વિદાય લેતા મેઘરાજાએ સુરતને ધમરોળ્યું બે કલાકમાં ત્રણ ઇંચમાં જળબંબોળ

- સગરામપુરા સિમ્ગા સ્કૂલના 700  બાળકો ફસાયા : સ્ટેશનથી વાયા ચોક અઠવાગેટ અને ઉધના રોડ, વેસુ સહિત અનેક વિસ્તારોમાં ચક્કાજામ                 સુરતસુરત શહેરમાં મેઘરાજાએ વિદાય વેળા ધબધબાટી બોલાવતા આજે આકાશમાંથી વિજળીના કડકડાટ અવાજ સાથે દેમાર વરસાદ વરસતા બે  કલાકમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેર જળબંબાકાર થવાની સાથે ઠેરઠેર ટ્રાફિક જામ થવાનો પ્રશ્નો સર્જાતા પોલીસ અને પાલિકા બન્ને વિભાગને દોડતા કરી દીધા હતા. સાંજના બે કલાકમાં શહેરીજીવનને વ્યાપક અસર પડી હતી. કાદરશાની નાળ પાસે સિમ્ગા હાઇસ્કૂલના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ ફસાઇ જતા દોરડા અને લારીઓની મદદથી રેસ્ક્યુ કરાયા હતા.હવામાન વિભાગ દ્વારા આજે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહીના પગલે બપોરે બે વાગ્યા સુધી સુરત શહેરમાં તાપ પડતો હતો. ત્યારબાદ અચાનક હવામાન પલ્ટાયુ હતુ. આકાશ કાળા ડિબાગ વાદળોથી ધેરાવાની સાથે જ વિજળીના તેજ લિસોટા વચ્ચે દેમાર વરસાદ શરૃ થયો હતો. ભરબપોરે રાત્રી પડી હોય તેવુ વાતાવરણ સર્જાયુ હતુ. બપોરે ચાર થી થી છ વાગ્યા સુધીના બે કલાકમાં સુરત શહેરમાં અધધધ ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. આ વરસાદના કારણે જાણે સ્ટ્રોમ ડેનેજ લાઇન ચોકઅપ થઇ ગઇ હોય તેમ ઠેરઠેરપાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સુરતમાં સર્જાઇ હતી. સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાતા જનજીવન વ્યાપક અસર પડી હતી.દરમિયાન સગરામપુરા ક્ષેત્રપાળ મંદિર નજીક સિમ્ગા હાઇસ્કુલના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા. સ્કૂલની ચારે તરફ પાણી ભરાઇ જતા દોરડા બાંધવા પડયા હતા. અને તેની મદદથી તેમજ લારીઓમાં બેસાડીને બહાર કઢાયા હતા.દરમિયાન છ વાગ્યે વરસાદ ધીમો પડયો હતો. પરંતુ છ વાગ્યે ઓફિસેથી છુટવાનો સમય હોવાથી ઠેરઠેર સ્ટેશનથી લઇને ચોકબજાર તો ચોકબજારથી લઇને અઠવા, ઉધના, પાંડેસરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ચક્કાજામ થયો હતો. તો કેટલાક સ્થળોએ વૃક્ષો પડતા ટ્રફિક ખોરવાયો હતો. ટુંકમાં સાંજથી સુરત શહેરમાં ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે ૩૦૦ થી ૪૦૦ મીટરનું અતર કાપતા પણ એક કલાક જેટલો સમય લાગ્યો હતો.વરસાદના કારણે પાલિકાનું તંત્ર પાણી ઉલેચવા તો પોલીસના ટ્રાફિક વિભાગ ટ્રાફિક કંટ્રોલ કરવામાં પસીનો છુટયો હતો. આમ જતા વરસાદે શહેરને ધમરોળી નાંખ્યું હતું.સેન્ટ્રલ ઝોનમાં ધોધમાર 3 ઇંચ, કતારગામ-લિંબાયતમાં દોઢ, અઠવામાં 1, રાંદેરમાં પોણો ઇંચ : વરાછા, સરથાણા અને ઉધનામાં માત્ર 1 મી.મીબપોરે ચાર થી છ માં જે મુશળધાર વરસાદ વરસ્યો હતો. તે વરસાદ પાછો વરાછા, સરથાણા અને ઉધના વિસ્તારમાં નહીંવત જ વરસ્યો હતો. આ વરસાદના કારણે શહેરના તાપમાનમાં ઘટાડો થઇને ૩૨.૪ ડિગ્રી નોંધાયુ હતુ.સુરત શહેરમાં બપોરથી જે ધોધમાર વરસાદ શરૃ થયો હતો. તે વરસાદ જાણે સુરતના વરાછા, સરથાણા અને ઉધના વિસ્તારથી રીસાયો હોઇ તેમ આ વિસ્તારમાં દિવસ દરમ્યાન ફકત એક મિ.મિ જ વરસાદ વરસ્યો હતો. જયારે સેન્ટ્રલ ઝોનમાં ૩ ઇંચ, કતારગામ અને લિંબાયતમાં દોઢ ઇંચ, અઠવામાં એક ઇંચ અને રાંદેરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદ વચ્ચે સુરત શહેરનું તાપમાન ઘટીને આજે ૩૨.૨ ડિગ્રી,લઘુતમ તાપમાન ૨૪.૮ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૧૦૦૨.૦ મિલીબાર અને ઉતર-પશ્રિમ દિશામાંથી કલાકના ૩ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.રાત્રીના બે કલાકમાં ઉમરપાડામાં અઢી ઇંચ, માંડવીમાં બે ઇંચ વરસાદ                 સુરત જિલ્લાના ત્રણ તાલુકામાં મોડી સાંજ પછી મેઘરાજા આક્રમક બનતા ત્રણ તાલુકામાં બે કલાકમાં દેમાર વરસાદ ઝીંકાતા પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.સુરત જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ અન્ય તાલુકામાં મેઘરાજા શાંત રહ્યા હતા. પરંતુ રાત્રીના છ થી આઠમાં ત્રણ તાલુકામાં બે કલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરપાડા તાલુકામાં ૨.૫ ઇંચ, માંડવીમાં બે ઇંચ અને બારડોલીમાં દોઢ ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. આ સિવાય અન્ય તાલુકામાં  દિવસ દરમ્યાન છુટાછવાયા ઝાપટા નોંધાયા હતા. આ વરસાદની સાથે જ સુરત જિલ્લાનો મૌસમનો કુલ વરસાદ ૭૭.૩૨અને ૧૩૨ ટકા વરસાદ વરસી ચૂકયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં ૧૨૮ ઇંચ  અને સૌથી ઓછો વરસાદ ચોર્યાસી તાલુકામાં ૩૯.૦૮ ઇંચ નોંધાયો છે.

