શાકભાજીના ભાવમાં થયો ભડકો, આદુવાળી ચા અને સેવ-ટામેટાની સબજીનો ટેસડો મોંઘો પડશે

Vegetable Prices Increased : મોંધવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદીના પણ ફાફા છે, ત્યારે ટામેટા સહિત લીલોતરી શાકભાજીના ભાવમાં વધારા થયો છે. ચોમાસાની ઋતુમાં લીલોતરી શાકભાજીની આવક ઓછી થતાં તેના ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં ટામેટાના ભાવ 100 રૂપિયા કિલો સેવ-ટામેટાની સબજીના ભાવ પણ વધવાની શક્યતા છે, જ્યારે આદુ 260 રૂપિયા કિલો ભાવ વધતા આદુવાળી ચાના કિંમતમાં વધારો થઈ  શકે છે. બીજી તરફ, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. લીલોતરી શાકભાજીમાં 100થી 150 સુધી ભાવમાં વધારો નોંધાયોશાકભાજીના ભાવોમાં આશરે 100થી લઈને 150 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે, ત્યારે ટામેટા, બટાકા સહિતના શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. જેમાં સામાન્ય દિવસોમાં 15 રૂપિયા કિલોના ભાવે મળતા ડુંગળી અને બટાકાના ભાવમાં વધારો થતો તેના ભાવ 50 રૂપિયાની આસપાસ થયો છે. જ્યારે કોથમીરનો ભાવ 160 રૂપિયા કિલો, સરગવાનો ભાવ 250 રૂપિયા કિલો થયો છે. આ સાથે ટામેટામાં આશરે 5 ટકા ભાવમાં વધારો જોવા મળ્યો છે.આજના શાકભાજીના ભાવરાજકોટ APMC પ્રમાણે આજના દિવસના શાકભાજીના 20 કિલો લેખે કોથમરી 600થી 1000 રૂપિયા, રીંગણા 150થી 300 રૂપિયા, કોબીજ 500થી 800 રૂપિયા, ફલાવર 400થી 800 રૂપિયા, ભીંડો 600થી 1000 રૂપિયા, ગુવાર 800થી 1500 રૂપિયા, ચોળાસીંગ 400થી 700 રૂપિયા, ટીંડોળા 400થી 800 રૂપિયા, દુધી 200થી 300 રૂપિયા, કારેલા 500થી 700 રૂપિયા, સરગવો 1000થી 1400 રૂપિયા, તુરીયા 800થી 1000 રૂપિયા, પરવર 600થી 800 રૂપિયા, કાકડી 400થી 600 રૂપિયા, ગાજર 310થી 520 રૂપિયા, ગલકા 150થી 270 રૂપિયા, બીટ 250થી 400 રૂપિયા, મેથી 700થી 1000 રૂપિયા, ડુંગળી લીલી 750થી 1000 રૂપિયા, આદુ 1700થી 2100 રૂપિયા, મરચા લીલા 600થી 1000 રૂપિયા, મગફળી લીલી 800થી 1200 રૂપિયા, મકાઇ લીલી 280થી 500 રૂપિયા, લીંબુ 600થી 1100 રૂપિયા, બટેટા 300થી 611 રૂપિયા, ડુંગળી સુકી 210થી 585 રૂપિયા, ટામેટા 1250થી 1500 રૂપિયા અને સુરણ 1500થી 1800 રૂપિયા ભાવમાં વધારો થયો છે.આ પણ વાંચો : 'આકરી' અગિયારસ : શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, સુરણ તો 250 રૂપિયે કિલો વેચાયુંઆગામી દિવસોમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થવાની શક્યતાશાકભાજીના ભાવોના વધારાના લઈને વેપારી જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજ્યમાં ટામેટાની આયાત મહારાષ્ટ્ર અને બેંગ્લુરુથી કરવામાં આવે છે. તેવામાં ઉનાળા દરમિયાન 25 ટકાથી વધારે ટામેટા ગરમીના કારણે બગડેલા નીકળા હતા. જેમાં ટામેટાની અછત દેખાતા તેના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ, મધ્ય પ્રદેશથી કોથમીર આયાત કરવામાં આવે છે ત્યારે કોથમીરની આવક ઓછી થઈ હોવાથી તેના ભાવમાં બે ગણો વધારો થયો છે.મોટા શહેરો સુધી ટામેટા પહોંચવામાં મુશ્કેલીટામેટાના ઊંચા ભાવનું કારણ પણ વરસાદ હોવાનું માનવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં અતિશય વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, જેના કારણે મોટા શહેરોમાં ટામેટા પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. કેરળમાંથી પણ પરિવહન સેવા વરસાદના કારણે ખોરવાઈ હોવાથી ટામેટા સમયસર બજારો સુધી પહોંચી રહ્યા નથી. જેથી ભાવ વધ્યા છે.ટામેટાના ભાવમાં ક્યારે રાહત મળશે?હવે ખરીફ સિઝનના ટામેટા બજારમાં આવી રહ્યા છે. ધીમે-ધીમે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં નવા પાક બજારમાં આવવા લાગશે, તેની સાથે ભાવમાં ઘટાડો થવાની આશંકા છે. જો માંગ ઘટે અને પુરવઠો વધે તો પણ ટામેટાના ભાવ નીચે આવી શકે છે. ગત વર્ષની જેમ આ વખતે પણ જો સરકાર દ્વારા સરકારી એજન્સીઓ મારફત ખુલ્લા બજારમાં ટામેટાનું વેચાણ કરવામાં આવે તો ભાવ નીચે આવી શકે છે. આ માટે સરકાર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) વધારી શકે છે અથવા ટામેટાની આયાત કરી શકે છે. આ પગલું કિંમતને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.

