શહેરામાં મતદારોને રૂપિયા-LED ટીવીની લાલચ આપતો વીડિયો વાયરલ, આચારસંહિતા ભંગની ફરિયાદ

Jun 19, 2025 - 01:30
શહેરામાં મતદારોને રૂપિયા-LED ટીવીની લાલચ આપતો વીડિયો વાયરલ, આચારસંહિતા ભંગની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Viral Video : ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આગામી 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે શહેરા તાલુકાના ડેમલી ગામની ચૂંટણીમાં આચાર સંહિતાનો ભંગ થયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ડેમલી ગ્રામ પંચાયતના સરપંચના મહિલા ઉમેદવાર મંજુલાબહેન રાજેશ ભરવાડના સમર્થક દ્વારા મતદારોને પ્રલોભનો આપતો વીડિયો વાયરલ થતાં શહેરા પોલીસ મથકે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરપંચ પદના ઉમેદવાર મંજુલાબહેન રાજેશભાઈ ભરવાડના પતિ રાજેશભાઈ ઉર્ફે લાલાભાઈ જેઠાભાઈ ભરવાડે 16મી જૂને મંજૂરી વિના જાહેર સભા યોજી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0