વિદાય લેતા મેઘરાજાએ સુરતને ધમરોળ્યું  બે કલાકમાં ત્રણ ઇંચમાં જળબંબોળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -




- સગરામપુરા સિમ્ગા સ્કૂલના 700  બાળકો ફસાયા : સ્ટેશનથી વાયા ચોક અઠવાગેટ અને ઉધના રોડ, વેસુ સહિત અનેક વિસ્તારોમાં ચક્કાજામ

                સુરત

સુરત શહેરમાં મેઘરાજાએ વિદાય વેળા ધબધબાટી બોલાવતા આજે આકાશમાંથી વિજળીના કડકડાટ અવાજ સાથે દેમાર વરસાદ વરસતા બે  કલાકમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેર જળબંબાકાર થવાની સાથે ઠેરઠેર ટ્રાફિક જામ થવાનો પ્રશ્નો સર્જાતા પોલીસ અને પાલિકા બન્ને વિભાગને દોડતા કરી દીધા હતા. સાંજના બે કલાકમાં શહેરીજીવનને વ્યાપક અસર પડી હતી. કાદરશાની નાળ પાસે સિમ્ગા હાઇસ્કૂલના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ ફસાઇ જતા દોરડા અને લારીઓની મદદથી રેસ્ક્યુ કરાયા હતા.

હવામાન વિભાગ દ્વારા આજે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહીના પગલે બપોરે બે વાગ્યા સુધી સુરત શહેરમાં તાપ પડતો હતો. ત્યારબાદ અચાનક હવામાન પલ્ટાયુ હતુ. આકાશ કાળા ડિબાગ વાદળોથી ધેરાવાની સાથે જ વિજળીના તેજ લિસોટા વચ્ચે દેમાર વરસાદ શરૃ થયો હતો. ભરબપોરે રાત્રી પડી હોય તેવુ વાતાવરણ સર્જાયુ હતુ. બપોરે ચાર થી થી છ વાગ્યા સુધીના બે કલાકમાં સુરત શહેરમાં અધધધ ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. આ વરસાદના કારણે જાણે સ્ટ્રોમ ડેનેજ લાઇન ચોકઅપ થઇ ગઇ હોય તેમ ઠેરઠેરપાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સુરતમાં સર્જાઇ હતી. સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાતા જનજીવન વ્યાપક અસર પડી હતી.

