શહેરમાં 1200 મીટર રોડ તૂટયા, માત્ર 200 સ્કે. મી.રોડનું રિપેરીગ

- ચોમાસાના વરસાદમાં મોટાભાગ રોડ ધોવાયા જતા વાહન ચાલકો ત્રાહિમામ - રોડની રીપેરીંગ કામગીરી ધીમી, ઝડપી કામગીરી કરવા લોકોની માંગણી : ઓકટોબર માસમાં ડામર રોડની રીપેરીંગ કામગીરી ઝડપી થશે તેવો મનપાના અધિકારીનો દાવો  ભાવનગર : ચોમાસાના વરસાદમાં ભાવનગર શહેરના મોટાભાગના રોડ તૂટી ગયા હતા તેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે અને રોડ રીપેરીંગની કામગીરી ઝડપી કરવા માંગણી ઉઠી રહી છે. આ બાબતે મહાપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને જે રોડ તૂટી ગયા છે તેની રીપેરીંગ કામગીરી ચાલી રહી છે. આગામી ઓકટોબર માસથી ડામર રોડ રીપેરીંગની કામગીરી ઝડપી બનશે તેમ જાણવા મળેલ છે.  ભાવનગર શહેરમાં સરદાનગર, કાળીયાબીડ, ચિત્રા, બોરતળાવ, વડવા, કરચલીયા પરા, તખ્તેશ્વર સહિતના ૧૩ વોર્ડના મોટાભાગના ડામર રોડમાં વરસાદી પાણી ભરાતા ડામર રોડ તૂટી ગયા છે અને નાના-મોટા ખાડા જોવા મળી રહ્યા છે. શહેરમાં રપથી વધુ રોડમાં નાના-મોટા ખાડા પડી ગયા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે તેથી વાહન ચાલક, રાહદારી સહિતના લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. શહેરના છેવાડાના વિસ્તારના રોડ તેમજ કેટલીક સોસાયટીઓમાં પણ રોડ તૂટી ગયા છે તેથી લોકો ફરિયાદ કરતા નજરે પડી રહ્યા છે. મહાપાલિકાના રોડ વિભાગમાં ખાડાને લગતી ફરિયાદો આવી રહી છે તેથી મનપાના તંત્રની દોડધામ વધી છે. શહેરમાં વરસાદ પડતા ઘણા રોડ ખખડધજ થઈ ગયા છે અને વાહન ચલાવવુ મૂશ્કેલ બન્યુ છે તેથી તત્કાલ રોડ રીપેરીંગ કરાવવા માંગણી ઉઠી રહી છે. મહાપાલિકાના રોડ વિભાગના અધિકારીને આજે બુધવારે પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, શહેરમાં આશરે ૧ર૦૦ મીટર રોડ તૂટી ગયા છે અને આશરે ર૦૦ સ્કવેર મીટર રોડ રીપેરીંગની કામગીરી કોલ્ડ ડામર સીસ્ટમથી કરવામાં આવી રહી છે. આગામી ઓકટોબર માસમાં ચોમાસુ પૂર્ણ થતા ગરમ ડામરથી રોડની કામગીરી ઝડપી કરવામાં આવશે. મહાપાલિકાના રોડ વિભાગે સર્વે કરીને ૧ર૦૦ મીટર રોડ તૂટી ગયાનો દાવો કર્યો છે પરંતુ ખરેખર વધુ રોડ તૂટયા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. કોલ્ડ ડામર સીસ્ટમથી કામગીરી ધીમી ચાલી રહી છે તેથી હજુ ઘણા રોડ ખખડધજ જોવા મળી રહ્યા છે ત્યારે ઝડપી કામગીરી કરવા લોકો માંગણી કરી રહ્યા છે. શહેરમાં રોડની સમસ્ય જાણવા માટે મનપાના અધિકારીએ તેમજ પદાધિકારી, નગરસેવકોએ શહેરમાં આટો મારવો જરૂરી છે. કેટલાક રોડ બિસ્માર હોવાથી સ્થાનીક લોકો કકળાટ કરી રહ્યા છે પરંતુ મહાપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં રાજકીય લોકો દેખાય છે પરંતુ રોડની સમસ્યા સમયે કોઈ રાજકીય વ્યકિત દેખાતુ નથી તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. રોડના કામ નબળા થતા હોવાના પગલે પણ ખાડા પડી રહ્યા છે છતા કડક પગલા લેવામાં આવતા નથી તેથી કોન્ટ્રાકટરો બિન્દાસ થઈ ગયા છે તેમ લોકોમાં ચર્ચાય રહ્યુ છે ત્યારે મહાપાલિકાએ કડક પગલા લેવા જરૂરી છે. હાલ ચોમાસાના બહાને મહાપાલિકા દ્વારા રોડ રીપેરીંગની કામગીરીમાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે ત્યારે ચોમાસા બાદ ઓકટોબર માસમાં રોડ રીપેરીંગની ઝડપી કામગીરી થાય છે કે નહીં ? તેની રાહ જોવી જ રહી. હાલ બિસ્માર રોડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને મહાપાલિકાની ટીકા કરતા નજરે પડી રહ્યા છે.  શહેરના છેવાડાના વિસ્તારમાં રોડની કફોડી હાલત ભાવનગર શહેરના છેવાડા વિસ્તારમાં રોડની હાલત કફોડી છે અને કેટલાક વિસ્તારામાં તો રોડ જ બનાવવામાં આવ્યા નથી તેથી લોકો પરેશાન છે. ચોમાસામાં વરસાદ પડતા છેવાડાના વિસ્તારોમાં કાદવ-કીચડ જામતો હોય છે અને આ બાબતે મહાપાલિકામાં ફરિયાદ કરવામાં પણ આવતી હોય છે ત્યારે કેટલાક વિસ્તારમાં મહાપાલિકા દ્વારા પરાજુ નાખી સંતોષ માનવામાં આવે છે. છેવાડાના વિસ્તારોમાં રોડની સમસ્યા હલ કરવા માંગણી ઉઠી રહી છે.  બિસ્માર રોડના કારણે અકસ્માતના બનાવ વધ્યા હોવાની ચર્ચા ભાવનગર શહેરમાં ચોમાસના વરસાદમાં મોટાભાગના રોડ ધોવાય ગયા હતા તેથી નાના-મોટા ખાડા જોવા મળી રહ્યા છે. બિસ્માર રોડના કારણે શહેરમાં અકસ્માતના બનાવ વધ્યા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. કેટલાક રોડ તો એટલા ખરાબ છે કે લોકોની કમર દુઃખાવા થઈ જતા હોય છે અને ગાડીઓ પણ ખખડી જતી હોય છે છતા મહાપાલિકા દ્વારા રોડ રીપેરીંગની ધીમી કામગીરી કરાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. 

