સુરત પાલિકાના અણઘડ આયોજનના કારણે ટ્રાયલ પહેલા ડબલ ડેકર બસ ટ્રાફિકમાં ફસાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat : સુરત પાલિકાની ચૂંટણી પહેલા સુરત પાલિકાએ જાહેર કરેલા ડબલ ડેકર ટ્રાયલ રુટની જગ્યાએ મતદારોને રીઝવવા માટે રૂટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું. મોટા ઉપાડે પાલિકાએ ટ્રાયલ રન તો શરૂ કરી દીધો છે પરંતુ અણઘડ આયોજનના કારણે પાલિકાની એક ડબલ ડેકર ઓછી ઉંચાઈના જગ્યાએ ફસાઈ ગઈ હતી. ત્યારબાદ ડબલ ડેકરને કાઢવા માટે વૃક્ષની ડાળી કાપવી પડી હતી. ડબલ ડેકર ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આકરી ગરમીમાં ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો પાલિકાના અણઘડ વહીવટ સામે આક્રોશ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