શાકભાજીના ભાવમાં થયો ભડકો, આદુવાળી ચા અને સેવ-ટામેટાની સબજીનો ટેસડો મોંઘો પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vegetable Prices

Vegetable Prices Increased : મોંધવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદીના પણ ફાફા છે, ત્યારે ટામેટા સહિત લીલોતરી શાકભાજીના ભાવમાં વધારા થયો છે. ચોમાસાની ઋતુમાં લીલોતરી શાકભાજીની આવક ઓછી થતાં તેના ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં ટામેટાના ભાવ 100 રૂપિયા કિલો સેવ-ટામેટાની સબજીના ભાવ પણ વધવાની શક્યતા છે, જ્યારે આદુ 260 રૂપિયા કિલો ભાવ વધતા આદુવાળી ચાના કિંમતમાં વધારો થઈ  શકે છે. બીજી તરફ, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 

લીલોતરી શાકભાજીમાં 100થી 150 સુધી ભાવમાં વધારો નોંધાયો

શાકભાજીના ભાવોમાં આશરે 100થી લઈને 150 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે, ત્યારે ટામેટા, બટાકા સહિતના શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. જેમાં સામાન્ય દિવસોમાં 15 રૂપિયા કિલોના ભાવે મળતા ડુંગળી અને બટાકાના ભાવમાં વધારો થતો તેના ભાવ 50 રૂપિયાની આસપાસ થયો છે. જ્યારે કોથમીરનો ભાવ 160 રૂપિયા કિલો, સરગવાનો ભાવ 250 રૂપિયા કિલો થયો છે. આ સાથે ટામેટામાં આશરે 5 ટકા ભાવમાં વધારો જોવા મળ્યો છે.

આજના શાકભાજીના ભાવ

રાજકોટ APMC પ્રમાણે આજના દિવસના શાકભાજીના 20 કિલો લેખે કોથમરી 600થી 1000 રૂપિયા, રીંગણા 150થી 300 રૂપિયા, કોબીજ 500થી 800 રૂપિયા, ફલાવર 400થી 800 રૂપિયા, ભીંડો 600થી 1000 રૂપિયા, ગુવાર 800થી 1500 રૂપિયા, ચોળાસીંગ 400થી 700 રૂપિયા, ટીંડોળા 400થી 800 રૂપિયા, દુધી 200થી 300 રૂપિયા, કારેલા 500થી 700 રૂપિયા, સરગવો 1000થી 1400 રૂપિયા, તુરીયા 800થી 1000 રૂપિયા, પરવર 600થી 800 રૂપિયા, કાકડી 400થી 600 રૂપિયા, ગાજર 310થી 520 રૂપિયા, ગલકા 150થી 270 રૂપિયા, બીટ 250થી 400 રૂપિયા, મેથી 700થી 1000 રૂપિયા, ડુંગળી લીલી 750થી 1000 રૂપિયા, આદુ 1700થી 2100 રૂપિયા, મરચા લીલા 600થી 1000 રૂપિયા, મગફળી લીલી 800થી 1200 રૂપિયા, મકાઇ લીલી 280થી 500 રૂપિયા, લીંબુ 600થી 1100 રૂપિયા, બટેટા 300થી 611 રૂપિયા, ડુંગળી સુકી 210થી 585 રૂપિયા, ટામેટા 1250થી 1500 રૂપિયા અને સુરણ 1500થી 1800 રૂપિયા ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો : 'આકરી' અગિયારસ : શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, સુરણ તો 250 રૂપિયે કિલો વેચાયું

આગામી દિવસોમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થવાની શક્યતા

શાકભાજીના ભાવોના વધારાના લઈને વેપારી જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજ્યમાં ટામેટાની આયાત મહારાષ્ટ્ર અને બેંગ્લુરુથી કરવામાં આવે છે. તેવામાં ઉનાળા દરમિયાન 25 ટકાથી વધારે ટામેટા ગરમીના કારણે બગડેલા નીકળા હતા. જેમાં ટામેટાની અછત દેખાતા તેના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ, મધ્ય પ્રદેશથી કોથમીર આયાત કરવામાં આવે છે ત્યારે કોથમીરની આવક ઓછી થઈ હોવાથી તેના ભાવમાં બે ગણો વધારો થયો છે.

મોટા શહેરો સુધી ટામેટા પહોંચવામાં મુશ્કેલી

ટામેટાના ઊંચા ભાવનું કારણ પણ વરસાદ હોવાનું માનવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં અતિશય વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, જેના કારણે મોટા શહેરોમાં ટામેટા પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. કેરળમાંથી પણ પરિવહન સેવા વરસાદના કારણે ખોરવાઈ હોવાથી ટામેટા સમયસર બજારો સુધી પહોંચી રહ્યા નથી. જેથી ભાવ વધ્યા છે.

ટામેટાના ભાવમાં ક્યારે રાહત મળશે?

હવે ખરીફ સિઝનના ટામેટા બજારમાં આવી રહ્યા છે. ધીમે-ધીમે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં નવા પાક બજારમાં આવવા લાગશે, તેની સાથે ભાવમાં ઘટાડો થવાની આશંકા છે. જો માંગ ઘટે અને પુરવઠો વધે તો પણ ટામેટાના ભાવ નીચે આવી શકે છે. ગત વર્ષની જેમ આ વખતે પણ જો સરકાર દ્વારા સરકારી એજન્સીઓ મારફત ખુલ્લા બજારમાં ટામેટાનું વેચાણ કરવામાં આવે તો ભાવ નીચે આવી શકે છે. આ માટે સરકાર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) વધારી શકે છે અથવા ટામેટાની આયાત કરી શકે છે. આ પગલું કિંમતને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.