સુરત પાલિકાની શાળામાં રામાયણ-ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat : આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઇલ અને સોશિયલ મીડિયા વચ્ચે પસાર થઈ રહ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત એક શાળાએ શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે. વરિયાવ પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને ગત વર્ષે વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે ધોરણ-8ના વિદ્યાર્થીઓને વાલ્મિકી કૃત રામાયણ પુસ્તિકાનું વિતરણ કરીને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી રમેશ પારેખ પ્રાથમિક શાળા ક્રમાંક-316, તાડવાડી-વરિયાવ ખાતે બાળકોન અક્ષર જ્ઞાન આપવા સાથે સંસ્કારનું સિંચન કરવાનો અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના એક દાતાના સહયોગથી ધોરણ-8માં અભ્યાસ કરતા આશરે 100 જેટલા વિદ્યાર્થીઓને વાલ્મિકી કૃત રામાયણનું પુસ્તક આપવામાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

