સવા બે કરોડના બીલ પાસ નહી કરતા કોન્ટ્રાક્ટરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અમદાવાદ, શનિવારરાજ્ય સરકારમાં કોન્ટ્રાક્ટરે કોઇપણ સરકારી કામ મેળવવાની સાથે જે તે વિભાગ સાથે ઉંચી ટકાવારી નક્કી કરવી પડે છે. જો તે નક્કી ન થાય તો તેમને સમયસર બિલ પાસ નહી કરવા ઉપરાંત, અનેક રીતે કનડગત કરવામાં આવે છે.  ગત ૧૫મી જુનના રોજ કનુભાઇ પટેલ નામના કોન્ટ્રાક્ટરે આર્થિક સંકડામણને કારણે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.  કપડવંજના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ તેમના સવા બે કરોડ રૂપિયાના બિલ પાસ ન કરતા તેમનો ધંધો ઠપ્પ થઇ ગયો હતો.  જેથી તેમણે હતાશામાં આવીને જીવન ટુંકાવ્યું હતું. આ બનાવને લઇને ગુજરાત કોન્ટ્રાક્ટર એસોશિએશનમાં ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગમાં કમિશનની ઉંચી ટકાવારીની માંગણીની સાથે કરવામાં આવતી હેરાનગતિને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથેસાથે કોન્ટ્રાક્ટરની આત્મહત્યાના કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરીને જવાબદાર સામે પગલા ભરવા માટે પણ માંગણી કરવામાં આવી છે. મુળ મહિસાગર જિલ્લાના સંતરામપુર નજીક આવેલા થાંભા ગામના વતની કનુભાઇ પટેલ કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરતા હતા. તેમને નડિયાદના માર્ગ અને મકાન વિભાગ ડીવીઝન દ્વારા કપડવંજ પેટા વિભાગમાં રોડ બનાવવાનો સબ કોન્ટ્રાક્ટ  એલ જી ચૌધરી પાસેથી મેળવ્યો હતો. જેમાં એપ્રિલ ૨૦૨૩થી જુન ૨૦૨૩ના સમયગાળા દરમિયાન સબ ડીવીઝનના અધિકારી દિપક ગુુપ્તા અને નાયબ કાર્યપાલક ઇજનેર જીગર કડિયાના સુપરવિઝનમાં  આશરે સવા કરોડ રૂપિયાનો ખર્ચ કરીને કામગીરી કરી હતી. જેના બિલ મુક્યા બાદ એક વર્ષ સુધી અધિકારીઓ પેમેન્ટ કર્યું નહોતુ. જેના કારણે અન્ય કામગીરી પર અસર પડી અને નોટિસ આપીને પરેશાન કરવામાં આવતા હતા. બીજી તરફ કનુભાઇ પાસે સ્ટાફને પગાર ચુકવવા માટેના નાણાં પણ ખુટી પડયા હતા. જેથી ગત ૧૫મી જુનના રોજ તેમણે આત્મહત્યા કરી લીધી હતી. સૌથી મહત્વની વાત એ છે કે   તેમણે જે દિવસે આત્મહત્યા કરી તે દિવસે જ તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ચીઠ્ઠી લખીને તમામ હકીકત જણાવી હતી. કોન્ટ્રાક્ટર કનુભાઇ પટેલની આતમહત્યાની ઘટનાને પગલે ગુજરાત કોન્ટ્રાક્ટર એશોસિએશનમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ અંગે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોશિએશનના પ્રમુખ  અરવિંદભાઇ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે  કનુભાઇ પટેલ ૩૫ વર્ષથી કોન્ટ્રાક્ટર તરીકે માર્ગ અને મકાન વિભાગ સાથે  કામ કરતા હતા. તેમણે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે  કપડવંજના માર્ગ અને મકાનના પેટા વિભાગના અધિકારીઓ દ્વારા બિલ પાસ કરાવવાના બદલામાં ઉંચી ટકાવારી માંગવામાં આવી હતી અને તેમને નોટિસ આપીને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા. આમ, બે અધિકારીઓના કારણે તેમના કરોડો રૂપિયા અટવાયા હોવાથી તેમણે જીવન ટુંકાવ્યું હતું. આ મામલે જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને જવાબદાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવે અને તેમને ફરજ મોકુફ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.  તેમજ તેમના બાકી નાણાં તાત્કાલિક અસરથી ચુકવવા માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરાઇ છે. અધિકારીઓને ટકાવારી ન આપો તો બિલ પાસ  કરવામા નથી આવતા માર્ગ અને મકાન વિભાગમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટ્રાચારથી કોન્ટ્રાક્ટરો કંટાળી ગયા છે. જો કોન્ટ્રાક્ટરને કોઇ કામ મળે તો પહેલાથી જ બિલની રકમના ઓછામાં ઓછા દશ ટકા કમિશન નક્કી કરવામાં આવે છે.  જે કમિશન મળે તો જ બિલ પાસ કરવામાં આવે છે. જ્યારે કેટલાંક કિસ્સામાં ૧૫ ટકા સુધી કમિશન આપવાનું  પણ હોય છે. જેના કારણે  કોન્ટ્રાક્ટર નબળી ગુણવતાનું કામ કરીને નાણાંનું સંતુલન કરે છે અને છેવટે પ્રજાને  ભોગવવાનો વારો આવે છે.