શહેરમાં 1200 મીટર રોડ તૂટયા, માત્ર 200 સ્કે. મી.રોડનું રિપેરીગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ચોમાસાના વરસાદમાં મોટાભાગ રોડ ધોવાયા જતા વાહન ચાલકો ત્રાહિમામ 

- રોડની રીપેરીંગ કામગીરી ધીમી, ઝડપી કામગીરી કરવા લોકોની માંગણી : ઓકટોબર માસમાં ડામર રોડની રીપેરીંગ કામગીરી ઝડપી થશે તેવો મનપાના અધિકારીનો દાવો  

ભાવનગર : ચોમાસાના વરસાદમાં ભાવનગર શહેરના મોટાભાગના રોડ તૂટી ગયા હતા તેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે અને રોડ રીપેરીંગની કામગીરી ઝડપી કરવા માંગણી ઉઠી રહી છે. આ બાબતે મહાપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને જે રોડ તૂટી ગયા છે તેની રીપેરીંગ કામગીરી ચાલી રહી છે. આગામી ઓકટોબર માસથી ડામર રોડ રીપેરીંગની કામગીરી ઝડપી બનશે તેમ જાણવા મળેલ છે.  

ભાવનગર શહેરમાં સરદાનગર, કાળીયાબીડ, ચિત્રા, બોરતળાવ, વડવા, કરચલીયા પરા, તખ્તેશ્વર સહિતના ૧૩ વોર્ડના મોટાભાગના ડામર રોડમાં વરસાદી પાણી ભરાતા ડામર રોડ તૂટી ગયા છે અને નાના-મોટા ખાડા જોવા મળી રહ્યા છે. શહેરમાં રપથી વધુ રોડમાં નાના-મોટા ખાડા પડી ગયા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે તેથી વાહન ચાલક, રાહદારી સહિતના લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. શહેરના છેવાડાના વિસ્તારના રોડ તેમજ કેટલીક સોસાયટીઓમાં પણ રોડ તૂટી ગયા છે તેથી લોકો ફરિયાદ કરતા નજરે પડી રહ્યા છે. મહાપાલિકાના રોડ વિભાગમાં ખાડાને લગતી ફરિયાદો આવી રહી છે તેથી મનપાના તંત્રની દોડધામ વધી છે. શહેરમાં વરસાદ પડતા ઘણા રોડ ખખડધજ થઈ ગયા છે અને વાહન ચલાવવુ મૂશ્કેલ બન્યુ છે તેથી તત્કાલ રોડ રીપેરીંગ કરાવવા માંગણી ઉઠી રહી છે. મહાપાલિકાના રોડ વિભાગના અધિકારીને આજે બુધવારે પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, શહેરમાં આશરે ૧ર૦૦ મીટર રોડ તૂટી ગયા છે અને આશરે ર૦૦ સ્કવેર મીટર રોડ રીપેરીંગની કામગીરી કોલ્ડ ડામર સીસ્ટમથી કરવામાં આવી રહી છે. આગામી ઓકટોબર માસમાં ચોમાસુ પૂર્ણ થતા ગરમ ડામરથી રોડની કામગીરી ઝડપી કરવામાં આવશે. 

