સુરેન્દ્રનગર જિલ્લાના 11 પોલીસ મથક PSIમાંથી PI કક્ષાના થશે

શોધ યોજના અંતર્ગત 874 નવી જગ્યા મંજૂર કરાઈહવે પીએસઆઈમાંથી પીઆઈ કક્ષાના બનાવવામાં આવનાર છે સુરેન્દ્રનગર જિલ્લાના 11 પોલીસ મથકનો સમાવેશ કરવામાં આવ્યો ગુજરાત રાજયના પોલીસ વિભાગમાં 874 નવી જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. જેના લીધે રાજયના 200 પોલીસ મથકોને હવે પીએસઆઈમાંથી પીઆઈ કક્ષાના બનાવવામાં આવનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 11 પોલીસ મથકનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટ્રેન્થનીંગ ઓફ હ્યુમન રીસોર્સ ફોર ઓપરેશનન્સ, ડીટેકશન એન્ડ હેન્ડલીંગ ઓફ લો એન્ડ ઓર્ડર ઈસ્યૂસ(શોધ) યોજના અંતર્ગત રાજયમાં પોલીસ અધિકારી અને કર્મચારીની 874 નવી જગ્યાઓ હંગામી ધોરણે મંજુર થઈ છે. જેમાં 200 બિન હથિયારી પીઆઈ, 300 બિન હથિયારી પીએસઆઈ, 280 બિન હથિયારી એએસઆઈ, 94 હથિયારી એએસઆઈની જગ્યાઓ મંજૂર થઈ છે. આ ઉપરાંત રાજયના 200 પોલીસ મથકોને હવે પીએસઆઈમાંથી પીઆઈ કક્ષાના બનાવવામાં આવનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 11 પોલીસ મથકનો સમાવેશ થયો છે. રાજકોટ રેંજ હેઠળ આવતા સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર, વઢવાણ, સુરેન્દ્રનગર બી ડીવીઝન, લીંબડી, સાયલા, ચૂડા, મૂળી, લખતર, પાટડી, બજાણા, નાની મોલડી પોલીસ મથકમાં હવે પીઆઈ કક્ષાના અધિકારી મુકાશે. આ નિર્ણયથી સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વિભાગને એક નવુ બળ મળશે.

સુરેન્દ્રનગર જિલ્લાના 11 પોલીસ મથક PSIમાંથી PI કક્ષાના થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શોધ યોજના અંતર્ગત 874 નવી જગ્યા મંજૂર કરાઈ
  • હવે પીએસઆઈમાંથી પીઆઈ કક્ષાના બનાવવામાં આવનાર છે
  • સુરેન્દ્રનગર જિલ્લાના 11 પોલીસ મથકનો સમાવેશ કરવામાં આવ્યો

ગુજરાત રાજયના પોલીસ વિભાગમાં 874 નવી જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. જેના લીધે રાજયના 200 પોલીસ મથકોને હવે પીએસઆઈમાંથી પીઆઈ કક્ષાના બનાવવામાં આવનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 11 પોલીસ મથકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્ટ્રેન્થનીંગ ઓફ હ્યુમન રીસોર્સ ફોર ઓપરેશનન્સ, ડીટેકશન એન્ડ હેન્ડલીંગ ઓફ લો એન્ડ ઓર્ડર ઈસ્યૂસ(શોધ) યોજના અંતર્ગત રાજયમાં પોલીસ અધિકારી અને કર્મચારીની 874 નવી જગ્યાઓ હંગામી ધોરણે મંજુર થઈ છે. જેમાં 200 બિન હથિયારી પીઆઈ, 300 બિન હથિયારી પીએસઆઈ, 280 બિન હથિયારી એએસઆઈ, 94 હથિયારી એએસઆઈની જગ્યાઓ મંજૂર થઈ છે. આ ઉપરાંત રાજયના 200 પોલીસ મથકોને હવે પીએસઆઈમાંથી પીઆઈ કક્ષાના બનાવવામાં આવનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 11 પોલીસ મથકનો સમાવેશ થયો છે. રાજકોટ રેંજ હેઠળ આવતા સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર, વઢવાણ, સુરેન્દ્રનગર બી ડીવીઝન, લીંબડી, સાયલા, ચૂડા, મૂળી, લખતર, પાટડી, બજાણા, નાની મોલડી પોલીસ મથકમાં હવે પીઆઈ કક્ષાના અધિકારી મુકાશે. આ નિર્ણયથી સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વિભાગને એક નવુ બળ મળશે.