારા નવાગામ, અરણેજ, પેઢાવાડા, ફાચરિયા સહિત 20 ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કર્મચારીઓ દ્વારા 450 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 65 માં ગેરરીતિ આવી હતી. વીજ કંપની દ્વારા 18 લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી હતી.

PGVCLએ તમામને 59.65 લાખનો દંડ ફટકાર્યો

જામનગરમાં છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર શહેર અને જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. લખાબાવળ, સરમત, કલ્યાણપુર સહિતનાં વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 36 ટીમે 337 વીજ કનેક્શનમાં તપાસ કરી હતી. જેમાંથી 74 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી. પીજીવીસીએલ એ તમામને 59.65 લાખનો દંડ ફટકાર્યો હતો.

વીજ કંપની દ્વારા વહેલી સવારથી ચેકીંગ હાથ ધર્યું હતું

જામનગરમાં વીજ કંપની દ્વારા જલારામ ઝુંપડપટ્ટી, લીમડાલેન, સેતાવાડ, ખોજાવાડ, માંડવી ટાવર, જલાની જાર, માંડવી ટાવર સહિતનાં શહેરનાં એરિયામાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જામજોધપુરનાં ગ્રામ્ય પંથકમાં પણ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. વીજ કંપનીની ટીમ દ્વારા વહેલી સવારથી જ ગામોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. વીજ ચેકીંગ દરમ્યાન નિવૃત આર્મીમેન તેમજ સ્થાનિક પોલીસ પણ વીજ કર્મચારીઓની મદદમાં જોડાઈ હતી.