સવા બે કરોડના બીલ પાસ નહી કરતા કોન્ટ્રાક્ટરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શનિવાર

રાજ્ય સરકારમાં કોન્ટ્રાક્ટરે કોઇપણ સરકારી કામ મેળવવાની સાથે જે તે વિભાગ સાથે ઉંચી ટકાવારી નક્કી કરવી પડે છે. જો તે નક્કી ન થાય તો તેમને સમયસર બિલ પાસ નહી કરવા ઉપરાંત, અનેક રીતે કનડગત કરવામાં આવે છે.  ગત ૧૫મી જુનના રોજ કનુભાઇ પટેલ નામના કોન્ટ્રાક્ટરે આર્થિક સંકડામણને કારણે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.  કપડવંજના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ તેમના સવા બે કરોડ રૂપિયાના બિલ પાસ ન કરતા તેમનો ધંધો ઠપ્પ થઇ ગયો હતો.  જેથી તેમણે હતાશામાં આવીને જીવન ટુંકાવ્યું હતું. આ બનાવને લઇને ગુજરાત કોન્ટ્રાક્ટર એસોશિએશનમાં ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગમાં કમિશનની ઉંચી ટકાવારીની માંગણીની સાથે કરવામાં આવતી હેરાનગતિને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથેસાથે કોન્ટ્રાક્ટરની આત્મહત્યાના કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરીને જવાબદાર સામે પગલા ભરવા માટે પણ માંગણી કરવામાં આવી છે. મુળ મહિસાગર જિલ્લાના સંતરામપુર નજીક આવેલા થાંભા ગામના વતની કનુભાઇ પટેલ કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરતા હતા. તેમને નડિયાદના માર્ગ અને મકાન વિભાગ ડીવીઝન દ્વારા કપડવંજ પેટા વિભાગમાં રોડ બનાવવાનો સબ કોન્ટ્રાક્ટ  એલ જી ચૌધરી પાસેથી મેળવ્યો હતો. જેમાં એપ્રિલ ૨૦૨૩થી જુન ૨૦૨૩ના સમયગાળા દરમિયાન સબ ડીવીઝનના અધિકારી દિપક ગુુપ્તા અને નાયબ કાર્યપાલક ઇજનેર જીગર કડિયાના સુપરવિઝનમાં  આશરે સવા કરોડ રૂપિયાનો ખર્ચ કરીને કામગીરી કરી હતી. જેના બિલ મુક્યા બાદ એક વર્ષ સુધી અધિકારીઓ પેમેન્ટ કર્યું નહોતુ. જેના કારણે અન્ય કામગીરી પર અસર પડી અને નોટિસ આપીને પરેશાન કરવામાં આવતા હતા. બીજી તરફ કનુભાઇ પાસે સ્ટાફને પગાર ચુકવવા માટેના નાણાં પણ ખુટી પડયા હતા. જેથી ગત ૧૫મી જુનના રોજ તેમણે આત્મહત્યા કરી લીધી હતી. સૌથી મહત્વની વાત એ છે કે   તેમણે જે દિવસે આત્મહત્યા કરી તે દિવસે જ તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ચીઠ્ઠી લખીને તમામ હકીકત જણાવી હતી. કોન્ટ્રાક્ટર કનુભાઇ પટેલની આતમહત્યાની ઘટનાને પગલે ગુજરાત કોન્ટ્રાક્ટર એશોસિએશનમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ અંગે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોશિએશનના પ્રમુખ  અરવિંદભાઇ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે  કનુભાઇ પટેલ ૩૫ વર્ષથી કોન્ટ્રાક્ટર તરીકે માર્ગ અને મકાન વિભાગ સાથે  કામ કરતા હતા. તેમણે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે  કપડવંજના માર્ગ અને મકાનના પેટા વિભાગના અધિકારીઓ દ્વારા બિલ પાસ કરાવવાના બદલામાં ઉંચી ટકાવારી માંગવામાં આવી હતી અને તેમને નોટિસ આપીને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા. આમ, બે અધિકારીઓના કારણે તેમના કરોડો રૂપિયા અટવાયા હોવાથી તેમણે જીવન ટુંકાવ્યું હતું. આ મામલે જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને જવાબદાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવે અને તેમને ફરજ મોકુફ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.  તેમજ તેમના બાકી નાણાં તાત્કાલિક અસરથી ચુકવવા માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરાઇ છે.

 

અધિકારીઓને ટકાવારી ન આપો તો બિલ પાસ  કરવામા નથી આવતા


માર્ગ અને મકાન વિભાગમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટ્રાચારથી કોન્ટ્રાક્ટરો કંટાળી ગયા છે. જો કોન્ટ્રાક્ટરને કોઇ કામ મળે તો પહેલાથી જ બિલની રકમના ઓછામાં ઓછા દશ ટકા કમિશન નક્કી કરવામાં આવે છે.  જે કમિશન મળે તો જ બિલ પાસ કરવામાં આવે છે. જ્યારે કેટલાંક કિસ્સામાં ૧૫ ટકા સુધી કમિશન આપવાનું  પણ હોય છે. જેના કારણે  કોન્ટ્રાક્ટર નબળી ગુણવતાનું કામ કરીને નાણાંનું સંતુલન કરે છે અને છેવટે પ્રજાને  ભોગવવાનો વારો આવે છે.