મહાપાલિકાના રોડ વિભાગે સર્વે કરીને ૧ર૦૦ મીટર રોડ તૂટી ગયાનો દાવો કર્યો છે પરંતુ ખરેખર વધુ રોડ તૂટયા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. કોલ્ડ ડામર સીસ્ટમથી કામગીરી ધીમી ચાલી રહી છે તેથી હજુ ઘણા રોડ ખખડધજ જોવા મળી રહ્યા છે ત્યારે ઝડપી કામગીરી કરવા લોકો માંગણી કરી રહ્યા છે. શહેરમાં રોડની સમસ્ય જાણવા માટે મનપાના અધિકારીએ તેમજ પદાધિકારી, નગરસેવકોએ શહેરમાં આટો મારવો જરૂરી છે. કેટલાક રોડ બિસ્માર હોવાથી સ્થાનીક લોકો કકળાટ કરી રહ્યા છે પરંતુ મહાપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં રાજકીય લોકો દેખાય છે પરંતુ રોડની સમસ્યા સમયે કોઈ રાજકીય વ્યકિત દેખાતુ નથી તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. રોડના કામ નબળા થતા હોવાના પગલે પણ ખાડા પડી રહ્યા છે છતા કડક પગલા લેવામાં આવતા નથી તેથી કોન્ટ્રાકટરો બિન્દાસ થઈ ગયા છે તેમ લોકોમાં ચર્ચાય રહ્યુ છે ત્યારે મહાપાલિકાએ કડક પગલા લેવા જરૂરી છે. હાલ ચોમાસાના બહાને મહાપાલિકા દ્વારા રોડ રીપેરીંગની કામગીરીમાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે ત્યારે ચોમાસા બાદ ઓકટોબર માસમાં રોડ રીપેરીંગની ઝડપી કામગીરી થાય છે કે નહીં ? તેની રાહ જોવી જ રહી. હાલ બિસ્માર રોડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને મહાપાલિકાની ટીકા કરતા નજરે પડી રહ્યા છે.  

શહેરના છેવાડાના વિસ્તારમાં રોડની કફોડી હાલત 

ભાવનગર શહેરના છેવાડા વિસ્તારમાં રોડની હાલત કફોડી છે અને કેટલાક વિસ્તારામાં તો રોડ જ બનાવવામાં આવ્યા નથી તેથી લોકો પરેશાન છે. ચોમાસામાં વરસાદ પડતા છેવાડાના વિસ્તારોમાં કાદવ-કીચડ જામતો હોય છે અને આ બાબતે મહાપાલિકામાં ફરિયાદ કરવામાં પણ આવતી હોય છે ત્યારે કેટલાક વિસ્તારમાં મહાપાલિકા દ્વારા પરાજુ નાખી સંતોષ માનવામાં આવે છે. છેવાડાના વિસ્તારોમાં રોડની સમસ્યા હલ કરવા માંગણી ઉઠી રહી છે.  

બિસ્માર રોડના કારણે અકસ્માતના બનાવ વધ્યા હોવાની ચર્ચા 

ભાવનગર શહેરમાં ચોમાસના વરસાદમાં મોટાભાગના રોડ ધોવાય ગયા હતા તેથી નાના-મોટા ખાડા જોવા મળી રહ્યા છે. બિસ્માર રોડના કારણે શહેરમાં અકસ્માતના બનાવ વધ્યા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. કેટલાક રોડ તો એટલા ખરાબ છે કે લોકોની કમર દુઃખાવા થઈ જતા હોય છે અને ગાડીઓ પણ ખખડી જતી હોય છે છતા મહાપાલિકા દ્વારા રોડ રીપેરીંગની ધીમી કામગીરી કરાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.