સમા અને ક્રાઇમબ્રાન્ચ પોલીસની ટીમ ઉપર તસ્કર ત્રિપુટીનો તલવાર વડે જીવલેણ હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમા વિસ્તારની શક્તિ પાર્ક સોસાયટીમાં મળસ્કે તસ્કરો ત્રાટકતા પાડોશીની સતર્કતાથી સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ટીમના જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચતા તસ્કરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. તસ્કરોએ પોલીસકર્મીઓ પર તલવાર જેવા હથિયારો વડે હુમલાનો પ્રયાસ કરી, પોલીસના બે સહિત ત્રણ વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડી, બે વીજ થાંભલા તોડી નાખી ભયનો માહોલ સર્જ્યો હતો. જો કે, પોલીસે હિંમતભેર એક તસ્કરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે નાસી છૂટતા તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગઈ તા.21 જૂનના રોજ વહેલી સવારે સમા પોલીસની વન મોબાઇલ વાનને પોલીસ કંટ્રોલ તરફથી વર્ધી મળી હતી કે, સમા વિસ્તારમાં સંજયનગરની બાજુમાં આવેલ શક્તિપાર્ક સોસાયટીના બંધ મકાન નં. 46 માં ચોર આવ્યા છે.
What's Your Reaction?






