સુરત પાલિકાના અઠવા ઝોનમાં 150થી વધુ ઝુંપડાના ડિમોલિશનની વાત વચ્ચે ઝુંપડાવાસીઓનો મોરચો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Corporation : સુરત પાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં આવેલી ખાડીના વિકાસ માટે ખાડી કિનારે આવેલી ઝૂંપડપટ્ટીના ડિમોલીશન માટેની તૈયારી થઈ રહી છે. પાલિકા દ્વારા ડિમોલીશનની તૈયારી શરુ કરતાં ઈન્દિરા નગર અને રસુલાબાદ નગરના રહેવાસીઓેએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી સાથે અઠવા ઝોન પર મોરચો લઈ પહોંચ્યા હતા. અસરગ્રસ્તો 35 વર્ષથી વધુ સમયથી વસવાટ કરે છે અને અચાનક બેઘર થાય તેવી શક્યતા છે તેવો ભય વ્યક્ત કર્યો હતો.
સુરત પાલિકાના અઠવા ઝોનમાં ભટારમાં ખાડી કિનારે 35 વર્ષથી સ્લમ વિસ્તાર એવા ઇન્દિરા નગર અને રસુલાબાદ નગરમાં 150થી વધુ પરિવારો વસવાટ કરે છે.
What's Your Reaction?