દરમિયાન સગરામપુરા ક્ષેત્રપાળ મંદિર નજીક સિમ્ગા હાઇસ્કુલના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા. સ્કૂલની ચારે તરફ પાણી ભરાઇ જતા દોરડા બાંધવા પડયા હતા. અને તેની મદદથી તેમજ લારીઓમાં બેસાડીને બહાર કઢાયા હતા.

દરમિયાન છ વાગ્યે વરસાદ ધીમો પડયો હતો. પરંતુ છ વાગ્યે ઓફિસેથી છુટવાનો સમય હોવાથી ઠેરઠેર સ્ટેશનથી લઇને ચોકબજાર તો ચોકબજારથી લઇને અઠવા, ઉધના, પાંડેસરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ચક્કાજામ થયો હતો. તો કેટલાક સ્થળોએ વૃક્ષો પડતા ટ્રફિક ખોરવાયો હતો. ટુંકમાં સાંજથી સુરત શહેરમાં ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે ૩૦૦ થી ૪૦૦ મીટરનું અતર કાપતા પણ એક કલાક જેટલો સમય લાગ્યો હતો.વરસાદના કારણે પાલિકાનું તંત્ર પાણી ઉલેચવા તો પોલીસના ટ્રાફિક વિભાગ ટ્રાફિક કંટ્રોલ કરવામાં પસીનો છુટયો હતો. આમ જતા વરસાદે શહેરને ધમરોળી નાંખ્યું હતું.

સેન્ટ્રલ ઝોનમાં ધોધમાર 3 ઇંચ, કતારગામ-લિંબાયતમાં દોઢ, અઠવામાં 1, રાંદેરમાં પોણો ઇંચ : વરાછા, સરથાણા અને ઉધનામાં માત્ર 1 મી.મી

બપોરે ચાર થી છ માં જે મુશળધાર વરસાદ વરસ્યો હતો. તે વરસાદ પાછો વરાછા, સરથાણા અને ઉધના વિસ્તારમાં નહીંવત જ વરસ્યો હતો. આ વરસાદના કારણે શહેરના તાપમાનમાં ઘટાડો થઇને ૩૨.૪ ડિગ્રી નોંધાયુ હતુ.

સુરત શહેરમાં બપોરથી જે ધોધમાર વરસાદ શરૃ થયો હતો. તે વરસાદ જાણે સુરતના વરાછા, સરથાણા અને ઉધના વિસ્તારથી રીસાયો હોઇ તેમ આ વિસ્તારમાં દિવસ દરમ્યાન ફકત એક મિ.મિ જ વરસાદ વરસ્યો હતો. જયારે સેન્ટ્રલ ઝોનમાં ૩ ઇંચ, કતારગામ અને લિંબાયતમાં દોઢ ઇંચ, અઠવામાં એક ઇંચ અને રાંદેરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદ વચ્ચે સુરત શહેરનું તાપમાન ઘટીને આજે ૩૨.૨ ડિગ્રી,લઘુતમ તાપમાન ૨૪.૮ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૧૦૦૨.૦ મિલીબાર અને ઉતર-પશ્રિમ દિશામાંથી કલાકના ૩ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

રાત્રીના બે કલાકમાં ઉમરપાડામાં અઢી ઇંચ, માંડવીમાં બે ઇંચ વરસાદ

               

સુરત જિલ્લાના ત્રણ તાલુકામાં મોડી સાંજ પછી મેઘરાજા આક્રમક બનતા ત્રણ તાલુકામાં બે કલાકમાં દેમાર વરસાદ ઝીંકાતા પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.

સુરત જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ અન્ય તાલુકામાં મેઘરાજા શાંત રહ્યા હતા. પરંતુ રાત્રીના છ થી આઠમાં ત્રણ તાલુકામાં બે કલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરપાડા તાલુકામાં ૨.૫ ઇંચ, માંડવીમાં બે ઇંચ અને બારડોલીમાં દોઢ ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. આ સિવાય અન્ય તાલુકામાં  દિવસ દરમ્યાન છુટાછવાયા ઝાપટા નોંધાયા હતા. આ વરસાદની સાથે જ સુરત જિલ્લાનો મૌસમનો કુલ વરસાદ ૭૭.૩૨અને ૧૩૨ ટકા વરસાદ વરસી ચૂકયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં ૧૨૮ ઇંચ  અને સૌથી ઓછો વરસાદ ચોર્યાસી તાલુકામાં ૩૯.૦૮ ઇંચ નોંધાયો છે.