સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વંથલીના નાના કાજલીયાળાની સીમમાં આશ્ચર્યજનક ઘટના શ્વાનોના ટોળાએ બે વર્ષના નર હરણને ફાડી ખાતા વન વિભાગે મૃતદેહને પીએમ અર્થે અમરાપુર ખસેડયો
જૂનાગઢ, : વંથલી તાલુકાના નાના કાજલીયાળા ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વન્યજીવ સૃષ્ટિના અત્યંત સુંદર અને ચપળ ગણાતા હરણનો શ્વાનો દ્વારા શિકાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા હરણનો શિકાર થતો હોય છે પરંતુ રખડતા શ્વાનો દ્વારા શિકારની આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે.
નાના કાજલીયાળા ગામની સીમમાં આવેલ ખેડૂત ગોવિંદભાઈ કરસનભાઈ વાઢેરના ખેતરમાં આ બનાવ બન્યો હતો. જ્યારે ખેડૂત સવારના સમયે પોતાના ખેતરે કામ અર્થે ગયા ત્યારે તેમને ખેતરમાં અંદાજે બે વર્ષના એક નર હરણનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

