સુરેન્દ્રનગર ધોળીપોળ મેઈન રોડ પર પ્રાથમિક સુવિધા મામલે સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાણી, રોડ, ગટર, સફાઈ સહિતની સુુવિધાઓ પુરી ન પાડતા રોષ
રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા મહિલાઓ-કોંગ્રેસી કાર્યકરોએ ચક્કાજામ કરતાં વાહનોના થપ્પા લાગ્યા ઃ પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી ઃ ભારે જહેમત બાદ પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યોે
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર મન૫ા તંત્ર દ્વારા તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ તેમ છતાંય અમુક વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે વઢવાણ ધોળીપોળ પાસે સ્થાનીક રહિશો, મહિલાઓ અને કોંગ્રેસી કાર્યકર્તાઓએ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ અને કાર્યકરોએ ચક્કાજામ કરતા પોલીસે કેટલાક કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી. ચક્કાજામના કારણે વિસ્તારમાં વાહનોની લાંબી કતારો લાગી હતી.
What's Your Reaction?






