સુરતના મૉલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇમેલ, બોમ્બ અને ડોગ સ્ક્વૉડ ઘટના સ્થળે

Surat VR Mall Bomb Threat : થોડા દિવસ પહેલાં જ એટલે કે 14 ઓગસ્ટે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. ત્યારબાદ હવે સુરતના વીઆર મૉલને એક ધમકીભર્યો ઇમેલ મળ્યો છે. જેમાં મૉલને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેથી મૉલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આજે રક્ષા બંધનનો તહેવાર અને રજા દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સુરત શહેરના પીપલોદ રોડ પર આવેલા વીઆર મૉલને બોમ્બ વડે ઉડાવી દેવાની ભમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેથી મૉલના મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આજે રક્ષાબંધનનો તહેવાર અને રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો, ક્રાઇમ બ્રાન્ચની ટીમ મૉલમાં પહોંચી ગઇ હતી. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૉલમાં હાજર લોકો બહાર કાઢીને મૉલ ખાલી કરાવ્યો હતો. જેથી કોઇ નાસભાગ કે દુર્ઘટના ન સર્જાય.  પોલીસે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની પણ મદદ લીધી હતી. મોટી સંખ્યામાં પોલીસ ટીમને જોતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મૉલની તપાસ કરી હતી. જોકે હજુ સુધી શંકાસ્પદ મળી આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ગત 9 એપ્રિલે પણ વીઆર મૉલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. 

સુરતના મૉલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇમેલ, બોમ્બ અને ડોગ સ્ક્વૉડ ઘટના સ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat VR Mall Bomb Threat : થોડા દિવસ પહેલાં જ એટલે કે 14 ઓગસ્ટે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. ત્યારબાદ હવે સુરતના વીઆર મૉલને એક ધમકીભર્યો ઇમેલ મળ્યો છે. જેમાં મૉલને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેથી મૉલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આજે રક્ષા બંધનનો તહેવાર અને રજા દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સુરત શહેરના પીપલોદ રોડ પર આવેલા વીઆર મૉલને બોમ્બ વડે ઉડાવી દેવાની ભમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેથી મૉલના મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આજે રક્ષાબંધનનો તહેવાર અને રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો, ક્રાઇમ બ્રાન્ચની ટીમ મૉલમાં પહોંચી ગઇ હતી. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૉલમાં હાજર લોકો બહાર કાઢીને મૉલ ખાલી કરાવ્યો હતો. જેથી કોઇ નાસભાગ કે દુર્ઘટના ન સર્જાય.  પોલીસે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની પણ મદદ લીધી હતી. મોટી સંખ્યામાં પોલીસ ટીમને જોતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મૉલની તપાસ કરી હતી. જોકે હજુ સુધી શંકાસ્પદ મળી આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ગત 9 એપ્રિલે પણ વીઆર મૉલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.